ચીનનું આ જાસૂસી તંત્ર વિશ્વભરના લોકતાંત્રિક દેશોમાં ઊથલપાથલ મચાવી રહ્યું છે

જેમ ઇસ્લામિક દેશ પાકિસ્તાન આતંકવાદ દ્વારા ભારત, ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ, જર્મની જેવા લોકતાંત્રિક દેશોમાં આતંક દ્વારા ઊથલપાથલ મચાવી રહ્યું છે તેમ ચીન વર્ષોથી તેના ભયાનક જાસૂસીતંત્ર UFWD (United Front Work Department) દ્વારા આ દેશોમાં રાજકીય-આર્થિક અસ્થિરતા સર્જવાનાં ષડયંત્રો કરી રહ્યું છું.

    ૦૫-મે-૨૦૨૩
કુલ દૃશ્યો |

ufwd china
# ભારતના કથિત બુદ્ધિજીવીઓ, નેતાઓ વારંવાર ચીનની પ્રશંસા કેમ કરે છે ?
# ચીનનું જાસૂસી તંત્ર UFWD વિશ્વભરના લોકતાંત્રિક દેશોમાં ઊથલપાથલ મચાવી રહ્યું છે
 
 
જેમ ઇસ્લામિક દેશ પાકિસ્તાન આતંકવાદ દ્વારા ભારત, ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ, જર્મની જેવા લોકતાંત્રિક દેશોમાં આતંક દ્વારા ઊથલપાથલ મચાવી રહ્યું છે તેમ ચીન વર્ષોથી તેના ભયાનક જાસૂસીતંત્ર UFWD (United Front Work Department) દ્વારા આ દેશોમાં રાજકીય-આર્થિક અસ્થિરતા સર્જવાનાં ષડયંત્રો કરી રહ્યું છું. ભારતના વિપક્ષીનેતા દ્વારા વારંવાર ચીનની પ્રશંસા પણ આ ષડયંત્રનો ભાગ છે એવું મનાય છે.
 
કેનેડામાં સંપન્ન થયેલી ગત સંસદીય ચૂંટણીમાં ચીનની ભરપેટ પ્રશંસા કરનારા નેતાઓ મોટી સંખ્યામાં ચૂંટાઈ આવ્યા તે જોઈને કેનેડા સહિતના પશ્ચિમના લોકતાંત્રિક રાષ્ટો સ્તબ્ધ બની ગયા હતા. આ ઘટનાક્રમ પછી કેનેડામાં મીડિયામાં ઘણી ચર્ચાઓ શરૂ થઈ. તેમાં ધ્યાનમાં આવ્યું કે એ ચૂંટણીઓના સમયમાં વૃત્તપત્રોમાં કેટલાક સમાચારો `રહસ્યમય' રીતે સતત પ્રગટ થતા હતા. આ રહસ્યમય સમાચારોના અવિરત મારાને કારણે યુવા અને ગ્રામ્ય મતદાતાઓ પ્રભાવિત થયા હતા, પરિણામે સંસદમાં ચીની પીઠ્ઠઓ મોટી સંખ્યામાં ચૂંટાઈ આવ્યા. ઉલ્લેખનીય છે કે કેનેડાની સંસદે આ `ષડયંત્ર'ની તપાસ કરવા એક સંસદીય સમિતિ પણ નીમી દીધી છે !
 
જે તે દેશોમાં રહેલા `ચીની પીઠ્ઠુઓ'ને મહત્ત્વપૂર્ણ સ્થાનોએ પહોંચાડવાનું ભયંકર કૃત્ય ચીનના જાસૂસી તંત્ર `UFWD' યુનાઇટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટ દ્વારા દાયકાઓથી વિશ્વના લોકતાંત્રિક દેશોમાં ચાલી રહ્યું છે !
 
આમ, તો ભારતમાં વામપંથીઓની વિષવેલ ભારતમાં પં. નહેરુની કૃપાષ્ટિથી ભારતના સર્વક્ષેત્રોમાં વિકસી હતી. ટુકડે ટુકડે ગેંગના ઉદગમસ્થાન એવી JNU પણ આ વિષવેલનું એક ફળ છે. તો ચીને કરેલા ગલવાનના દુઃસાહસ સમયે રાલ ગાંધી ચીનના એલચી કાર્યાલયમાં દોડી ગયા હતા અને ગત માસમાં વિદેશોમાં તેમણે કરેલી ચીનની ભરપેટ પ્રશંસા એ પણ આ વિષવેલાનું જ ફળ ગણી શકાય. આ વિષફળ ખાનારા જ ભારતીય સેના પીટાઈ ગઈ એવા ભારતવિરોધી બફાટ કરી શકે એ સ્વાભાવિક છે. પરંતુ આ ચીની ષડયંત્રને કારણે ભારત કરતાં વધુ ચિંતા તો અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની જેવા દેશોની ઊંઘ ઊડી ગઈ છે. વિશ્વભરમાં પ્રસરેલા NGO's ની જાળ ઉપર દેખરેખ રાખતી સંસ્થા NGOsનો સેફગાર્ડ ડિફેન્ડર્સના થોડા દિવસો પૂર્વે પ્રગટ થયેલા એક વૃત્તાંતમાં ઘટસ્ફોટ થયો છે. ચીને દેશભરના દેશોમાં અવૈધ થાણાંઓ ખોલી રાખ્યાં છે. જેમાં અમેરિકા તથા યુરોપના મોટાભાગના દેશોનો સમાવેશ થાય છે !
 
