ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ સમજવો હોય તો આ લેખમાળા અચૂક વાંચવા જેવી છે…

આ શ્રેણી માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે.

    ૨૧-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Rashtriya Swayamsevak Sangh
 
 
રાષ્ટ્ર જાગરણના કાર્યમાં સદૈવ અગ્રેસર અને સક્રિય એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યને દેશભરમાં અનેક ઘણી ખૂબ જીજ્ઞાસા અને શ્રદ્ધાથી નિહાળવામાં આવે છે.
 
આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે.
 
આ ત્રિદિવસીય વ્યાખ્યાન અને જીજ્ઞાસા સમાધાન દ્વારા ડૉ. મોહનરાવ ભાગવતે સંઘનું કાર્ય, કાર્યપદ્ધતિ, સંઘકાર્યનું લક્ષ્ય, કાર્યની ભૂમિક, સમસામાયિક દૃષ્ટિ અને સમાજજીવનના અનેક પડકારો પ્રશ્નો પરત્વે ચિંતન-મનનની બાબતોને અનેક દૃષ્ટાંતો, સંદર્ભો અને સ્પષ્ટતાથી રજૂ કરી, રા. સ્વ. સંઘનો અનેક વિષયો પરનો દૃષ્ટિકોણ રજૂ કરીને સમાજજીવનના અગ્રણીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ત્રિદિવસીય વ્યાખ્યાન અને પ્રશ્નોતરી થકી પ્રબુદ્ધજનોને રાષ્ટ્ર સામેના પડકારોનો સામનો કરવાની યોગ્ય દિશા સાંપડે છે.
 
આ ઉદ્બોધન સાંપ્રત સમયમાં તેમજ ભવિષ્યમાં પણ એટલું જ તર્કશુદ્ધ, બોધગમ્ય અને પ્રેરણારૂપ બની રહે તેમ હોય સાહિત્ય સાધના ટ્રસ્ટ એને પુસ્તિકા રૂપે પ્રકાશિત પણ કર્યું છે. અહીં આ પુસ્તિકામાંથી સંકલન કરી લેખશ્રેણી રજૂ કરવામાં આવશે...
 
( ક્રમશઃ )