ચામુંડા માતાનું ધામ : ચોટીલા । માતાજીની કથા, મંદિરનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી માન્યતા…

ગુજરાતના ચોટીલામાં ચામુંડા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીં માતા પર્વતની ટોચ પર બિરાજમાન છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ આ સ્થળની મુલાકાતે આવે છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકમાં આ મંદિર આવેલું છે.આ મંદિર અમદાવાદ રાજકોટ હાઈવે નં -8 પર આવેલું છે. સમુદ્રની સપાટીથી 1173 ફૂટની ઉંચાઈ પર પર્વતની ટોચ પર માતા બિરાજમાન છે. પર્વતની ટોચ પર પહોંચ્યા પછી ઉપરથી તળેટીનો નજારો એકદમ રમણીય લાગે છે. તળેટીથી મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓએ અંદાજે 600 થી 650 પગથિયા ચઢવા પડે છે.

    ૨૪-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

chamunda maa vise mahiti
 
 
અમદાવાદથી રાજકોટ જતાં રસ્તામાં રાષ્ટ્રીય રાજમાર્ગની બાજુમાં ચોટીલા નામનું ગામ આવે છે. તેની આજુબાજુ અનેક નાની મોટી ટેકરીઓ છે. તેમાંની એક ઊંચી ટેકરી પર મા ચામુંડાનું એક સુંદર, ભવ્ય, વિશાળ અને જોતાં જ મનને હરી લે તેવું મંદિર છે. ટેકરી પર ચડવા માટે સરસ મજાનાં પગથિયાં છે, ૬૦૦ જેટલાં પગથિયાં પર થોડાક થાક સાથે ચડ્યા પછી ચામુંડા માનાજીના સ્થાનકનાં દર્શન કરીને દૂર દૂર દેશાવરથી આવતા હજારો ભાવિકો પોતાની માને છે. જાતને કૃતાર્થ માને છે.
 
ચામુંડા માતાનું આ સ્થાન વર્ષો પુરાણું છે. તેઓ ક્યારે થય એનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી, પરંતુ એમ કહેવાય છે કે જે અરસામાં પાંડવો થયા એ અરસામાં મા ચામુંડા માતા અહીં પ્રગટ થયાં હોવાની લોકમાન્યતા છે. આ તો એક માત્ર દંતકથા છે. સત્ય શું છે એ કોઈ પણ જાણતું નથી, પરંતુ મા ના અપરંપાર મહિમાથી હજારો લોકો દર્શને આવે છે. કેટલાક ભક્તો પૂનમ કે બેસતો મહિનો કે એવી કોઈ ચોક્કસ તિથિએ નિયમિત દર્શને આવતા હોય છે. અહી રોકાવા માટે ગેસ્ટ હાઉસ, ધર્મશાળાની સગવડ છે. વહેલી સવારે ૫ વાગે અને સાંજે આરતી થયા પછી રાત્રે માતાજીના સ્થાનક પર કોઈ રાત્રિવાસો કરી શકતું નથી. પૂજારી સહિત બધા નીચે આવી જાય છે. ઋતુ પ્રમાણે થતા સૂર્યોદય, સૂર્યાસ્તના ફેરફારના સમય પ્રમાણે સવાર સાંજની આરતીનો સમય ફઓ રહે છે. માનતા માટેની ચુંદડી, પ્રસાદી અને પૂજાનો સામાન તળેટીમાં આવેલી દુકાનોમાંથી મળી રહે છે. ડુંગર ઉપર પ્રસાદી મળતી નથી. ધોરી માર્ગ પર જમવા માટે સારાં અને સસ્તાં ભોજનાલયો ઉપલબ્ધ છે. અમદાવાદથી રાજકોટ તરફ જતો તમામ વાહનવ્યવહાર ચોટીલાથી પસાર થાય છે. ખાનગી વાહનો પણ મળી રહે છે. અહીંથી રાજકોટ ૫૦ કિલોમીટર દૂર છે.
 