NGO સેફગાર્ડ ડિફેન્ડર્સના આ વિસ્ફોટ-ઘટસ્ફોટ પછી અમેરિકાની જાસૂસી સંસ્થા FBIના નિર્દેશક શ્રી ક્રિસ્ટોફરે પણ કબૂલ્યું કે અમેરિકામાં પણ ચીની જાસૂસી થાણાં આવેલાં છે. ન્યૂયોર્ક સહિત અમેરિકાનાં અન્ય મહાનગરોમાં ચાલી રહેલાં અવૈધ થાણાંઓ અમેરિકા માટે વિઘાતક છે.
 
કેનેડા અને અમેરિકા જેવા શક્તિશાળી દેશોને હંફાવનારી આ ચીની જાસૂસી સંસ્થા યુનાઇટેડ ફ્રન્ડ વર્ક ડિપાર્ટમેન્ટ (ટૂકમાં UFWD) ચૂપચાપ રહસ્મય રીતે વિશ્વના લોકતાંત્રિક દેશો ચીની વામપંથી વિષવેલના ભરડામાં લઈ રહ્યું છે. ફ્રાન્સમાં ચાલી રહેલા આંદોલનોને પણ વિશ્લેષકો આ વિષવેલનું પરિણામ માને છે.
 
આમ તો આ ચીની વિષવેલ UFWD નાં બીજ તો ચીનમાં વામપંથી સ્થાપનાની સાથે જ રોપાયાં હતાં. તેનો પહેલો ભોગ ચીનનો એક રાજકીય પક્ષ કુઓમિન્ટાંગ છેક ૧૯૨૦-૩૦ના દાયકામાં બન્યો હતો, જેમાં પં. નહેરુની કૃપાથી ઘણા વામપંથીઓ કોંગ્રેસમાં ઘૂસી ગયા હતા અને JNU, NCERT સહિતની ઘણી સંસ્થાઓને વામપંથી અડ્ડો બનાવ્યો હતો. તેમ ૧૯૨૦-૩૦નાં વર્ષોમાં ચીનના સામ્યવાદી પક્ષ સિવાયના અન્ય સર્વ પક્ષોમાં વામપંથી નેતાઓને ઘુસાડવામાં આવ્યા હતા અને તે સર્વ પક્ષોને મિટાવી દેવામાં આવ્યા હતા. બસ આ જ કૃત્યને આંતરરાષ્ટીય સ્વરૂપ આપવાનું કામ પં. નહેરુના `ચીની ભાઈ'વાળા માઓએ વર્ષ ૧૯૪૯થી આરંભ્યું હતું. જે આજે અમેરિકા-કેનેડાની ચૂંટણીઓને પ્રભાવિત કરવા સુધી પહોંચી ગયું છે. ભારતની પ્રજાને શી પીંગની સાથે મા-બેટાએ લીધેલા ફોટાનું સ્મરણ છે જ !
 
ચીની જાસૂસી સંસ્થા UFWDનાં કરતૂતોના પ્રખર અબ્યાસુ અને ઓસ્ટ્રેલિયાની એડેલેઇડ યુનિ.ના પ્રોફેસર ગેરી ગ્રુટે UFWD ની કાર્યપદ્ધતિ વિશે જણાવ્યું હતું કે UFWD જે તે દેશમાં રહેલા વામપંથ સાથે વૈચારિક નિકટતા રાખનારા પ્રત્યેક ક્ષેત્રના અગ્રણીઓને યેનેકેન પ્રકારણે પોતાની જાળમાં ખેંચી લે છે. આમ, એ દેશોના સ્વઘોષિત બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ફિલ્મ અભિનેતાઓ તથા ફિલ્મ ઉદ્યોગના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ વગેરે જાહેરમાં ચીનની વામપંથી ભાષા બોલવા માંડે છે, એટલું જ નહીં, એ દેશોના વામપંથી વિચારને નહીં અનુસરતા સર્વ નેતાઓ અને વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સામે દુષ્પ્રચારનું યુદ્ધ આરંભી દે છે, તેમની વિરુદ્ધ વાહિયાત-પાયા વિનાના આક્ષેપોની વણઝાર ચલાવે છે. આંદોલનો ચલાવે છે, જેની સીધી અસર ચૂંટણીઓમાં પડે છે. ભારતમાં કન્હૈયાકુમારો, ઉમર ખાલીદો, રાલ બાબાઓ ખાન ગેંગ, જાવેદ અખ્તરો તથા એવોર્ડ વાપસી ગેંગના પીઠ્ઠુઓનાં પરિણામ છે તેવું માનવામાં કોઈને શંકા થાય ખરી ?
 
