એક વિશાળ પથ્થરને કોતરીને બનાવેલું રહસ્યમય મંદિર જે ૧૦૦ ગુફાઓની અંદર બનેલું છે | Kailash Temple History In Gujarati

25 Jul 2023 10:45:16

Kailasha Temple


કૈલાશ મંદિર વિશ્વનું સૌથી અદ્‌ભુત અને રહસ્યમય મંદિર જે શિવજીએ આપેલા ભૂમિઅસ્ત્રથી બન્યું છે!! Kailash Temple History, Ellora Caves

 
# આ મંદિર બનાવવા શિવજીએ આપ્યુ હતું ભૂમિઅસ્ત્ર અને એક વિશાળ શીલામાંથી બન્યું આ રહસ્યમય મંદિર
# અનેક રહસ્યોથી ભરપૂર છે ઈલોરાનું કૈલાશ મંદિર
# ઔરંગઝેબના ૧૦૦૦ સૈનિકો પણ આ મંદિરને તોડી શક્યા નહી
# ૧૦૦ ગુફામાં આવેલું મંદિર
# ભગવાન શિવજીએ આપેલા ભૂમિઅસ્ત્રથી બનેનું મંદિર
# કૈલાશ પર્વત જેવું હોવાના કારણે કહેવાય છે કૈલાશ મંદિર
# Kailash Temple History In Gujarati
 
Kailash Temple History In Gujarati| ભારતના મંદિરો ઈતિહાસ અને પોતાની પ્રાચીન પરંપરાઓ માટે પ્રખ્યાત છે. પરંતુ તે સાથે ભારતમાં એવા પણ મંદિરો આવેલા છે જે ઈતિહાસ અને પરંપરાની સાથે સાથે જે તે સમયે કરવામાં આવેલ અદ્ભૂત નિર્માણ માટે પણ જાણીતા અને પ્રસિદ્ધ છે. આજે આપણે એવા જ એક શિવ મંદિરની વાત કરીશું જે તેના નિર્માણ અને કેટલાક રહસ્યો માટે વિશ્વ પ્રસિદ્ધ છે સાથે જ ભારતના વૈશ્વિક વારસામાં સમાવિષ્ટ પણ છે.
 
કૈલાશ મંદિર ક્યાં આવેલું છે | Kailasha Temple
 
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ઈલોરાની ગુફામાં કૈલાશ મંદિર (Kailash Mandir Ellora) આવેલ છે. આ ગુફામાં 100 ગુફાઓ છે. જેમાંથી 34 ગુફાઓ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ ગુફાઓમાંથી 16 નંબરની ગુફામાં કૈલાશ મંદિર આવેલું છે. ભારતમાં ઈલોરાની ગુફાઓને ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે. ઈલોરાના આ કૈલાશ મંદિરને ઈ.સ 1983માં યૂનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યુ છે.
 
સંરચના અને નિર્માણ | Kailash Temple Mystory
 
ઐતિહાસિક રેકોર્ડ અનુસાર ઈલોરાના કૈલાશ મંદિર (Kailash Mandir Ellora) નું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણ પ્રથમે ઈ.સ. 756 થી 773 દરમ્યાન કરાવ્યું હતુ. મંદિર નિર્માણને લઈને એક દંતકથા ખૂબ જ પ્રચલિત છે. દંતકથા મુજબ રાજા એક વાર સખ્ત બિમાર પડે છે. ત્યારે રાણી તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાન શિવની ઉપાસના કરે છે. તે સાથે જ પ્રણ લે છે કે રાજા સ્વસ્થ થશે ત્યારે મંદિરનું નિર્માણ કરાવશે. તેમજ મંદિરના શિખર નિર્માણ સુધી વ્રત રાખશે. રાજા જ્યારે સ્વસ્થ થયા ત્યારે મંદિરના નિર્માણનો સમય આવ્યો. પરંતુ રાણીને એવું જણાવવામાં આવ્યું કે મંદિરના નિર્માણમાં ઘણો સમય લાગી શકે છે. તેવામાં વ્રત રાખવું મુશ્કેલ રહેશે. ત્યારે રાણીએ ભગવાન શિવની ઉપાસના કરી તેમની મદદ માંગી. કહેવાય છે કે ત્યાર પછી રાણીને ભૂમિઅસ્ત્ર મળ્યું. જે પથ્થરને પણ સરળતાથી કાપી શકતુ હતુ. તેથી આ અસ્ત્રથી મંદિરનું નિર્માણ આટલા ઓછા સમયમાં શક્ય થઈ શક્યુ. મંદિર નિર્માણ પછી આ અસ્ત્રને જમીનમાં જ નીચે છૂપાવી દેવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ મળે છે.
 

