મન – મનોબળને મજબૂત બનાવતી આ ફિલ્મ જોવા જેવી છે…!! જુવો... ચાલ મન જીતવા જઈએ -૨

રસ્તાઓ કેવી રીતે શોધવા જોઈએ? વિચારસરણી કેવી રાખવી જોઈએ, કેવો અભિગમ અપનાવવો જોઈએ અને મુખ્ય દરેક પરિસ્થિતિમાં જીતવા માટે મનને મક્કમ કેવી રીતે બનાવવું જોઈએ? એ બધી વાતોને આવરી લેતી આ ફિલ્મ છે.

    ૨૫-ફેબ્રુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

Chal Man Jeetva Jaiye 2
 
Chal Man Jeetva Jaiye 2 । ચાલ મન જીતવા જઈએ -૨ । આ ફિલ્મનું જેવું ટાઇટલ છે ફિલ્મ ની વાત પણ એવી જ કંઇક છે. સંઘવી પરિવારનો બીઝનેસ લોસમાં જાય છે અને તેઓ દેવાદાર બની જાય છે. આ સમયએ એમાંથી કેવી રીતે બહાર આવવું? આપણા મનમાં શું સવાલ ચાલતા હોય છે? રસ્તાઓ કેવી રીતે શોધવા જોઈએ? વિચારસરણી કેવી રાખવી જોઈએ, કેવો અભિગમ અપનાવવો જોઈએ અને મુખ્ય દરેક પરિસ્થિતિમાં જીતવા માટે મનને મક્કમ કેવી રીતે બનાવવું જોઈએ? એ બધી વાતોને આવરી લેતી આ ફિલ્મ છે. ફિલ્મ માં મુખ્ય કોઈ પણ કામ કરવા મન મક્કમ કેવી રીતે કરવું, મનોબળ કેવી રીતે વધારવું અને એને કેવી રીતે જાળવી રાખવું, મન સાથે આપણી કેવી ફાઇટ થતી હોય છે અને એને કેવી રીતે એ ફાઈટ જીતવી…! આ બધા પાસા પર ધ્યાન આપવામાં આવ્યું છે.
 
  
વાર્તા । Chal Man Jeetva Jaiye 2
 
વાર્તા પ્રથમ ભાગ જ્યાં અધૂરો હતો ત્યાંથી જ આગળ વધે છે. દેવાદાર સંઘવી પરિવાર લોકોના રૂપિયા ચૂકવવા મથામણ કરી રહ્યા હોય છે અને સાથે સાથે જો પૈસા ન ચૂકવાય તો એમને નિલામીનો રસ્તો અપનાવવો પડે એમ છે. આવી પરિસ્થિતિમાં ઝાકમઝોળ જીવન જીવતા દરેક બાળકને એકદમ સામાન્ય પરિસ્થિતિમાં જીવવાનો સમય પણ આવી શકે એમ છે અને એમના માટે આવું જીવન જીવવું અને એને અપનાવવું કેટલું અઘરું છે , અને એમાં પણ મનને આ બધી પરિસ્થિતિ સ્વીકારવા તૈયાર કેવી રીતે કરવું એનો સાર આપતી ફિલ્મ એટલે ચાલ મન જીતવા જઈએ-૨
 
 
જુવો ફિલ્મનું ટ્રેલર... 
 
 
 
 
 
એક્ટિંગ । Chal Man Jeetva Jaiye 2 
  
દરેક પાત્રનો અભિનય તમને મોહી લેશે. પછી એ પરિવારના મુખ્ય સદસ્યો હોય કે એમના બાળકો. દરેક પાત્ર પોતાની સાથે એક વાર્તા લઈને ચાલે છે જે દરેક પાત્રની વાતોમાં ક્યાંક ને ક્યાંક આપણે પોતાને જોઈશું .
 
મ્યુઝિક । Chal Man Jeetva Jaiye 2
 
 મ્યુઝિક આ વાર્તામાં ખુબ જ મુખ્ય ભાગ ભજવે છે, કોઈ ગીત નથી છતાં પણ સંગીત તમને એકદમ પકડી રાખે અને દરેક વાત કે લાગણીનો સહજ અનુભવ કરાવે છે .
 
ટુંકમાં આ ફિલ્મમાં તમને તમારા જીવનના ઘણા પ્રશ્નોના જવાબ મળશે. તમારાથી ક્યાંક ભૂલ થતી હશે કે ગંભીર માં ગંભીર પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો, મન ને કેવી રીતે જીતવું અને દરેક પરિસ્થિતિમાં કેવો અભિગમ રાખવો એ શીખવાડે છે .
 
 
મારા મતે આપણે સૌ એ આ ફિલ્મ પરિવાર સાથે એક વાર તો અચૂક જોવી.
 
- કેતન પરમાર
( લેખક ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલા છે...)