શાળામાં ભણતા બાળકનું માતા-પિતાને જાણ કર્યા વગર લિંગ પરિવર્તનનું ઓપરેશન આ દેશમાં કરવામાં આવી રહ્યું છે...!!

શાળાવાળાઓને ધ્યાને આવે કે, એક છોકરીનો શારીરિક બાંધો મજબૂત છે - ખડતલ છે અને તે ઉંચા અવાજે સૌને ડરાવી શકે છે તો તેના જીવનને જન્મગત છોકરીપણાથી મુક્ત કરીને તેને છોકરો બનાવવામાં આવે તે જ તેના હિતમાં અનિવાર્ય બની ગયું હોય તેમ માનવામાં આવે છે. અને તો જ તેની સાથે ન્યાય થયો ગણાય છે.

    ૧૦-માર્ચ-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
communist agenda in india
 

`વોક (Woke)' નામે વકરતો વામપંથ (૨) । Communist Agenda in India 

 
 
# શાળામાં ભણતા બાળકનું ઓપરેશન હોય..
અને એનાં મા-બાપને પણ જાણ કરવામાં ન આવે..
આવી પણ શાળા હોય કે..?
- (સ્વાભાવિક જવાબ હોવો જોઈએ.. `ના'..) 
પણ સાચો જવાબ છે- `હા'..
 
# મા-બાપને અંધારામાં રાખવાનું કારણ..?
- શાળાના નિર્ણયમાં અવરોધરૂપ ન બને તે હેતુસર..
 
#  આવું ક્યાં થાય છે..?
- હાલ તો અમેરિકામાં.. કદાચ થોડા સમયમાં અહીં પણ..
 
# એવી તે કેવી બિમારી..?
(જેની જાણ મા-બાપને પણ કરવામાં ન આવે..?)
 
- લિંગ-પરિવર્તનનું ઓપરેશન..
 
# હેં..?
- જી, બિલકુલ હા..
 
આ લિંગ-પરિવર્તનના ઓપરેશનની આખી વાત પૂરી કરું તે પહેલાં...
 
આવી અધમતાના મૂળમાં, આ મુદ્દે, આટલી હદે `વોક (Woke)' કેવી રીતે ભૂમિકા ભજવી રહ્યું છે? તે જાણી લેવું જોઈએ. અગાઉ જાગી (Wake) ચૂકેલા (Woke) એવા શાળાના સત્તાધીશો સ્વયંના કથિત જાગૃતપણાના નામે સાવ સ્હેજે આવી ઘટનાઓને અંજામ આપીને, જેમને હજુ તો દુનિયાદારીની સમજણ પામવાની પણ ઘણી વાર છે, તેવાં સાવ નાનાં-નાનાં ભૂલકાંનાં જીવન સાથે આવડી મોટી છેડછાડ છડેચોક કેવી રીતે કરી શકે? આ અંગે પડદા પાછળનો આખો ખલનાયકી ખેલ સમજવો આવશ્યક છે. `વોક (Woke)'ના નામે પ્રકૃતિ સાથે મનોવિકૃત ખિલવાડ આટલી હદે જડ?
 
ગત અંકવાળી વાર્તા યાદ હશે. ભીમના મહાપરાક્રમી પૌત્ર બર્બરીકના જીવનનો અંતિમ પડાવ એવો સંદેશ આપી ગયો કે, સત્ય `ટુકડાઓ'માં નહીં `સમગ્ર'માં જોવાથી જ પ્રાપ્ત થતું હોય છે.
 
પણ વિરાટને જોતી દ્રષ્ટિમાં રહેલું આ સત્ય શાશ્વત હોવા છતાં, તેને સરેઆમ કોરાણે મૂકીને માત્ર ટુકડાઓમાં વેરાયેલ -વિખરાયેલ વિભાજનકારી વામનજરે આગળ વધવાની, વાસ્તવમાં સમાજને અંધારા કૂવામાં ધકેલી દેવાની એટલે કે `Humanity'માં ભણાવાતા આંતરવિભાગીકરણ (intersectionality)ની થિયરી અંગેની વાત પણ ગત અંકમાં કરી હતી. આવા આંતરવિભાગીકરણ (intersectionality) અંતર્ગત ઘણાં ડીસમેન્ટલિંગ - પરંપરાઓને વેરવિખેર કે વિકૃત કરનારાં વામપંથી માળખાં (Frameworks) કાર્યરત છે. ઉદાહરણ તરીકે..
 
