૪૦ની ઉંમર પછી આ ૧૦ મંત્રો અપનાવો, હંમેશાં આનંદમાં અને સ્વસ્થ રહેશો

તો આ દસ વાતો યાદ રાખો, હકારાત્મક રહો, નક્કી તમારા જીવનમાં હકારાત્મક બદલાવ આવશે….

    ૧૨-મે-૨૦૨૩
કુલ દૃશ્યો |

lifestyle
 
 
# આપણું શરીર કેવું હશે, કેટલું સ્વસ્થ હશે તે આપણી જીવનશૈલી નક્કી કરે છે.
 
# તમારો આહાર કેવો છે, તમે કેટલો શ્રમ કરો છો, નિયમિત કેટલી ઊંઘ લો છો તે બધું જ મહત્વનું છે.
 
# જો આપણે આપણી જીવનશૈલી પર થોડું ધ્યાન આપીએ અને થોડા નિયમો પાળીએ તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ.
 
 
આ સંદર્ભના અહીં ૧૦ મંત્રો આપવામાં આવ્યા છે. તેને અપનાવો અને સ્વસ્થ રહો…
નિયમ નંબર ૧
 
શરીર ૭૦ ટકા પાણીનું બનેલું છે. શરીરમાં પાણીની આ માત્રા ટકાવી રાખશો તો હંમેશાં સ્વસ્થ રહેશો. શરીરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ પાણી જ રાખી શકશે, માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૩ લિટર પાણી પીવો
 
નિયમ નંબર ૨
 
શારિરીક શ્રમ કરો, આ ખૂબ જરૂરી છે, આળસુ બનીને બેસી ન રહો. શારિરીક શ્રમના અનેક ફાયદા છે. ભગવાને આપણું શરીર આરામ માટે નહી પણ શ્રમ કરવા જ બનાવ્યું છે. જેટલા થકશો એટલા જ સ્વસ્થ રહેશો…
 
નિયમ નંબર ૩
 
આહારમાં ખૂબ ધ્યાન રાખો, પ્રોટિન અને કેલ્સિયમયુકત આહાર લો, તીખું, તળેલું, સુગરયુક્ત આહાર બંધ કરી દો અથવા ઓછો કરી દો. કુદરતે જે આહાર માનવ માટે બનાવ્યો છે તેને જ ખાવાનું રાખો. માનવે જે શોધ કરી જેમ કે ખાંડ, તેલ ન ખાવ…અથવા ખૂબ ઓછુ ખાવ..
 
નિયમ નંબર ૪
 
પગ ચાલવા માટે છે, તેનો ખૂબ ઉપયોગ કરો, ૪૦ પછી ખૂબ ચાલવાનું રાખો. ચાલવા – દોડવાનું બંધ કરીને આપણે આપણી શક્તિ ગુમાવી દીધી છે. ચાલવાનું રાખો… આ જ સૌથી શ્રેષ્ઠ કરસત છે.
 
નિયમ નંબર ૫
 
કંઇ પણ બોલતા પહેલા તેના વિશે વિચારવાનું રાખો. સ્વસ્થ રહેવા સારા સંબંધ રાખવા જરૂરી છે અને તે માટે જીભ કાબૂમાં રાખવી જરૂરી છે. બોલો ઓછું , કામ વધારે કરો…
 
નિયમ નંબર ૬
 
બહુ પૈસા પાછળ ન દોડો, જરૂર હોય એટલું જ કમાવાનું વિચારો...આજના યુગમાં તણાવમાં ન રહેવું હોય તો આ વાક્ય ધ્યાનમાં રાખો.
 
નિયમ નંબર ૭
 
હતાશ ન થાવ, બહુ અપેક્ષાઓ ન રાખો, તમે ધારેલું થાય પણ ખરું અને ન પણ થાય...આ વાતને સ્વીકારી લો, તમે બસ કર્મ કરો, સારું પરિણામ આજે નહીં તો કાલે જરૂર મળશે જ..!! આજ કુદરતનો નિયમ છે
 
નિયમ નંબર ૮
 
અહંકાર ન રાખો, બધુ અહીં જ મૂકીને જવાનું છે. પદ, માન, હોદ્દા માટે અપેક્ષા ન રાખો. અપેક્ષા જ દુઃખનું કારણ છે. અહંકાર વગર પોતાની મસ્તીમાં જીવો…
 
નિયમ નંબર ૯
 
૪૦ વર્ષના થયા, વાળ સફેદ થયા એટ્લે વૃદ્ધ થઈ ગયા છો એવું ન માનો, સ્વયંને યુવાન જ સમજો, ખૂબ હરો, ફરો, મજા કરો...બાળકો સાથે બાળકની જેમ મસ્તી કરો…આનંદમાં રહો…આજ સ્વસ્થ રહેવાની દવા છે…
 
નિયમ નંબર ૧૦
 
હંમેશાં નાના માણસને સાથ આપો, તેને પ્રેમથી બોલાવો, કામ નાનો માણસ જ આવે છે.
 
તો આ દસ વાતો યાદ રાખો, હકારાત્મક રહો, નક્કી તમારા જીવનમાં હકારાત્મક બદલાવ આવશે….
 
 
ખૂબ ટૂંકા પણ મહત્વના સમાચાર, ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik