ગુજરાતમાં એક જ દિવસમાં હીટ સ્ટ્રોકના ૨૫૦ જેટલા કેસ આવ્યા છે. વધતી ગરમીને કારણે ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે, આવો જાણીએ હીટવેવથી બચવા શું કરવું જોઇએ. 
હીટવેવથી બચવા આટલી સાવચેતી રાખવાની જરૂર છે...!!
# ઘૂંટડે - ઘૂંટડે ખૂબ પાણી પીવો, પાણી ફ્રીજનું નહી પણ માટલાનું પીવો
 
# તરસ ન લાગી હોય તો પણ થોડા થોડા સમયે એક-એક ઘૂંટડો પાણી પીતા રહો
 
# બપોરે ભારે ખોરાક ખાવાનું ટાળો, તળેલા અને તીખા ખોરાકથી દૂર રહો
 
# લીંબુ પાણી, દહી, લસ્સી, ફળોના જ્યુસ પીવાનું રાખો
 
# પાણીયુક્ત ફળ જેવા કે તરબૂચ, કાકડી, ટેટી, નારંગીનું સેવન કરો
 
# કાચી કેરી અને ડૂંગળીનું કંચૂમ્બર ખાવાનું રાખો
 
# સુતરાઉ અને હળવા રંગના કપડા પહેરો, કાળા રંગના કપડા ન પહેરો
 
# શરીર આખું ઢકાય તેવા કપડા પહેરો, અડધી બાયના શર્ટ કે ટી-શર્ટ ન પહેરો
 
# બહાર નીકળો ત્યારે માથે ટોપી કે રૂમાલ રાખો, જોડે પાણીની બોટલ રાખો
 
# સનગ્લાસ પહેરો, સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરો
 
# શક્ય હોય તો બપોરે ૧ થી ૫ ઘરની બહાર જવાનું ટાળો
 
# બહારથી ઘરે જઈને તરત પાણી ન પીવો, થોડી વાર પછી પાણી પીવો
 
# બાળકો અને વડીલોનું ખાસ ધ્યાન રાખો
 
# ઓફિસમાં એસીમાં બેસતા હોવ તો તરત બહાર ન જાવ, થોડીવાર એસી બંધ કરીને ઓફિસમાં ખુલ્લામાં બેસો અને પછી બહાર જાવ
 
# ચક્કર આવે, ઉલટી થાય, ખૂબ તરસ લાગે, પેશાબ પીળો આવે તો તરત ડોક્ટરની સલાહ લો...