- માર્ક્સિસ્ટ ફ્રેમવર્ક
શોષક ધંધા-રોજગારના માલિકો વિ. શોષિત નોકર-કામદારો 
- ડેમોગ્રાફિક ફ્રેમવર્ક
શોષક બહુમતી વિ. શોષિત લઘુમતી
- ફેમિનિસ્ટ ફ્રેમવર્ક
શોષક પુરુષ વિ. શોષિત સ્ત્રી
 
ઉપરોક્ત પૈકીના `ફેમિનિસ્ટ ફ્રેમવર્ક'ની વાત કરીએ તો..
 
આ `ફ્રેમવર્ક' અનુસાર આખા વિશ્વમાં `સામાજિક ન્યાય' માટે પુરુષ અને સ્ત્રીનો ભેદ મિટાવવા માટે, પ્રથમ તો `સ્ત્રી વિરુદ્ધ પુરુષ'માં નિહિત ગૂઢ ભેદ ઉજાગર થવો જરૂરી છે. દુનિયા આખીના તમામ પુરુષો દુનિયાની તમામ સ્ત્રીઓનું શોષણ કરી રહ્યા છે. અને સ્ત્રીઓ મૂંગા મોઢે સહન કરી રહી છે. આ કાયમી શોષણનો ભોગ બનેલી (શોષિત) એવી દુનિયાની તમામ સ્ત્રીઓ દ્વારા આ કાયમી શોષણથી મુક્ત થવા સંઘર્ષ છેડવામાં આવે તેને અનિવાર્ય ગણાવવામાં આવી રહ્યો છે. પણ દુનિયાની બધી માતાઓ, પોતાની સ્ત્રી જાતિનું શોષણ કરવાવાળી પુરુષ જાતિ ધરાવતા પોતાના સંતાનને (એટલે કે પોતાના 'દિકરા'ને) અતિ વ્હાલથી કેમ પાળે-પોષે છે? આનો ઉત્તર આપવા આ `ફેમિનિસ્ટ ફ્રેમવર્ક'વાળા ફાંફાં મારી રહ્યા છે.. તતફફ થઈ જાય છે. આ `ફેમિનિસ્ટ ફ્રેમવર્ક', વર્તમાન તથાકથિત આધુનિક માનવશાસ્ત્ર (So called modern Humanity)ની દેણ છે, જેમાં પતિ-પત્નીને અવિભાજ્ય જોવાના બદલે વિભાજિત જોવાનું શીખવાડવામાં આવે છે, અરે માત્ર એટલું જ નહીં, દરેક સ્ત્રીએ; પુરુષ તેનું કથિત શોષણ ન કરી શકે તે માટે જાગૃતિપણા સાથે એટલે કે `વોક (Woke)' બનીને સતત સતર્ક રહેવાનું કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો પુરુષને જાહેર શત્રુ તરીકે જોવાનું કથિત `સામાજિક ન્યાય' માટે અનિવાર્ય ગણાવવામાં આવે છે. આ શત્રુતાથી નિષ્પન્ન સંઘર્ષનું કેન્દ્ર આપણા સમાજનું નાનામાં નાનું એકમ એવું સમાજનો આત્મા ગણાતું `કુટુંબ' બને તે માટેની માનસિક કવાયત અને તેના પરિણામરૂપે સમાજ છિન્નભિન્ન થઈ જાય તેવું લક્ષ્ય આ `વોક (Woke)'ની સર્વોચ્ચ પ્રાથમિકતા પર છે.
 
