ગુજરાતનું ગૌરવ: પાટણની રાણીકી વાવ | આવો જાણીએ ૯૦૦ વર્ષ જૂની આ વાવનો ઇતિહાસ, સ્થાપત્ય અને કથા | Rani ki vav

Rani ki vav | તમને ખબર છે એક રાણી પોતાના પતિની યાદમાં એક વાવ બનાવી છે અને તે વાવ એટલે ગુજરાતના પાટણમાં આવેલી રાણકી વાવ. આજે યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરી છે. ગુજરાત અને ભારતના ગૌરવ સમાન આ વાવ વિશે જાણવા જેવું છે.

    ૦૮-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Rani ki vav
 
# ગુજરાતમાં આવેલી છે પતિની યાદ બનાવામાં આવેલ વાવ
# પાટણની રાણકી વાવ છે ઈતિહાસ અને કલાત્મકતાનો અદ્ભૂત નમૂનો
# 100 રુપિયાની નોટ પર  રાણ કી વાવને મળ્યું છે સ્થાન
 
 
Rani ki vav | ગુજરાતના ઘણા મુખ્ય પ્રવાસન સ્થળોમાંથી એક એવી રાણકી વાવ પોતાની ઐતિહાસિકતાને લીધે લોકોને વધુ આકર્ષિત કરે છે. આ સુંદર સંરચનાનું નિર્માણ 11મી સદીમાં એક રાજાની યાદમાં કરવામાં આવ્યું હતુ. સરસ્વતી નદીના કિનારે બનેલ 7 તળવાળી આ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. ઐતિહાસિક વાવનું નક્કશીકામ અને કલાકૃતિ ખૂબ જ સુંદર છે. આ વાવનો ઈતિહાસ 900 વર્ષ કરતા પણ વધારે જૂનો છે તેમજ આ વાવની મુલાકાતે દેશ અને વિદેશના અનેક સહેલાણીઓ આવે છે. આ વાવને વર્ષ 2014માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવી છે. આવો આ રાણકી વાવ કે રાણીની વાવ વિશે થોડું વધારે જાણીએ...
  
કોણે બંધાવી
 
આ વાવ પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે. રાણકી વાવ કે રાણીની વાવની વાત કરીએ તો તેનું નિર્માણ 1063માં કરવામાં આવ્યું હતુ. આ વાવ તે સમયની રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ પહેલાની યાદમાં બનાવી હોવાનું માનવામાં આવે છે. આ વાવ સરસ્વતી નદીની નજીક હતી.
 

Rani ki vav 
 
પુરાતત્વ વિભાગની કામગીરી
 
આ વાવ અંગે લોકોનું માનવું છે કે કોઈ વાર સરસ્વતી નદીમાં આવેલ પૂરનું પાણી વાવમાં ઘૂસી જતા કાપથી વાવ પૂરાઈ ગઈ હશે. ત્યાર બાદ પુરાત્વ વિભાગ દ્વારા 1968માં વાવમાં ભરાયેલ માટીને બહાર કાઢવના ઉતખન્ન કાર્યવાહી કરતા ઘણા વર્ષોની મહેનત બાદ 1980માં વાવ તેના મૂળ સ્વરૂપમાં મળી આવી હતી.
 
વાવનું સ્થાપત્ય અને કલા કોતરણી
 
રાણકી વાવના બાંધકામની વાત કરીએ તો તે 64 મીટર લાંબી, ૨૦ મીટર પહોંળી અને 27 મીટર ઊંડી છે. વાવનું મુખ પૂર્વ બાજુ ખૂલે છે. આ વાવ સાત માળની જયા પ્રકારની વાવ છે. તેમાં સાત ઝરુખાઓ છે. સાતમાળની આ વાવમાં ૩૪૦ થાંભલાઓ છે. એવું કહેવાય છે કે લગભગ ૪૦ વર્ષ સુધી આ વાવનું બાંધકામ ચાલ્યું હતું. વાવની કલાકૃતિનું નિરીક્ષણ કરતા જાણવા મળે છે કે વાવમાં 800થી પણ વધુ સુશોભિત શિલ્પો છે. આ બધા જ શિલ્પોને જોતા ખ્યાલ આવે છે કે આ શિલ્પોની મુખ્ય વિષયવસ્તુ ભગવાન વિષ્ણુના દશાવતારો છે. જેમાં વાવની દિવાલો અને સ્તંભો પર મોટાભાગનું નકશીકામ રામ, વામન, મહિસાષુર મર્દિની , કલ્કી જેવા ભગવાન વિષ્ણુના અવતારોને જોઈ શકાય છે. તે ઉપરાંત વાવમાં દેવીદેવતાઓની સાથે સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી અને શણગાર કરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની મૂર્તિઓ કલાત્મક રીતે કોતરવામાં આવી છે.
 

