સાત હનુમાન મંદિર | એવું કહેવાય છે કે અહીં દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે!

18 Aug 2023 16:49:46

Saat Hanuman Temple
 
 
રાજકોટમાં સાત હનુમાન નામે એક મંદિર આવેલું છે. આ મંદિર રાજકોટના કુવાડ ગામમાં આવેલ છે. લોકવાયકા પ્રમાણે આ મંદિરમાં રહેલ દાદની મૂર્તિઓ સ્વયં પ્રગટેલી છે. મૂર્તિઓ શબ્દ એટલા માટે પણ વાપરવો પડ્યો કે આ મંદિરમાં સ્વંયભૂ પ્રગટેલી દાદાની એક મૂર્તિ નથી પરંતુ સાત મૂર્તિઓ પ્રગટેલી છે. જે એક ખૂબ જ રહસ્ય અને રોચક વાત છે. કદાચ એક સાથે સાત મૂર્તિઓ સ્વંયભૂપ્રગટી હોય એવું આ એક જ મંદિર છે. અહીં સાતે મૂર્તિઓ અલગ અલગ છે.
 
સાત હનુમાન મંદિર આજુબાજુના વિસ્તારો અને શહેરોમાં સારુ એવું લોકપ્રિય થઈ ગયુ છે. અહીં શનિવારે અને મંગળવારે ભક્તો મોટી સંખ્યામાં જોવા મળે છે. આ મંદિરે આજુબાજુના ગામડાઓથી પગપાળા પણ ભક્તો આવે છે.
 
સાત હનુમાન મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અલગ અલગ પ્રકારની માનતા મનાવામાં આવે છે. એટલું જ નહિ પરંતુદાદા ભક્તોની મનોકામના પૂર્ણ પણ કરે છે. કહેવાય છે કે સાત હનુમાનની બાધા રાખવાથી ડાયાબિટસ અને કેન્સર જેવા અસાધ્ય રોગોમાંથી પણ મુક્તિ મળે છે.
 
સાત હનુમાન મંદિરમાં દાદાનો જન્મદિવસ એટલે કે હનુમાનજંયતીના દિવસે અહીં ખૂબ જ મોટા પાયે આયોજન કરવામાં આવે છે. તેમજ તે દિવસે અહીં ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવે છે.
Powered By Sangraha 9.0