મુંબઈના આ ગામની ૯૦ ટકા વસ્તી મુસ્લિમ થઈ તો ગામનું નામ બદલી ગ્રેટર સીરિયા કરી દીધુ!!?

ઉલ્લેખનીય છે કે સાકિબ નાચન પ્રતિબંધિત સિમી સંગઠનનો સભ્ય છે અને ઇન્ડિયન મુજાહિદ્દીનનો નજીકનો સહયોગી રહ્યો છે. તેને ૨૦૦૨માં અને ૨૦૦૩માં મુંબઈ સેન્ટ્રલ, વિલે પાર્લે અને મુલુંડ સ્ટેશન પર થયેલા ત્રણ બોંબ બ્લાસ્ટમાં દોષી જાહેર કરવામાં આવ્યો હતો. પડઘા ગામને સાકિબ જેવા આતંકિઓએ "લિવરેટેડ જોન" ને "અલ શામ" ના રૂપે જાહેર કર્યુ હતું...!

    ૨૦-ડિસેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |

padgha village ane syria
 
મુંબઈના આ ગામનું નામ સીરિયા કોણે અને કેમ જાહેર કરી દીધુ? વાત ચોંકાવનારી છે!
 
દેશમાં ઇસ્લામિક સ્ટેટ, પાકિસ્તાનની આઈએસઆઈ સહિત અનેક દેશ વિરોધી તત્વો સતત અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે દેશની સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય બનીને આ દેશ વિરોધી તત્વોના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવી રહી છે. તાજેતરમાં National Investigation Agency (NIA) દ્વારા ISISના એક આતંકી મોડલને નષ્ટ કરવા મહારાષ્ટ્રના એક ગામમાં છાપામારી કરવામાં આવી. આ દરમિયાન ખબર પડી કે ઇસ્લામિક કટ્ટરપંથિઓએ મુંબઈના ભિવંડીમાં આવેલ પડઘા ગામને "લિવરેટેડ જોન" અને "અલ શામ" એટલે કે સીરિયાના નામથી ઘોષિત કરી દીધું છે.
 
ઇસ્લામિક કટ્ટરપંથીઓ આ ષડયંત્રને મજબૂત કરવા પ્રભાવશાળી મુસ્લિમ યુવાઓને પોતાનું ઘર છોડીને પડઘા શિફ્ટ થવા ઉકસાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે NIA આતંકી સંગઠન ISIS ના ટેરર મોડ્યૂલને નષ્ટ કરવા માટે દેશભરમાં છાપામારી કરી રહી છે. આ દરમિયાન તેને મુંબઈ નજીક બોરીવલી-પડઘા ગામ સંદર્ભે માહિતી મળી હતી. તપાસ એજન્સીને માહિતી મળી કે પડઘામાં કેટલાંક ઇસ્લામિક કટ્ટરપંથી દેશ વિરોધી ગતિવિધિઓને આકાર આપી રહ્યા છે. આ માહિતી મળ્યા બાદ NIA એક્સનમાં આવે છે અને ૯ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ મજબૂત સુરક્ષાની સાથે પડઘા પહોંચી જાય છે અને તપાસ શરૂ કરે છે. તમને જણાવી દઈએ કે આ પડઘા ગામની ૯૦ ટકા વસ્તી મુસ્લિમ છે.
 
આ ગામમાં છાપામારી દરમિયાન તપાસ એજન્સીને જે મળ્યું તે જોઇને સૌ કોઇને આંચકો લાગ્યો. અહીં તપાસ એજન્સીએ એક સાથે ૪૪ જગ્યાએ છાપામારી કરી અને આ દરમિયાન NIA એ ૧૫ લોકોની ધરપકડ કરી. આમાં સાકિબ નાચન પણ સામેલ હતો. એક અધિકારીએ જણાવ્યું કે આ છાપામારી દરમિયાન ૬૮ લાખ રૂપિયા રોકડા, એક પિસ્તોલ, ૨ એર ગન, ૧૦ મેગેજિન, ૮ તલવાર, હમાસ દેશના ૫૧ ઝંડા, ૩૮ મોબાઇલ અને ૨ લેપટોપ મળ્યા છે. જેને જપ્ત કરવામાં આવ્યા છે.
 
 
 
ઉલ્લેખનીય છે કે સાકિબ નાચન પ્રતિબંધિત સિમી સંગઠનનો સભ્ય છે અને ઇન્ડિયન મુજાહિદ્દીનનો નજીકનો સહયોગી રહ્યો છે. તેને ૨૦૦૨માં અને ૨૦૦૩માં મુંબઈ સેન્ટ્રલ, વિલે પાર્લે અને મુલુંડ સ્ટેશન પર થયેલા ત્રણ બોંબ બ્લાસ્ટમાં દોષી જાહેર કરવામાં આવ્યો હતો. પડઘા ગામને સાકિબ જેવા આતંકિઓએ "લિવરેટેડ જોન" ને "અલ શામ" ના રૂપે જાહેર કર્યુ હતું...!