આવો, નિષ્ફળતાનો સામનો કરતા શીખીએ અને શીખવીએ...!!

નિષ્ફળતામાંથી કારણો શોધવાના હોય કે જેથી આપણે ક્યાં ભૂલ કરી એ જાણી શકાય અને બીજીવાર એ ભૂલ ન થાય. માણસ તરીકે આપણા હાથમાં માત્ર પ્રયત્ન જ છે.

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

never give up
 
 
આપણે ત્યાં સફળ કેમ થવું એ શીખવવામાં આવે છે પણ નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરવો એ કોઇ સમજાવતું નથી...
 
સરળ વાત એ છે, જે કોઇ સમજતું નથી કે એક પ્રયત્ને કે અનેક પ્રયત્ન પછી સફળતા તમને એકવાર મળશે પણ નિષ્ફળતા તમે અનેકવાર મળવાની સંભાવના છે. ચર્ચા નિષ્ફળતાની પણ થવી જોઇએ પણ હકારાત્મકતા (positivity) નો વાયરો એવો ફૂંકાયો છે કે નકારાત્મકા (negativity) ની વાત કરવી પણ ગુનો થઈ પડે છે...
 
નિષ્ફળતામાંથી કારણો શોધવાના હોય કે જેથી આપણે ક્યાં ભૂલ કરી એ જાણી શકાય અને બીજીવાર એ ભૂલ ન થાય. માણસ તરીકે આપણા હાથમાં માત્ર પ્રયત્ન જ છે.
 
આપણા બાળકો પર યુવાનો પર સફળ થવા માટેનું એટલું બધુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દબાણ હોય છે કે કદાચ જો એ બાળક કે યુવાન નિષ્ફળ જાય તો તેને સમજાતું નથી કે હવે કરવું શું? નિષ્ફળતા જીવનનો એક ખૂબ અગત્યનો ભાગ છે તેમાંથી શીખવાનું હોય છે તે વાત આપણે આજે સમજાવવાની જરૂર છે.
 
એક સરસ સુવિચાર છે કે,
 
જીવનમાં હારવાનું હોતું નથી કે જીતવાનું પણ હોતું નથી બસ શીખવાનું હોય છે...
 
 
 
 
 
આ બોધ કથા વાંચવી ગમશે...