બોધકથા | દિકરીએ પથ્થર વડે કાર પર લખ્યું હતું કે,

દિકરીએ શું લખ્યું હતું અને આ પરથી બોધ શું મળે છે તે બોધકથા વાંચવા જેવી છે...

    ૦૧-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |
 
Bodh Katha
 
 
બોધકથા |   દિકરીએ પથ્થર વડે કાર પર લખ્યું હતું કે,
 
એકવાર એક વ્યક્તિએ નવી કાર લીધી. આ વ્યક્તિ આ તેની કારને હંમેશાં સ્વચ્છ રાખતો. ચમકતી કાર રાખવા તે કરાને પોલિસ કરતો રહેતો. એકવાર તે કારને પોલીસ કરી રહ્યો હયો ત્યારે અચાનક તેની ૮ વર્ષની દિકરી ત્યાં આવી અને જમીન પર પડેલા એક નાનકડા પથ્થારથી તે કાર પર કંઇક લખવા લાગી. આ જોઇ પેલા વ્યક્તિને ખૂબ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે દિકરીનો હાથ મરડી નાખ્યો.
 
દિકરીને હોસ્પિટલ લઈ જવી પડી. તેને પ્લાસ્ટરનો પાટો બાંધવો પડયો. દિકરીની આવી હાલત જોઇએ હવે પેલા વ્યક્તિને પછતાવો થતો હતો. તે દિકરીની બાજુમાં આવીને બેઠો તો દિકરીએ તેના પપ્પાને પૂછ્યું પપ્પા મારો હાથ ક્યારે સાજો થશે? આ સાંભળી પેલો વ્યક્તિ રડવા લાગ્યો. તે કાર પાસે આવ્યો અને કારને લાતો મારવા લાગ્યો...
 
આ દરમિયાન તે વ્યક્તિની નજર દિકરી પથ્થર વડે જ્યાં કંઇક લખતી હતી ત્યાં પડી...દિકરી કાર પર પથ્થર વડે જે લખ્યું હતું તે વાંચીને તેને ખૂબ પછતાવો થયો...
 
દિકરીએ પથ્થર વડે કાર પર લખ્યું હતું કે, "આઈ લવ યુ પપ્પા"
 
બોધ
 
આ વાત પરથી બોધ એ જ મળે છે કે ધીરજ રાખો, ગુસ્સો હંમેશાં પછતાવાનુ કારણ બને છે. કોઇ નિર્જિવ વસ્તું કરતા તમને પ્રેમ કરેતી વ્યક્તિ ખૂબ મહત્વની છે.