ચીનનું જાસૂસી તંત્ર UFWD એ ચીનની સરમુખત્યાર પાર્ટીના CCPના સીધા નિર્દેશન પ્રમાણે કાર્ય કરે છે. CCP દ્વારા આ માટે CPPCC ચાઈનીઝ પીપલ્સ પોલિટિક્સ કન્સલ્ટેટિવ UFWDની શાખાઓ કે મળતિયાઓ ચીનની વિશ્વભરમાં આવેલા એલચી કાર્યાલયો, વિશ્વવિદ્યાલયો, વ્યાપારીક-આર્થિક સંસ્થાઓમાં પહોંચી ગયા છે અને ચીનની કઠપુતળી બનીને જે તે દેશોની સરકારો તથા બંધારણીય સંસ્થાઓ સાથે નિયમિતપણે વિષવમન કરતા રહે છે. ભારતમાં ED-CDI-IT-ન્યાયતંત્ર સામે કોણ વિષવમન શા માટે કરી રહ્યા છે તેની સ્પષ્ટતા કરવાની આવશ્યકતા છે ?
 
યુરોપ-અમેરિકાના સંખ્યાબંધ દેશો હવે કોરોના પછીના આ UFWD નામના અત્યંત વિઘાતક વાઈરસ સામે જાગ્રત થઈ રહ્યા છે. તો ભારતની પ્રજાએ ભારતમાં આ વાઈરસના પંજાને તથા સડેલી ગંદી સાવરણીને લોકતાંત્રિક રીતે ફગાવી દઈને કમળ જેવું અણિશુદ્ધ રાજકીય વાતાવરણ સર્જવાનું છે. આ લોકતાંત્રિક પદ્ધતિથી જ ભારતમાં ચીની વાયરસ UFWDના વિષાણુઓનો નાશ કરી શકાશે.
 
ચીનનું UFWD કેવી રીતે કાર્ય કરે છે ?
 
- ચીન જે તે દેશના સ્વઘોષિત બુદ્ધિજીવીઓ (જેમ ભારતની સેક્યુલર ગેંગ એવોર્ડ વાપસી ગેંગ) વામપંથી વિચારધારાથી પ્રભાવિત રાજકીય નેતાઓ વિદ્યાર્થી નેતાઓ (જેમ કે કન્હૈયાકુમાર, ઉમર ખાલિદ તથા અન્ય ક્ષેત્રોના અગ્રણીઓને) પોતાની જાળમાં લે છે.
 
- જે તે દેશોની વામપંથી વિરોધી સંસ્થાઓ-પક્ષો, રાજકીય નેતાઓ, વિચારકો, અભિનેતાઓ તથા વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની સૂચિ બનાવીને તેમની વિરુદ્ધમાં દુષ્પ્રચારનું આક્રમણ શરૂ કરી દે છે.
 
- જે દેશો વામપંથી વિચારધારાના વિરોધી છે તે દેશોની સંસદીય ચૂંટણીઓમાં UFWD સક્રિય થઈને તે ચૂંટણીઓમાં ચીનના પીઠ્ઠુ પક્ષો-નેતાઓ મોટી સંખ્યામાં ચૂંટાય તેવા કાવાદાવા કરે છે. કેનેડામાં પૂર્ણ થયેલી સંસદીય ચૂંટણીઓમાં ચીની પીટ્ઠઓ મોટી સંખ્યામાં ચૂંટાઈ આવ્યા છે.
 
- ચીનના ગલવાનના દુઃસાહસ સમયે એક સાંસદ દિલ્હી સહિત ચીની એલચી કાર્યાલયની એકાએક ગુપ્ત મુલાકાતે અને તેમનો ભારતીય સેના પીટાઈ ગઈ એવા તેમનો બફાટ એ ચીનના UFWDના ષડયંત્રનો ભાગ હોવાનું મોટા ભાગના દેશવાસીઓ માને છે.
 
- તાજેતરમાં ભારતના એક માફીવીર સાંસદે વિદેશમાં ચીનના ભરપેટ વખાણ કર્યાં હતાં તેને તો તમે પણ ચીની UFWDનું ષડયંત્ર માનતા જ હશો.
 
 
- જગદીશ આણેરાવ