બોધકથા । મુર્ખાઓને ઉપદેશ આપવો એટલે તેમના ક્રોધને વધારવો. આ માટે એક બોધ કથા છે…વાંચો

22 Feb 2023 12:38:12

bodhakatha vanar
 

વાંદરાએ ચકી-ચકાનો માળો તોડી પાડ્યો અને આપણાં સૌને એક બોધ આપી ગયો!

 
પંચતંત્રમાં કહેવાયું છે કે…
 
उपदेशो हि मूर्खाणां, प्रकोपाय न शान्तये।
पयःपानं भुजडाग्नां केवल विषवर्धनम्।।
 
જે રીતે સાપને દૂધ પીવડાવવાથી તેના ઝેરમાં વૃદ્ધી થાય છે તેમ મુર્ખાઓને ઉપદેશ આપવો એટલે તેમના ક્રોધને વધારવો.
 
આ માટે એક બોધ કથા છે…વાંચો
 
એક જંગલ હતું. અહીં એક વિશાળ ઝાડ હતું. અહીં એક ચકો અને ચકી એક માળો બનાવી પ્રેમથી રહેતા હતા. એકવાર જંગલમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો. જેનાથી બચવા ચકો-ચકી પોતાનામાં માળામાં લપાઈને બેસી ગયા. થોડીવારમાં ત્યાં એક વાદરું આવ્યું. તે પલળી ગયું હતું. વાદરું ઠંડીથી ધ્રુજી રહ્યું હતું.
 
સમર્થવાન હોવા છાતાં વાંદરાએ પોતાનું ઘર બનાવ્યું ન હતું અને આ રીતે હેરાન થઈ રહ્યું હતું. આ જોઇને ચકીએ વાંદરાને કહ્યું કે તમે તો સમર્થવાન છો પોતાનું એક ઘર કેમ નથી બનાવતા? ઘર બનાવી તેમાં આરામથી રહો…!! વાત વાંદરાને ન ગમી. એને લાગ્યું કે આ ચકા ચકી જોડી પોતાનો માળો છે એટલે મારી મજાક ઉડાવે છે. તેને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં વાંદરાએ ચકા-ચકીનો માળો વેર-વિખેર કરી નાંખ્યો. વાંદરાએ ચકા-ચકીનું ઘર તોડી પાડ્યું!
 
વાંદરાએ ઘર તોડ્યા પછી ચકાએ ચકીને જે કહ્યું તેમાં એક શિખવા જેવો બોધ છે….
 
આ બનાવ પછી ચકાએ ચકીને કહ્યું કે, આમાંથી શું શીખવા જેવું છે ખબર છે? એજ કે મુર્ખાઓને ક્યારેય સલાહ ન આપવી જોઇએ. આવું કરવાથી સ્વયંનું જ નુકસાન થાય છે…
Powered By Sangraha 9.0