હાલ કર્ણાટકના બેંગલુરૂમાં ૫ દિવસનો Aero India Show ચાલી રહ્યો છે. આ શો દરમિયાન સોમવારે HAL કંપનીએ HLF42 નામનું એક Trainer Aircraft પ્રદર્શનમાં મૂક્યુ છે. આ વિમાન પર હનુમાનજીની એક તસવીર લગાવવામાં આવી છે અને નીચે THE STORM IS COMING.. ( સ્ટોર્મ ઇઝ કમિંગ ) એટલે કે તૂફાન આવી રહ્યું છે....લખવામાં આવ્યું હતું..
આ પછી સોશિયલ મીડિયા પર આ વિમાનની તસવીર ખૂબ વાઈરલ થઈ છે. સોશિયલ મીડિયા પર કેટલાંક લોકોને આ ગમ્યુ તો કેટલાંક લોકોએ આના પર પ્રશ્ન પણ ઊભો કર્યો છે. આ લોકોએ પ્રશ્ન ઉભો કર્યો છે કે એક ધર્મનિરપેક્ષ દેશમાં આવા એક લડાકું વિમાન પર ભગવાન હનુમાનજીની તસવીર કેવી રીત મૂકી શકાય?
જોકે કંપની આ પાછળનું કારણ પણ આપ્યું છે કે આ વિમાન હનુમાનજીની શક્તિથી પ્રેરિત છે. આ ઉપરાંત કંપનીએ કહ્યું કે તેમણે જ્યારે પહેલું ટ્રેનર વિમાન બનાવ્યું હતું તેનું નામ પણ "મારૂત" રાખ્યું હતું. જોકે થોડા પ્રશ્ન ઉભા થતા હવે કંપનીએ હનુમાનજીનો ફોટો હટાવી લીધો છે...