Kailasha Temple 
 
ભગવાન શિવના આ મંદિરનું નિર્માણ શિવના નિવાસ સ્થાન એવા કૈલાશ પર્વતના આકારમાં કરવામાં આવ્યું છે. 276 ફૂટ લાંબા અને 154 ફૂટ પહોળા આ મંદિરનું નિર્માણ એક જ શિલાને કોતરીને કરવામાં આવ્યું છે. આ શિલાનું વજન અંદાજે 40,000 ટન હોવાનું માનવામાં આવે છે. મંદિરને જે શિલામાંથી બનાવામાં આવી છે. તેને સૌથી પહેલા ચારે બાજુથી યુ ‘ U ‘ આકારમાં કાપવામાં આવી છે. જેમાંથી અંદાજે 2,00,000 ટન પથ્થરને દૂર કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે પથ્થરથી બનનાર મંદિરને નીચેથી ઉપરની તરફ બનાવામાં આવે છે. પરંતુ 90 ફૂટ ઉંચા કૈલાશ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે તેનું નિર્માણ ઉપરથી નીચેની તરફ કરવામાં આવ્યું છે. કૈલાશ મંદિર એક જ શિલામાંથી બનેલ વિશ્વની સૌથી મોટી સંરચના છે.
મંદિરમાં પ્રવેશ દ્વાર, મંડપ તથા મૂર્તિઓ છે. બે માળના આ મંદિરને અંદર અને બહાર એમ બંન્ને રીતે મૂર્તિઓથી સજાવામાં આવ્યું છે. મંદિરમાં સામેની તરફ ખુલ્લા મંડપમાં નદી અને તેની બંન્ને બાજુ વિશાળકાય હાથી તથા સ્તંભ બનેલા છે. કહેવાય છે કે આ મંદિર નીચે ઘણા હાથીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમ જ આ મંદિર તે હાથીઓ પર જ ટક્યુ છે. લોકોની માનીએ તો કહેવાય છે કે ઔરંગઝેબે આ મંદિરને નષ્ટ કરવા માટે તેના 1000 સૈનિકોને મોકલ્યા હતા. તેમણે ત્રણ વર્ષ સુધી પ્રયત્ન કરવા છતાં તે મંદિરને નુકશાન પહોંચાડી શક્યા ન હતા. જે એક આશ્ર્ચર્યજનક વાત છે.આ મંદિર (Kailash Mandir Ellora) ભારતીય વાસ્તુકલાની એક અદ્ભૂત સંરચના છે.
 
કેટલાક તથ્યો | All About The Grand Kailasa Temple At Ellora Caves
 
મંદિરની દિવાલો પર અલગ અલગ પ્રકારની લિપિઓનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંગે આજ સુધી કંઈ જ માહિતી મળી શકી નથી. અંગ્રેજોના શાસનકાળમાં મંદિરની નીચે રહેલ ગુફાઓ પર શોધકાર્ય કરવામાં આવ્યુ હતુ. પરંતુ ત્યાં હાઈ રેડિયોએક્ટિવિટીના કારણે શોધ કાર્ય બંધ કરવું પડ્યુ હતુ . એવું કહેવાય છે કે આ રેડિયોએક્ટિવીટીનું કારણે તે ભૂમિઅસ્ત્ર અને મંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવેલ અન્ય ઉપકરણો છે જે મંદિરની નીચે છુપાયેલા છે.
 
