બોધકથા । આટલું સમજી લો તમે ક્યારેય હાર નહીં માનો...!!

બોધ એ છે કે એક દિવસમાં બગડી જનારા દૂધમાં ક્યારેય ન બગડનારું ધી છુપાયેલું છે... આજ રીતે ...

    ૦૨-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Bodh Katha 
 
 
બોધકથા । આટલું સમજી લો તમે ક્યારેય હાર નહીં માનો...!!
 
દૂધ ઉપયોગી છે પણ માત્ર એક જ દિવસ માટે પછી તે ફાટી જાય છે...!!
 
દૂધમાં એક ટીપું છાછનું નાખી દો તે દહી બની જાય છે અને બે દિવસ માટે બગડતું નથી...!!
 
દહીંને વલોવો એટલે તે માખણ બની જાય છે અને તે ત્રણ દિવસ માટે બગડતું નથી...!!
 
માખણને ઉકાળો એટલે તેમાંથી ધી બની જાય અને ઘી કદી બગડતું નથી...!!
 
બોધ એ છે કે એક દિવસમાં બગડી જનારા દૂધમાં ક્યારેય ન બગડનારું ધી છુપાયેલું છે... 
 
બોધ…
 
આજ રીતે આપણું મન અપાર શક્તિઓથી ભરેલું છે. તેમા સકારાત્મક વિચારોનું મેળવણ નાખો, પછી તેને વલોવો એટલે કે ચિંતન કરો, જીવનને તપાવો પછી જુવો....તમે ક્યારેય હાર ન માનનારા કર્મશીલ વ્યક્તિ બની જશો...