યુવા સન્યાસિઓને દેશ સેવા માટે સમર્પિત કરવા એ રામરાજ્યની સ્થાપના, આધ્યાત્મિક ભારતના સપનાને સાકાર કરવા જેવું છે. - ડૉ. મોહનજી ભાગવત

જે સનાતન છે તેને કોઇ પ્રમાણપત્રની જરૂર નથી. કાળની કસોટી પર સનાતન ધર્મ જ સિદ્ધ થયો છે. બાકી બધું બદલાયું છે પણ સનાતન ધર્મ પહેલાથી છે, આજે પણ છે અને કાલે પણ રહેશે. સનાતનને આપણે આપણા આચરણથી લોકોને સમજાવવાનો છે. - મા. ડો. મોહનજી ભાગવત

    ૩૧-માર્ચ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

sanyas diksha mahotsav
 
સ્વામી રામદેવે પોતાના ૨૯માં સન્યાસી દિવસ પર અષ્ટાધ્યાયી, મહાભાષ્ય વ્યાકરણ, વેદ, વેદાંગ, ઉપનિષદમાં દીક્ષિત શતાધિક વિદ્વાન તથા વિદુષી સન્યાસિઓએને દીક્ષા આપી. આમાં ૬૦ વિદ્વાન બ્રહ્મચારી ભાઈઓ તથા ૪૦ બહેનો સામેલ હતી. આ ઉપરાંત ૫૦૦ નૈષ્ટિક બ્રહ્મચારીઓને પણ દીક્ષા આપવામાં આવી હતી.
 
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે સૌથી મોટો ત્યાગ તો આ નવ-સન્યાસિઓના માતા-પિતાનો છે, જેમણે પોતાના બાળકોને મોટા કરી દેશ, ધર્મ, સંસ્કૃતિ અને માનવતા માટે સમર્પિત કર્યા છે. તેમણે આગળ જણાવ્યું કે જે સનાતન છે તેને કોઇ પ્રમાણપત્રની જરૂર નથી. કાળની કસોટી પર સનાતન ધર્મ જ સિદ્ધ થયો છે. બાકી બધું બદલાયું છે પણ સનાતન ધર્મ પહેલાથી છે, આજે પણ છે અને કાલે પણ રહેશે. સનાતનને આપણે આપણા આચરણથી લોકોને સમજાવવાનો છે.
 

sanyas diksha mahotsav  
તેમણે આગળ જણાવ્યું કે આજથી લગભગ ૧૦ વર્ષ પહેલા વાતાવરણ આવું ન હતું. મનમાં ચિંતા રહેતી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. અહીં આ યુવા સંન્યાસિઓને જોઇને ચિંતાને વિરામ મળ્યો છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં સંન્યાસિઓને દેશ સેવા માટે સમર્પિત કરવા એ રામરાજ્યની સ્થાપના, ઋષિ પરંપરા તથા ભાવી આધ્યાત્મિક ભારતના સપનાને સાકાર કરવા જેવું છે.
 

sanyas diksha mahotsav  
 
કાર્યક્રમમાં સ્વામી રામદેવે જણાવ્યું કે સન્યાસ મર્યાદા, વેદ, ગુરૂ તથા શાસ્ત્રની મર્યાદા રહીને નવા સન્યાસીઓ એક ખૂબ મોટા સંકલ્પ માટે પ્રતિબદ્ધ થઈ રહ્યા છે. બ્રહ્મચર્યમાંથી પ્રત્યક્ષ રીતે સન્યાસમાં પ્રવેશ કરવો એ સૌથી વિરતાનું કામ છે. આ સન્યાસીઓના રૂપે આપણને આપણા ઋષિઓના ઉત્તરાધિકારીઓને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત કરી રહ્યા છીએ. સન્યાસી હોવું એ જીવનનું સૌથી મોટું ગૌરવ છે. આજથી ૧૦૦ સન્યાસી ઋષિ પરંપરાનું નિર્વાહન કરી માતૃભૂમિ, ઇશ્વરીય સત્તા, ઋષિસત્તા તથા આધ્યાત્મ સત્તામાં જીવન વ્યતીત કરશે. છેલ્લા ૯ દિવસથી સતત ચાલી રહેલું તપ અને પુરૂષાર્થપૂર્ણ અનુષ્ઠાન આજે પૂર્ણ થયું છે. તેમણે આગળ કહ્યું કે આજે અમે નવા સન્યાસીઓની નારાયણી સેના તૈયાર કરી છે જે સંપૂર્ણ વિશ્વમાં સન્યાસ ઘર્મ, સનાતન ધર્મ તથા યુગ ધર્મની ધ્વજવાહક હશે…
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...