મોટી સમસ્યા આવી છતા ડર્યા વગર આ બાળકે જે ધીરજ રાખી તેની પ્રસંશા થઈ રહી છે!

23 Aug 2023 15:57:34

faridabad garvit
 
 
જરા વિચારો, એક,બે નહી પણ ત્રણ ત્રણ કલાક માટે તમે લિફ્ટમાં ફસાઈ જાવ તો શું કરો? શાંત રહી શકો, ધીરજ રાખી શકો, મન પર વિચારો પર કાબૂ કરી શકો...? આ અશક્ય છે પણ એક ૮ વર્ષના બાળકે આ કામ કરી બતાવ્યું છે. આ બાળકની ધીરજના બધા વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બાળકે મુશ્કેલીનો સામનો ધીરજપૂર્વક કરી આજના યુવાનોને મોટો સંદેશ આપ્યો છે.!
 
વાત એવી છે કે ફરીદાબાદના સેક્ટર ૮૬માં ઓમેક્સ હાઈટ નામની બીલ્ડિંગ છે. જેની લિફ્ટમાં એક આઠ વર્ષનો ગર્વિત ફસાઈ ગયો. ૧૯ ઓગષ્ટના રોજ ગર્વિત ટ્યુશન જઈ રહ્યો હતો અને અચાનક બીજા માળે તેની લિફ્ટ બંધ પડી ગઈ. તરત જ ગર્વિતે ઇમજન્સી બટન દબાવ્યું પણ કઈ ન થતા તેણે મોટેથી મદદ માટે બૂમો પણ પાડી.
 
આખરે કોઇ આશા ન જણાતા પહેલા તેણે લિફ્ટમાં જ હનુમાન ચાલીસાના પાઠ કરવાનું થરૂ કરી દીધું અને થોડીવાર પછી તેને ટ્યૂશનનું લેશન યાદ આવતા તે બંધ લિફ્ટમાં કોઇ પણ ચિંતા વગર લેશન કરવા બેસી ગયો. ગર્વિત ત્રણા કલાક સુધી લિફ્ટમાં બંધ રહો અને તેણે ટ્યૂશનનું લેશન પૂર્ણ કરી નાખ્યું.
 
સાંજે જ્યારે ગર્વિત ઘરે ન આવ્યો તો તેની માતાને ચિંતા થઈ એટલે તેની માતા તેને શોધવા નીકળી. તપાસ કરતા ખબર પડી કે તેનો દિકરો છેલ્લા ત્રણ કલાકથી લિફ્ટમાં બંધ છે. અંતે ગર્વિતને સુરક્ષિત રીતે લિફ્ટની બહાર નીકાળવામાં આવ્યો.
 
લિફ્ટમાંથી તેને બહાર નીકાળ્યા બાદ તેને પૂછવામાં આવ્યું કે ત્રણ કલાક બંધ લિફ્ટમાં તે શું કર્યું? તને ડર ન લાગ્યો. ત્યારે ગર્વિત કહે છે કે લિફ્ટમાં જેટલા બટન હતા તે દબાવી જોયા. અંતે કઈના થતા મે હનુમાન ચાલીસાના પાઠ કર્યા અને ટ્યૂશનનું લેશન પણ કરી નાખ્યું.
 
માત્ર ૮ વર્ષના બાળકની હિંમત અને ધીરજ જોઇ સૌ કોઇ તેના વખાણ કરી રહ્યા છે.
 
 
Powered By Sangraha 9.0