જીવનનો આનંદ લેવો હોય, જીવનમાં આગળ વધવું હોય તો આ ૧૧ વસ્તું ઝડપથી છોડી દો…

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૦૧-જુલાઇ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Bad Habits

આ ૧૧ વસ્તુ ઝડપથી છોડી દો | Leave this 11 Bad Habits

 
૧ સ્વયં પર શંકા કરવાનું છોડી દો
 
જો તમને સ્વયં પર જ શંકા હશે તો એનો મતલબ એવો થાય કે તમારા આત્મવિશ્વાસ નથી. ચાણક્યા શું કહે છે એ યાદ છે? કોઇ પણ કામ શરૂ કરતા પહેલા જો તમારામાં નાનકડી પણ શંકા જાગે કે આ કામ મારાથી નહી થાય તો પછી એ કામ તમારા માટે અઘરું બની જાય છે. એટલે સ્વયં પર શંકા કરવાનું છોડો અને જે કામ હાથમાં લો તેને પૂર્ણ કરવામાં પોતાની સંપૂર્ણ તાકાત લગાડી દો..
 
૨ નકારાત્મક વિચારવાનું છોદી દો
 
બી પોસિટિવ...આ સૌથી અસરકારક વિચાર છે. ચાલો તમારા ઉદાહરણથી સમજાવું…થોડું યાદ કરો. તમને કોઇ કામ સોંપવામાં આવ્યું ત્યારે તમને લાગતું હશે અરે યાર… આ કામ મને કેમ આપ્યુ? બહુ અઘરું કામ છે… કેવી રીતે પૂરું થશે, બહુ મુશ્કેલીઓ આવશે, કંટાળો આવશે...આવું આપણે વિચારીએ છીએ અને એક કામ પૂણ થઈ ગયા પછી એવું લાગે છે કે ઓ...હો..આ કામતો ખૂબ સરળ હતું....એકવાર નહી અનેક વાર આવું લાગ્યું જ હશે… માટે જ કહું છુ નેગેટિવ વિચારવાનું બંધ કરી દો, પોતાની ક્ષમતાને ઓળખો, તેના પર વિશ્વાસ કરો… ફાયદામાં રહેશો
 

Bad Habits 
 
૩ નિષ્ફળતાનો ડર છોડી દો
 
સૌથી પહેલા સમજી લો કે નિષ્ફળતા સફળતાની ચાવી છે. સફળતાની પાછળ અનેક નિષ્ફળતાનો હાથ હોય છે. અનુભવથી જ સફળ થવાય. નિષ્ફળતા જે અનુભવ શીખવે છે તે જગતનો કોઇ શિક્ષક નહી શીખવી શકે...એટલે નિષ્ફળતાથી ડરો નહી, નિષ્ફળતા તો એક પ્રોસેસ છે સફાળતા તરફ આગળ વધવાની...માટે નિષ્ફળતાનો ડર છોડી દો
 
૪ તણાવ આપતા સંબંધ છોડી દો
 
જીવનમાં સારા સંબંધો ખૂબ જરૂરી છે. ઘણીવાર આપણા એવા સંબંધો પણ હોય જે માત્ર તણાવ જ આપતા હોય છે. આવા સંબંધો તમારું ધ્યાન ભટકાવશે, તમારું મન અન્ય કોઇ કામમાં લાગવા નહી દે, આવા સંબંધો ઝડપથી છોડી દો...એક સરસ વાક્ય છે સંબંધોનો ભાર ન લાગવો જોઇએ એ તો હળવાફૂલ હોવા જોઇએ...
 

Bad Habits 
 
૫ ખોટી ચર્ચા કરવાનું છોદી દો
 
કોઇ પણ ચર્ચાના અંતે તેની ફળશ્રુતિ શું નીકળે છે? લગભગ કશું જ નહી. ખોટી ચર્ચા કરવાથી માત્ર સમય અને સંબંધ જ બગડે છે. માટે ઝડપથી ખોટી ચર્ચા કરવાનું બંધ કરી દો
 
૬ કોઇની ટીકા કે નિંદા કરવાનું છોડી દો
 
તમે કોઈની ટીકા કે નિંદા કરો છો એનો મતલબ એ વ્યક્તિ તમારા કરતા આગળ છે. એ તો તેના કામમાં ધ્યાન રાખી આગળ વધી રહ્યો છે પણ તમે તેની નિંદા કરી તમારું મન અને સમય બન્ને બગાડી રહ્યા છો, કોઇની નિંદા કરવાથી કોઇ ફાયદો થવાનો નથી. નિંદા કરવાનું છોડી દો....
 
૭ ગુસ્સો કરવાનું છોડી દો
 
ગુસ્સો નુકસાન અને પછતાવા સિવાયનું કશુ આપતો નથી. પાછળથી નિરાતે પછતાવું હોય તો જ ગુસ્સો કરો. બાકી ગુસ્સો કરવાનું છોડી જ દો...
 
૮ આળસ કરવાનું છોડી દો
 
આળસ એક માનસિક રોગ છે. ભગવાને શરીર કામ કરવા બનાવ્યું છે માટે આળસ ન કરો. મન પર કાબૂ મેળવી લો આળસ અહીં જ જન્મે છે. જીવનમાં આગળ વધવું હોય તો આળસનો ત્યાગ કરો
 
૯ સમય બર્બાદ કરવાનું છોડી દો
 
આપણું જીવન સમયનું બનેલું છે માટે જીવન જેટલું મહત્વનું છે એટલો જ સમય પણ મહત્વનો છે. આથી જીવનને પ્રેમ કરતા હોવ તો સમય બર્બાદ કરવાનું બંધ કરી દો. મજા કરો, કામ કરો, શ્રમ કરો પણ ફાલતું જગ્યાએ સમય બર્બાદ ન કરો. આ ફાલતું જગ્યા કઈ એ તમે જાણો જ છો, તમે જ નક્કી કરો....
 
૧૦ લોકોને ખુશ કરવાનું છોડી દો
 
એક વાત યાદ રાખો… લોકો ક્યારેય ખુશ થતા જ નથી… માટે લોકોને ખુશ કરવાનું છોડી દો.....
  
૧૧ વ્યસન છોડી દો
 
આ ખૂબ જરૂરી છે. જીવનમાં આનંદમાં રહેવું હોય તો શરીર પર ધ્યાન આપો, શરીરને સ્વસ્થ રાખો, યાદ છે રાકેશ ઝુનઝુનવાલા. સ્ટોક માર્કેટના કિંગ. બિગ બુલ ગણાતા…ખૂબ નાની ઉંમરે તેમણે ૪૩ હજાર કરોડ રૂપિયાની સંપતિ શેર માર્કેટમાંથી બનાવી હતી પણ તેઓ પોતાનું શરીર ન સાચવી શક્યા. ૬૨ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયુ. ખૂબ પૈસા હોવા છતા જીવનના ઘણા વર્ષો તેમણે વીલચેર પર પસાર કર્યા. તેમના અંતિમ શબ્દો હતા..” મે બધે રોકાણ કર્યુ પણ મારા શરીર પર રોકાણ ન કર્યુ. શરીરનું ધ્યાન રાખવા જેવું હતું… ” ટૂંમાં પૈસા મહત્વના છે પણ તેના કરતા વધારે સ્વસ્થ શરીર મહત્વનું છે તો શરીરને નુકસાન પહોંચાડતા વ્યસનને ઝડથી છોડી દો…

હિતેશ સોંડાગર

હિતેશ સોંડાગર સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધના સાપ્તાહિકનું સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે.