હાયપરટેન્શનથી દૂર રહેવા આ નાનકડા ઉપાય કારગત સાબિત થશે...!! અપનાવી જુવો!

17 May 2023 15:31:54

world hypertension day
 
 
બ્લડ પ્રેશરથીને દૂર રાખવાની સાદી અને અસરકારક વાત...
 
આજે વિશ્વ હાયપરટેન્શન દિવસ છે. હાયપરટેન્શન એટલે સાદી ભાષામાં કહીએ તો બ્લડ પ્રેશર, લોહીનું ઊંચુ દબાણ. આજે હાઈ અને લૉ બ્લડ પ્રેશરથી અનેક લોકો પીડાઈ રહ્યા છે. કોરોના કાળ પછી આ રોગ વધુ ઘાતક સાબિત થયો છે. હ્યદયરોગના હુમલાથી નાની ઉમરના લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે. વિશ્વમાં આ રોગ પ્રત્યે જાગૃતિ લાવવા આ દિવસ મનાવવામાં આવે છે.
 
હાયપરટેન્શનથી દૂર રહેવા આપણી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે
 
#૧ પોષણયુક્ત અને યોગ્ય આહાર લો, માંસાહારથી દૂર રહો, શાકભાજી ખાવ અને સ્વસ્થ રહો
 
#૨ રોજ નિયમિત વધારે નહી પણ થોડી અને હળવી કસરત કરો
 
#૩ આલ્કોહોલ, ધુમ્રપાન અને કોઇ પણ પ્રકારના વ્યસનથી દૂર રહો
 
#૪ વધારે પડતું નમક (મીઠું) ખાવાનું બંધ કરી દો.
 
#૫ તણાવથી દૂર રહેવા યોગાસન કરો, મેડિટેશન, પ્રાણાયામ કરો
 
#૬ ૪૦ની ઉમર પછી બ્લડ પ્રેશરને નિયમિત ચેક કરાવતા રહો.
 
 
Powered By Sangraha 9.0