પુરાતત્વવિદોનું અનુમાન છે કે આ મંદિરના નિર્માણમાં ઓછામાં ઓછા 100 થી 150 વર્ષનો સમય લાગવો જોઈએ. પરંતુ મંદિરનું નિર્માણ માત્ર 18 વર્ષોમાં થઈ ગયુ.એ પણ એવા સમયે જ્યારે ટેકનોલોજીનો વિકાસ પણ થયો ન હતો. એ જ કારણ છે કે નિર્માણમાં દેવીય સહાયતાની શક્યતાઓ વ્યકત કરવામાં આવી રહી છે.
 

Kailasha Temple 
 
કેમ પડ્યુ કૈલાશ મંદિર નામ ? | Kailash temple in Ellora
 
જ્યારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું તો રાજાને વિચાર આવ્યો કે મંદિરનું નિર્માણ કૈલાશ પર્વત જેવું જ કરવામાં આવે. જેથી ભગવાન શિવનો કોઈ ભક્ત કૈલાશ પર્વત સુધી તેમના દર્શન કરવા ન જઈ શકે તો અહીં આવી ને જ કૈલાશ પર્વત પર જઈ દર્શન કર્યા હોય તેવું અનુભવી શકે. તેથી આ મંદિરનું નિર્માણ કૈલાશ પર્વત જેવું કરવામાં આવ્યું હતુ. એટલું જ નહિ પરંતુ તે આબેહૂબ કૈલાશ પર્વત જેવું લાગે તેથી તે સમયના કારીગરો દ્વારા આખા મંદિરને સફેદ રંગથી રંગવામાં આવ્યુ હતુ.
 
કયા સમયે જવું
 
આમ તો આ ગુફાઓ બારેમાસ પ્રવાસીઓ માટે ખુલ્લી હોય છે. પરંતુ તેને જોવા જવાનો સારો સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો માનવામાં આવે છે. ત્યારે ત્યાં વાતાવરણ ઠંડુ હોવાના કારણે પ્રવાસીઓ વધુ આવે છે.
 
એન્ટ્રી ફી
 
કૈલાશ મંદિર કે ઈલોરાની ગુફાઓમાં ભારતીય પ્રવાસીઓ માટે ફી 10 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓ માટે ફી 250 રૂપિયા છે. જો તમે આ સ્થળની મુલાકાત લેવા માંગતા હોવ તો તેના માટે તમે રેલ માર્ગ, સડક માર્ગ કે હવાઈ માર્ગ દ્વારા પહોંચી શકો છે. કૈલાશ મંદિર (Kailash Mandir Ellora) પહોંચવા માટેનું સૌથી નજીરનું એરપોર્ટ ઔરંગાબાદ છે. જે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, તિરુપતિ, અમદાવાદ અને તિરુવનંતપુરમ જેવા શહેરો સાથે જોડાયેલ છે. જ્યારે રેલમાર્ગથી હૈદરાબાદ, દિલ્હી, નાસિક,પુણે અને નાંદે જેવા શહેરો સાથે જોડાયેલ છે. કૈલાશ મંદિરથી ઔરંગાબાદ રેલ્વે સ્ટેશનનું અંતર અંદાજે 28 કિમીનું છે. મહારાષ્ટ્ર સરકારની રાજ્ય પરિવહનની બસો દ્વારા પણ રાજ્યના લગભગ બધા મોટા શહેરોથી ઔરંગાબાદ માટેની બસ મળી રહે છે. પુણેથી આ મંદિરનું અંતર અંદાજે 250 કિમી છે. તો મુંબઈથી આ મંદિર 330 કિમીના અંતરે આવેલું છે.
 
Powered By Sangraha 9.0