તમને ક્યારેય નહીં ભુલીએ - તુર્કીના લોકો ભારતીય સેનાનો આભાર માની રહ્યા છે

13 Feb 2023 12:38:25

turkey earthquake
 
 
૬ ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૨૮૦૦૦ કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે. અહીં રાહત કાર્ય ચાલુ છે અને દુનિયાભરના દેશો અહીં મદદ પહોંચાડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તુર્કી અને સીરિયાની મદદ કરવા ભારતે "ઓપરેશન મદદ" અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન અંગર્ગત ભારતીય સેનાની ૯૯ સભ્યોની સૈનિકો અને ડોક્ટરોની ટીમ દક્ષિણ તુર્કીના હાટે પ્રાંતના અતિ પ્રભાવિત વિસ્તાર ઇસ્કેંડરૂન શહેરમાં લોકોની મદદ કરવા પહોંચી છે. ખંડેર અને અનેક પડકારોની વચ્ચે શૂન્ય કરતા પણ નીચા તાપમાનમાં આ ભારતીય સૈનિકોની ટીમ કામ કરી રહી છે અને તુર્કીના લોકો તેનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. આ સંદર્ભે ભારતીય ટીમના લેફ્ટિનેન્ટ કર્નલસિંહ જણાવે છે કે સ્થાનિક લોકોની પ્રતિક્રિયાથી અમને કામ કરવાનો જુસ્સો મળ્યો છે. અહીં મદદ માટે પહોંચેલા એક સ્થાનિક યુવકે મને કહ્યું કે તે હંમેશાં આપણા દેશ (ભારત)ને યાદ રાખશે. આપણા ડોક્ટર્સનો સ્થાનિક લોકો આભાર માની રહ્યા છે. અમને તેમના પ્રતિભાવથી જુસ્સો મળી રહ્યો છે.
 

turkey earthquake 
 
ઉલ્લેખનીય છે કે ભારતીય સૈન્યના જવાનોની ટીમને અહીનાં અતિ પ્રભવિત શહેર ઇસ્કેન્ડરોન ખાતે તૈનાત કરવામાં આવી છે. 60 પેરા ફિલ્ડ હોસ્પિટલના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ યદુવીર સિંહે જણાવ્યું કે, “હૉસ્પિટલમાં લગભગ 800 લોકોની સારવાર કરવામાં આવી છે.” કર્નલ સિંહનું કહેવું છે કે તેઓ દર્દીઓને જરૂર હોય ત્યાં સુધી લઈ જવા તૈયાર છે. 60 પેરા ફિલ્ડ હોસ્પિટલના સેકન્ડ ઇન કમાન્ડ લેફ્ટનન્ટ કર્નલ આદર્શ કહે છે કે તેઓ હોસ્પિટલમાં 10 મોટી સર્જરી કરી ચૂક્યા છે. ઘણા લોકોએ સેનાના આ પ્રયાસની પ્રશંસા કરી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીએ ભારતનો આભાર માન્યો હતો. પીડિતાએ કહ્યું, “અમને આનંદ છે કે તમે અહીં છો.
 
 
 
Powered By Sangraha 9.0