વિચાર કરો કે, માતા અને પિતા પોતાના વ્યક્તિગત અધિકારો માટે સામે સામે આવી જાય તો બાળકો તો અનાથ જ બનવાનાં, આ અનાથ બાળકોનો, તેમનાં માતા-પિતા અને સમાજ પ્રત્યે પ્રેમનો ભાવ હોવાનો કે ધૃણાનો? બસ `વોક (Woke)'ને આ ધૃણા ફેલાવવાનું કામ જ કરવું છે. `વોક (Woke)'નું સૈદ્ધાંતિક અસ્તિત્વ જ સંપૂર્ણપણે શરતી છે. આ શરત છે- સૌ પ્રથમ પરંપરાઓને અને સંબંધોના પવિત્ર બંધનોને જડમૂળથી તોડીને સમાજને નવરો કરી દેવાની. અને માટે જ આ `વોક (Woke)'વાળાઓએ તમામ પરંપરાઓને તથા સંબંધોને જળમૂળમાંથી તોડવા માટે એક સૌથી આસાન રસ્તો અપનાવ્યો છે. આ આસાન રસ્તો એટલે- તમામ પરંપરાઓનું અને સંબંધોનું મૂળ એવી આપણી કુટુંબપરંપરાને જ સમૂળ ઉખાડી ફેંકવાનો રસ્તો. માટે જ તેઓ ઠસાવી રહ્યા છે કે, પુરુષો દ્વારા હંમેશાં સ્ત્રીનું સતત શોષણ જ થતું રહે, આ શોષણનું ઉદ્ગમ બિંદુ જ આ કુટુંબવ્યવસ્થા છે, અને તેથી જ શક્ય હોય તેટલું વહેલામાં વહેલી તકે આ કુટુંબવ્યવસ્થા વિખેરી દેવાની તાતી આવશ્યકતા છે.
`Genderism (લિંગવાદ)'ના નામે `વોક (Woke)'નું પ્રથમ નિશાન છે ગૃહસ્થાશ્રમ. તેના મતે ગૃહસ્થાશ્રમનાં સંસ્કાર અને સંસ્કૃતિ પણ સ્ત્રીનું શોષણ કરવા જ સર્જાયેલ છે. ગૃહસ્થાશ્રમનાં બંધનોથી મુક્તિના નામે બધી જ સ્ત્રીઓ એક કરતાં વધુ પુરષો સાથે સંબંધો રાખી શકે તેવી સ્થિતિનું નિર્માણ કરવાની તેમની મંછા છે. લાગણીઓને ભડકાવીને ખેલાઈ રહેલા આ ખેલ પછી પણ `વોક (Woke)' આટલેથી સંતોષ માનવા તૈયાર નથી, એને તો સ્ત્રી-પુરુષની સમાનતા માટે સ્ત્રી સ્ત્રી સાથે પણ સંબંધો બાંધી શકે તેવી સ્થિતિ પેદા કરવી છે. આવી પેદાશ એટલે ઉદાહરણ તરીકે ટ્રાન્સજેન્ડરની કૂખે સંતાનની ઘટના, આવા કથાનક વાળી ફિલ્મો. આવા તો ઢગલાબંધ પેંતરા રચવામાં આવી રહ્યા છે. આ છે તેમના `સામાજિક ન્યાય'નું મૉડેલ. આપણી પરંપરાગત તમામ સામાજિક વ્યવસ્થાઓ તોડીને અનુશાસિત સમાજને વેર-વિખેર કરીને અંતે સમાજનો સંપૂર્ણ નાશ કરીને માનવમાત્રની મુક્તિ (સ્વતંત્રતા)ના નામે વ્યક્તિ વ્યક્તિને એકલો અટૂલો કરી દેવાની, તેને રોબોટ બનાવી દેવાની આ કલ્પના જડ-જગતના નિર્માણ તરફ દોરી જવાની છે.
 
પરંપરાઓને તોડી નાંખવાનું આવું શિક્ષણ `Humanity'માં આજે આપવામાં આવી રહ્યું છે. અગાઉ `Humanity'માં વિશ્વમાં પાંગરેલી સભ્યતાઓ, પરંપરાઓ, વિવિધતાઓ, માનસશાસ્ત્ર, ફિલસૂફી, સંપ્રદાય વગેરેનું જ્ઞાન આપવામાં આવતું હતું. હવે આજની `Humanity'માં `સામાજિક ન્યાય'ના નામે ભણાવવામાં આવી રહ્યું છે કે, જો પુરુષને સ્ત્રી બનવાનો અધિકાર મળે અને સ્ત્રીને પુરુષ બનવાનો અધિકાર મળે તો જ સામાજિક સમાનતા દ્વારા `સામાજિક ન્યાય' સિદ્ધ સાકાર થયો ગણાય. સ્ત્રી અને પુરુષ એકબીજાનાં સમોવડીયાં બની ગયાં ગણાય. હવે આ માટેની શરૂઆત ક્યાંથી કરવી? આ માટે શાળાઓ અને મહાશાળાઓ તેમના નિશાન પર છે.
 
