કોરોના કાળને યાદ અપાવતું રૂવાડાં ઉભા કરી દે તેવું ભીડ ફિલ્મનું ટ્રેલર ટ્રેન્ડ થઈ રહ્યું છે

ટૂંકમાં ભીડનું આ ટ્રેલર કોરોના કાળની એ ભયાનકતા યાદ અપાવે છે. લો તમે પણ જોઇ લો...બાકી ફિલ્મ ૨૩ માર્ચે રીલીજ થવાનું છે

    ૧૧-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Bheed Official Trailer
 
 
Bheed | Official Trailer | Rajkummar Rao, Bhumi Pednekar, Anubhav Sinha | 24 March 2023 
 
અનુભવ સિન્હાની ભીડનું ટ્રેલર આવી ગયું છે. એક દિવસમાં જ ૫૦ લાખ લોકોએ આ ટ્રેલર જોયું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર લીડ રોલમાં છે. ભીડ ફિલ્મની વાર્તા કોરોના મહામારી દરમિયાન થયેલ લોકડાઉન પર આધારિત છે.
 
લોકડાઉન દરમિયાન દેશમાં જે ઘટનાઓ બની તેની આબેહૂબ ફ્રેમ ફિલ્મના આ ટ્રેલરમાં જોવા મળે છે. મીડિયામાં આ સમય દરમિયાન લોકોની દયનીય સ્થિતિના જે ફોટા કે ઘટના વાઈરલ થઈ તે આ ફિલ્મમાં દર્શાવાઈ છે. ફિલ્મમાં પંકજ કપૂર, આશુતોષ રાણા, દીયા મિર્જા જેવા કલાકારો પણ જોવા મળે છે. લોકડાઉન દરમિયાન ઘટેલ સત્ય ઘટના પર આધારિત કેટલાક સીન આ ટ્રેલરમાં જોવા મળે છે જે જોઇ રૂવાડાં ઉભા થઈ જાય છે.
 
 
ટૂંકમાં ભીડનું આ ટ્રેલર કોરોના કાળની એ ભયાનકતા યાદ અપાવે છે. લો તમે પણ જોઇ લો...બાકી ફિલ્મ ૨૩ માર્ચે રીલીજ થવાનું છે