chamunda maa vise mahiti 
 
ચોટીલાનું આ પવિત્ર સ્થળ બાવન શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે. પુરાણમાં આપેલી વાર્તા પ્રમાણે પ્રજાપતિ દક્ષરાજે જગત કલ્યાણ માટે એક પક્ષનું આયોજન કર્યું. આ યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, દેવગણ અને ઋષિગણ સહિત બધાને ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું. માત્ર પોતાના જમાઈ અને દેવાધિદેવ એવા ભગવાન શિવને આમંત્રણમાંથી બાકાત રખાયા. કોઈ પણ પક્ષ ભગવાન શિવની હાજરી વગર નકામો અને નિરર્થક છે. વગર આમંત્રણે ભગવાન શિવજીની નામરજી છતાં પાર્વતીજી પિતા દક્ષરાજના યજ્ઞમાં ભાગ લેવા ગયા. પિયરમાં પાર્વતીજીનો કોઇએ ભાવ પૂછ્યો નહીં. સતી મનોમન સહન કરી ગયાં, પરંતુ જ્યારે યજ્ઞમાં શિવની સ્થાપના ન થયેલી જોઈ ચારે ખૂબ જ દુ:ખી થયાં. પતિનું અપમાન સહન થવાથી પાર્વતીજીએ યજ્ઞની જ્વાળામાં કૂદીને પોતાની જાત અગ્નિદેવને સમર્પિત કરી દીધી. ભગવાન શંકરે આ સમાચાર જાણ્યા ત્યારે તેમણે વીરભદ્ર અને બીજા અનેક શિવગણોને દક્ષના યજ્ઞનો નાશ કરવા અને દક્ષરાજને પકડીને મારી નાખવા માટે મોકલ્યા. ચારે બાજુ હાહાકાર મચી ગયો. સતીના વિષ્ણુમાં ભગવાન ક્રોધિત થયા. સતીના અર્ધ બળેલા મૃતદેહને હાથમાં લઈને તેમણે તાંડવનૃત્ય કર્યું. આ તાંડવનૃત્ય એટલું ભયંકર હતું કે વિશ્વમાં હાહાકાર મચી ગયો. ભગવાન શંકરનું તાંડવનૃત્ય રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના અર્ધ બળી ગયેલા મૃતદેહના નવ ટુકડા કર્યા. જ્યાં સતીના અંગનો જે ટુકડો પડ્યો ત્યાં એક શક્તિપીઠ બન્યું. ભારતમાં જે શક્તિપીઠો આવેલી છે, એમાંનું એક ચોટીલા પણ હોવાની માન્યતા છે.આ ઉપરાંત પણ અનેક માન્યતા છે...
 

chamunda maa vise mahiti 
 
મંદિરનો ઈતિહાસ
 
 
મંદિરનો ઈતિહાસ પણ રોચક છે. મા ચામુંડા માટે પણ એક લોકવાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે. લોકોનું માનવું છે કે હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા. આ રાક્ષસો અહીં રહેતા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા. તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિમુનિઓએ આધ્યશક્તિની આરાધના કરી. ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવેલ આરાધનાથી પ્રસન્ન થઈ આદ્યશક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે ઋષિમુનિઓએ તેમને ચંડ અને મુંડ નામના રાક્ષસો અંગે કહ્યું અને તેનાથી બચવાનું વરદાન માંગ્યુ. તેમની વાત સાંભળી માતા અહીં મહાશક્તિ રૂપે અવતર્યા અને બન્ને રાક્ષસોનો વિનાશ કર્યો. માતા એ જે સ્થળે ચંડ અને મુંડ નામના રાક્ષસોસોનો વધ કર્યો હતો. ત્યાં જ તેમની સ્થાપના કરવામાં આવી.
 
માતાની દ્વિમુખી છબી
 
જ્યારે ઋષિમુનિઓ દ્વારા આદ્યશક્તિની આરાધના કરવાનાં આવી ત્યારે આદ્યશક્તિએ બંન્ને રાક્ષસોનો વધ કરવા માટે બે સ્વરૂપ ધારણ કર્યા હતા. માતા એ બે રૂપ ધારણ કર્યા હોવાથી તેમની છબી દ્વિમુખી છે.
 
શા માટે કહેવાયા ચામુંડા ?
 