Rani ki vav 
 
વાવમાં રહેલ સુરંગ
 
રાણકી વાવનું એક રહસ્ય છે. વાવના સૌથી નીચેના ચરણની સૌથી છેલ્લી સીડીની નીચે એક રસ્તો છે, જેની અંદર ખૂબ લાંબી ૩૦ કિલોમીટરની સુરંગ છે. એવું કહેવાય છે કે આ સુરંગ સિદ્ધપુરમાં નીકળે છે. હાલ આ સુરંગનો પ્રવેશ દ્વાર કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલ છે. આ સુરંગ અંગે લોકોનું માનવું છે કે તેનો ઉપયોગ યુદ્ધમાં અથવા અન્ય કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં રાજા અને રાજપરિવારને કરતો હશે.
 
 
રાણીની વાવનું જળ વ્યવસ્થાપન ભૂજળ સંસાધનોના ઉપયોગનું ખૂબ જ મહત્વનું ઉદાહરણ માનાવામાં આ છે. આ વાવ 11મી સદીના ભારતના ભૂમિગત વાસ્તુ સંરચાનનું એક અનોખા પ્રકારનું વિકસિત તેમજ વ્યાપક ઉદાહરણ છે.
 

Rani ki vav 
 
વાવની વાસ્તુકલા
 
સોલંકીવંશની આ વાવનું નિર્માણ મારુ ગર્જુર શૈલીમાં કરવામાં આવ્યું છે.વાવને જોતા તમને ખ્યાલ આવશે કે તે ઉંધા મંદિર આકારની છે અને તે જ સત્ય છે. વાવને ઉંધા મંદિરની જેમ તૈયાર કરવામાં આવી છે. જેમાં સાત તળ સુધી સીડીઓ છે જે પૌરાણિક અને ધાર્મિક કલ્પનાઓની સાથે ખૂબ સુંદર રીતે નિર્માણ કરવામાં આવી છે. વાવ અંદાજે 30 મીટર ઊંડી છે. અહીં કરવામાં આવેલ કોતરણીકામમાં પ્રાચીન અને ધાર્મિક ચિત્રોનો ઉલ્લેખ જોઈ શકાય છે.
 
પાણી અને છોડમાં ઔષધીય ગુણ
 
એવુ માનવામાં આવે છે કે અંદાજે 50 વર્ષ પહેલા વાવમાં ઔષધીય છોડ અને સંગ્રહાયેલા પાણીનો ઉપયોગ તાવ અને અન્ય બિમારીઓથી સાજા થવા માટ કરવામાં આવતો હતો.
 
આ ઉપરાંત વર્ષ 2016માં રાજધાની દિલ્હીમાં આયોજીત ઈન્ડિયન સેનીટેશન કોન્ફ્રેરન્સમાં આ વાવને ક્લીનેસ્ટ આઈકોનિક પ્લેસના પુરસ્કારથી નવાજવામાં આવી હતી.
 
આજે ભારતીય 100 રૂપિયાની ચલણી નોટ રાણ કી વાવને સ્થાન મળ્યું છે. આ વાવ સ્થાપત્ય કલાનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેની મુલાકાત લેવા ન ફક્ત દેશના પરંતુ વિદેશના લોકો પણ આવે છે. તેની કલાત્મકતા જોઈ અહીં આવતા પ્રવાસીઓ આચંભિત થઈ જાય છે. તે સાથે જ આપણી સંસ્કૃતિ સાથે જોડાય છે. તો જ્યારે પણ પાટણ જાવ તો અહીં આવેલ રાણ કી વાવની મુલાકાત લેવાનું ન ભૂલતા. અહીં કઈ રીતે જવું તેની પણ માહિતી આપેલી છે.
 
કઈ રીતે જવું
 
સડક માર્ગઃ અમદાવાદથી પાટણ માટે ગુજરાત રાજય પરિવહનની અનેક બસો મળી રહે છે. તે ઉપરાંત મહેસાણાથી પણ તે માટે બસ મળી રહે છે. તેમજ ખાનગીવાહન કરીને પણ જઈ શકાય છે.
રેલ માર્ગઃ જો તમે ટ્રેન દ્વારા પાટણ જવા માંગતા હોવ તો તે માટેનું નજીકનું રેલ્વે સ્ટેશન મહેસાણા છે. ત્યાંથી તેન માટે બસ કરી તમે વાવ જોવા જઈ શકો છો.
હવાઈ માર્ગઃ હવાઈ માર્ગે જવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. ત્યાંથી વાહન દ્વારા જઈ શકાય છે.
 
 
 - મોનાલી ગજ્જર