દરેક માતા-પિતાએ બાળઘડતરની આ રીતો જાણવી જોઇએ

બાળકોને નાનપણથી જ આ શીખવો, મોટા થઈને ખૂબ પ્રભાવશાળી વ્યક્તિ બનશે બનશે

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

child care
 
બાળઘડતર ખૂબ મોટી જવાબદારીવાળું કર્તવ્ય છે. પરિવારના સભ્યો જેવું વર્તન, કાર્ય, ભાષા, જીવનશૈલી જીવે છે તેવું ઘરના બાળકો શીખી જ લે છે. ખાસ કરીને માતા-પિતાનું બાળક અનુકરણ કરતું હોય છે. એટલે અહીં જે સુ-ટેવો દર્શાવામાં આવી છે તેના પર બાળકની સાથે માતા-પિતા પણ ધ્યાન આપે તો બાળક આપો આપ આ ટેવો શીખી લેશે…
 

parenting tips  
 

દરેક માતા-પિતાએ બાળઘડતરની આ રીતો જાણવી જોઇએ

 
# બાળકોને રોજ યોગાસન કરાવવાની ટેવ પાડો, બાળકોને પ્રાણાયામ, સરળ આસન કરાવો.
 
# આદર્શ જીવનશૈલી શીખવો, સમય સર ખાવાની, સૂવાની ટેવ પાડો, આનાથી બાળક હંમેશાં સ્વસ્થ અને સ્ફૂર્તિમાં રહેશે.
 
# બાળકોને સારી પુસ્તકો વાંચવાની ટેવ પાડો, સારું વાંચન, સારું ઘડતર કરી શકે છે. આનાથી તેમની યાદશક્તિ પણ વધશે.
 
# વડિલોનું સમ્માન કરતા શીખવો. વડિલોનું બાળકો સાંભળે, તેમની સામે ન બોલે એવું ઘડતર કરો.
 

parenting tips  
 
# બાળકોને સમયનું મહત્વ સમજાવો. સમયપાલનનું મહત્વ સમજાવો.
 
# બાળકોને રમત રમતા શીખવો, આ માટે તેમને પ્રોત્સાહન આપો, બાળકના શારીરિક વિકાસ માટે આ ખૂબ જરૂરી છે. આનાથી શરીરની સાથે મગજનો પણ વિકાસ થશે.
 
# અજાણ્યા વ્યક્તિથી કેમ દૂર રહેવું, કોઇનું કશું ખાવું કે પીવું નહી. અજાણ્યા વ્યક્તિ સાથે જવું નહી એ પણ શીખવું જરૂરી છે.
 
# આજના જમાનામાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા શક્ય નથી પણ બને એટલે બાળકોને મોબાઈલથી દૂર રાખો. મોબાઇલનો જરૂર પૂરતો ઉપયોગ કરો.
 
# બાળકોને પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવો, સ્વસ્થ શરીરનું મહત્વ સમજાવો.