વર્તમાનમાં અમેરિકાની શાળાઓમાં શું ચાલી રહ્યું છે? તેનો સ્હેજેય અતિરેક વિનાનો ચિતાર પૂર્ણત: વિચલિત કરનારો છે. ત્યાં આ વાત હ્યુમાનિટીના નામે પ્રબળતાથી પકડાઈ રહી છે કે, જન્મથી તો બાળક માત્ર લિંગથી જ છોકરી કે છોકરો હોય છે, પરંતુ વાસ્તવમાં એમને છોકરી કે છોકરામાં ઢાળે છે, તેઓ પ્રત્યે લગ આધારિત કરાતો વ્યવહાર. હેં? હા, અને તેથી જ છોકરી સાથે તે છોકરી છે તેવો વ્યવહાર નહીં જ કરવાનો અને છોકરા સાથે તે છોકરો છે તેવો વ્યવહાર પણ નહીં જ કરવાનો. અને તો જ ખબર પડી શકે કે જન્મથી છોકરો છે તે વર્તનથી છોકરો ન પણ હોઈ શકે અને એજ રીતે જન્મથી છોકરી છે તે વર્તનથી છોકરી ન પણ હોઈ શકે. અને પછી જો કોઈક છોકરી સર્વસામાન્ય છોકરી જેવું વર્તન કરવાના બદલે સર્વસામાન્ય છોકરા જેવું સ્હેજ વર્તન કરે તો તે ભલે જન્મથી છોકરી છે, પરંતુ તેમાં વર્તનથી છોકરો હોવાની પ્રબળતા ઉભી થયેલી માનવામાં આવે છે.
હવે શરૂઆતમાં અધૂરી રહેલી વાત શરુ કરીએ
 
શાળાવાળાઓને ધ્યાને આવે કે, એક છોકરીનો શારીરિક બાંધો મજબૂત છે - ખડતલ છે અને તે ઉંચા અવાજે સૌને ડરાવી શકે છે તો તેના જીવનને જન્મગત છોકરીપણાથી મુક્ત કરીને તેને છોકરો બનાવવામાં આવે તે જ તેના હિતમાં અનિવાર્ય બની ગયું હોય તેમ માનવામાં આવે છે. અને તો જ તેની સાથે ન્યાય થયો ગણાય છે. માટે શાળાવાળાઓની પણ ફરજ બને છે કે, આવી છોકરીને (શાળાના મતે આવા છોકરાને) ન્યાય અપાવે - તેનું હિત સાચવે. પોતાની આ ફરજને અદા કરવાના ભાગરૂપે, છોકરા તરીકે જીવવા સર્જાયેલ આ સ્ટુડન્ટ, તે લૈંગિક રીતે છોકરી હોઈ તેના ઉદ્ધાર માટે તેનું લગ-પરિવર્તન કરાવવું જરૂરી છે. (અહીં `સ્ટુડન્ટ' શબ્દ પ્રયોજેલ છે કારણ કે તે જેન્ડર-બાયસ નથી !) અને તેથી તે `સ્ટુડન્ટ'ના લગ-પરિવર્તન કરવાની અનિવાર્યતા જોતાં, જરૂરી સર્જરી માટેનું ઓપરેશન નક્કી કરવામાં આવે છે. પરંતુ આ ઓપરેશન `સ્ટુડન્ટ'નાં માતા-પિતાની જાણ બહાર એટલા માટે કરવામાં આવે કે, શાળાને પોતાના `સ્ટુડન્ટ'નું જે હિત જાળવવાનું છે તેની ખબર જો માતા-પિતાને ખબર પડી જાય તો `સ્ટુડન્ટ'નું હિત જોખમાઈ શકે તેવી સંભાવના રહેલી છે. કમાલ છે ને? અને અંતે આવાં લગ-પરિવર્તન માટેનું ઓપરેશન કરીને એ હવે છોકરો છે તેવું જાહેર કરીને, તેના માતા-પિતાને તેની સાથે હવેથી છોકરા જેવો વ્યવહાર કરવાની કડક સૂચના આપીને, એક સ્ત્રીને સાચો ન્યાય અપાવ્યાનો હાશકારો અનુભવાય છે. બોલો, આ `વોક (Woke)' અંગે હવે કંઈ કહેવા જેવું બચે છે ???
 
આ `વોકનેશ' અંગે Konstantin Kisinનું યુવાઓને સંબોધન..
 
`..and the only thing that
wokeness has to offer in exchange
is to brainwash bright young minds likes you
to believe that you are victims
to believe that you have no agency
to believe that what you must do to improve
the world
is to complain
is to protest
is to throw soup on paintings..
..we know that the way to improve the world
is to work
is to create
it is to build
and the problem with woke culture
is that it has trained too many young minds
like yours
to forget about that.'
- Konstantin Kisin
-Avid speaker
(Speech at the Oxford union society)
 
 
(ક્રમશ:) 
 
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.