આદ્યશક્તિના 64 અવતારોમાંથી ચામુંડા એક છે. આદ્યશક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો હોવાથી તેમને ચામુંડા નામ આપવામા આવ્યું. તેમનું વાહન સિંહ છે.
 
સાંજ પડતા જ માતાનો દરબાર કરવામાં આવે છે ખાલી
 
ચોટીલામાં મંદિર પર્વતની ટોચ પર છે. કહેવાય છે કે મંદિર સવારે ખુલ્યા પછી સાંજે સાત વાગ્યે બંધ થઈ જાય છે. સાંજે સાત વાગ્યા પછી ઉપર જવાની કોઈ ને પણ મંજૂરી આપવામાં આવતી નથી. શ્રદ્ધાળુઓ પણ ચોટીલા પરથી સાંજે સાત પહેલા દર્શન કરી ઉતરી જાય છે. મંદિરના પૂજારી પણ સાંજની આરતી કરી તળેટીમાં આવી જાય છે.
 
સિંહ કરે છે મંદિરની રક્ષા
 
 કહેવાય છે કે ચોટીલા પર મા ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. રાત્રિના સમયે મંદિરની રખેવાળી કરવા માટે સિંહ રોજ આવે છે.
 
મહત્વના તહેવાર
 
મંદિરમાં વર્ષની ત્રણ નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. મહા, ચૈત્ર અને આસો માસની નવરાત્રિ સમયે મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. નવરાત્રિ દરમ્યાન મંદિરમાં વધુ પ્રમાણમાં લોકો આવે છે. આસો માસની નવરાત્રિના આઠમા નોરતે ડુંગર પર નવ ચંડી હવન પણ કરવામાં આવે છે.
 
ભોજનાલય અને રહેવાની વ્યવસ્થા
 
ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રીઓના ઘસારાને જોતા ભોજનાલયની વ્યવસ્થા પણ છે. દૂરથી આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવેલા બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.
 
સિક્કા ચોંટાડવા
 
મંદિરના પાછળના ભાગમાં એક દિવાલ પર શ્રદ્ધાળુઓ દ્વારા સિક્કા ચોંટાડવામાં આવે છે. લોકોનું માનવું છે કે જો દિવાલ પર એક જ વારમાં સિક્કો ચોંટી જાય છે તો મનોકામના પૂર્ણ થાય છે.
 
ચામુંડા માતાનો મઢ
 
ચોટીલાની તળેટીમાં મા ચામુંડા માનો મઢ પણ આવેલો છે. જે શ્રદ્ધાળુઓ ઉપર સુધી જઈ નથી શકતા તેઓ અહીં તળેટીમાં બિરાજમાન માતાના મઢમાં મા ચામુંડાના દર્શનનો લાહ્વો લે છે.
 
કઈ રીતે જવું
 
આ યાત્રા ધામ સુધી પહોંચવા માટે હવાઈ, સડક અને ટ્રેન એમ ત્રણેય માર્ગે સુવિધા સારી એવી છે.
 
હવાઈ માર્ગ – હવાઈ માર્ગે જવા માટે અહીંથી સૌથી નજીકનું હવાઈ મથક રાજકોટ છે. તે યાત્રા ધામથી 48.5 કિમીના અંતરે આવેલું છે.
 
સડક માર્ગઃ સડક માર્ગે ચોટીલા માટે ગુજરાત સરકારની પરિવહન સેવા સારી એવી છે. માહિતી માટે કે મંદિર હાઈવે પર જ આવતુ હોવાથી ત્યાંથી પસાર થતી બધી જ બસોનું તે સ્ટેન્ડ છે.તે ઉપરાંત લોકો પ્રાઈવેટ અને પોતાનું વાહન લઈને પણ આવે છે. રસ્તા સારા હોવાથી કોઈ તકલીફ પડતી નથી.
 
રેલ માર્ગઃ રેલ માર્ગ દ્વારા તમે અહીં આવવા માંગતા હોવ તો થાણ તેની નજીકનું રેલ્વે સ્ટેશન છે જે તેનાથી 17.18 કિમીના અંતરે આવેલું છે. તે ઉપરાંત અન્ય એક રેલ્વે સ્ટેશન રાજકોટ છે જે તેનાથી 42.17 કિમીના અંતરે આવેલું છે.