આગામી એક વર્ષમાં એક લાખ સ્થાનો સુધી પહોંચવાનું સંઘનું લક્ષ્ય છે.- સહ સરકાર્યવાહ ડો. મનમોહન વૈદ્ય

પ્રતિનિધિ સભાની શરૂઆત બાદ પત્રકાર પરિષદમાં સહ સરકાર્યવાહ ડો. મનમોહન વૈદ્યએ જણાવ્યું હતું કે ૨૦૨૫માં સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. વર્તમાનમાં સંઘ ૭૧,૩૫૫ સ્થાનો પર પ્રત્યક્ષ રીતે કાર્ય કરી સમાજ પરિવર્તનના મહત્વપૂર્ણ કાર્યમાં પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે.

    ૧૩-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Akhil Bharatiya Pratinidhi Sabha
 
 
પાનીપતના પટ્ટીકલ્યાણા ખાતે આવેલ સેવા સાધના એવં ગ્રામ વિકાસ કેન્દ્રમાં ગયા રવિવારે ૧૨ માર્ચના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રીદિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો શુભારંભ થયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત અને મા. સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજીએ ભારતમાતાની છબી પર પુષ્પ અર્પિત કરીને આ સભાનો શુભારંભ કરાવ્યો હતો. આ અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં દેશભરના ૨૪ સંગઠનોના ૧૪૭૪ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. આ સભા ૧૪ માર્ચ સુધી ચાલશે.
 

Akhil Bharatiya Pratinidhi Sabha  
 
પ્રતિનિધિ સભાની શરૂઆત બાદ પત્રકાર પરિષદમાં સહ સરકાર્યવાહ ડો. મનમોહન વૈદ્યએ જણાવ્યું હતું કે ૨૦૨૫માં સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. વર્તમાનમાં સંઘ ૭૧,૩૫૫ સ્થાનો પર પ્રત્યક્ષ રીતે કાર્ય કરી સમાજ પરિવર્તનના મહત્વપૂર્ણ કાર્યમાં પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે. આગામી એક વર્ષમાં એક લાખ સ્થાનો સુધી પહોંચવાનું સંઘનું લક્ષ્ય છે. વર્ષ ૨૦૨૦માં આવેલી કોરોનાની મહામારી પછી પણ સંઘનું કાર્ય વધ્યુ છે. વર્ષ ૨૦૨૦માં ૩૮,૯૧૩ સ્થાનો પર ૬૨,૯૯૧ શાખાઓ, ૨૦,૩૦૩ સ્થાનો પર સાપ્તાહિક મિલન તથા ૮,૭૩૨ સ્થાનો પર માસિક મંડળી કાર્યરત છે. વર્ષ ૨૦૨૩માં આ સંખ્યામાં વધારો થયો છે. વર્ષ ૨૦૨૩માં ૪૨,૬૧૩ સ્થાનો પર ૬૮,૬૫૧ શાખાઓ, ૨૬,૮૭૭ સાપ્તાહિક મિલન તથા ૧૦,૪૧૨ સ્થાનો પર માસિક મંડળી કાર્યરત છે. સંઘદ્રષ્ટિ મુજબ દેશભરમાં ૯૧૧ જિલ્લાઓ છે જેમાંથી ૯૦૧ જિલ્લાઓમાં સંઘકાર્ય પ્રત્યક્ષ રીતે થઈ રહ્યું છે. ૬૬૬૩ ખંડોમાંથી ૮૮ ટકા ખંડોમાં ૫૯,૩૨૬ મંડળોમાંથી ૨૬,૪૯૮ મંડળોમાં સંઘની પ્રત્યક્ષ શાખાઓ લાગે છે. શતાબ્દી વર્ષમાં સંઘકાર્યને વધારવા પ્રચારકો તથા વિસ્તારકો ઉપરાંત ૧૩૦૦ કાર્યકર્તાઓ બે વર્ષ માટે શતાબ્દી વિસ્તારક તરીકે કાર્યરત છે.
 

Akhil Bharatiya Pratinidhi Sabha  
 
સહ સરકાર્યવાહજી આગળ જણાવ્યું કે ભારતનો સંપૂર્ણ સમાજ એક છે, બધા એક સમાન છે, બધાં જ મારા પોતાના છે, મારે સમાજને કંઇક આપવું છે…આવા વિચારોની અનુભૂતિ તથા સંસ્કાર સંઘની શાખામાંથી આવે છે. સંઘના સ્વયંસેવક પોતાના દૈનિક કાર્યોમાંથી સમય કાઢીને, પોતાના ખર્ચે સમાજ પરિવર્તનના કાર્યમાં યોગદાન આપી સંઘ કાર્યનો વિસ્તાર કરે છે. સંઘની શાખામાં વ્યક્તિ નિર્માણનું કામ થાય છે, જે લોકો આગળ વધીને સમાજમાં રાષ્ટ્રીય વિચારોનું જાગરણ તથા સમાજને સાથે લઈને સમાજ પરિવર્તનમાં પોતાની ભૂમિકા નિભાવે છે. આજે સંઘ પ્રત્યે લોકોની રુચિ વધી રહી છે. લોકો સંઘને શોધી ડિઝિટલ માધ્યમથી સંઘ સાથે જોડાવવાની અરજી (નિવેદન) કરી રહ્યા છે.
 
વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૨ સુધી જોઇન્ટ આરએસએસના (Joint RSS) માધ્યમથી સંઘ પાસે ૭,૨૫,૦૦૦ નિવેદન આવ્યા છે. આમાંથી મોટાભાગના લોકોની ઉમર ૨૦ થી ૩૫ વર્ષની છે, કે જેઓ સમાજ સેવા માટે સંઘ સાથે જોડાવા માગે છે. દૈનિક શાખાઓમાં પણ યુવાનોની રુચિ વધી રહી છે. સંઘની ૬૦ ટકા જેટલી શાખાઓ વિદ્યાર્થી શાખાઓ છે. છેલ્લા એક વર્ષમાં ૧,૨૧,૧૩૭ યુવાઓએ સંઘનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે.
 
આગામી વર્ષની યોજના મુજબ સંઘ શિક્ષણના ૧૦૯ શિક્ષણ વર્ગ યોજાશે જેમાં ૨૦ હજાર સ્વયંસેવકો શિક્ષણ પ્રાપ્ત કરશે તેવું અનુમાન છે. તેમણે સંઘ શિક્ષણ સંદર્ભે આગળ જણાવ્યું કે સંઘના પ્રથમ વર્ષમાં ૧૫ થી ૪૦ વર્ષની ઉમરના સ્વયંસેવક, દ્વિતીય વર્ષમાં ૧૭ થી ૪૦ વર્ષના સ્વયંસેવકો તથા તૃતીય વર્ષમાં ૨૫ થી ૪૦ વર્ષના સ્વયંસેવકો પ્રશિક્ષણ મેળવે છે. ૪૦ કરતા વધારે ઉમરના સ્વયંસેવકો માટે વિષેશ પ્રશિક્ષણ વર્ગનું આયોજન થાય છે…