ચન્દ્ર પરનો આ ભાગ હવે શિવશક્તિ પોઇન્ટ અને તિરંગા પોઇન્ટ તરીકે ઓળખાશે

26 Aug 2023 14:40:22

chandrayaan 3 narendra modi visit isro
 
 
 
ચંદ્રાયાન-3નું મૂન લેન્ડર જે પોઇન્ટ પર ઉતર્યું છે એ હવે ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે  - વડાપ્રધાન નરેન્દ્ર મોદી
“ચંદ્રાયાન 2 એની નિશાનોએ જે પોઇન્ટ પર છોડે છે એ હવે ‘તિરંગા’ તરીકે ઓળખાશે” - વડાપ્રધાન નરેન્દ્ર મોદી
 
 
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસથી પરત ફર્યા પછી બેંગાલુરુમાં ISRO ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની મુલાકાત લીધી હતી અને ચંદ્રાયાન-3ની સફળતા પર ટીમ ISROને સંબોધન કર્યું હતું.
 
ચંદ્રનો આ શિવ શક્તિ પોઇન્ટ હિમાલયથી કન્યાકુમારી સાથેના જોડાણની ભાવના પણ આપે છે.
 
સંબોધન દરમિયાન  પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, “જે ક્ષણે ચંદ્રાયાન-3ના મૂન લેન્ડરે ઉતરાણ કર્યું હતું એ હવે 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે.” તેમણે ઉમેર્યું હતું કે, “શિવમાં માનવજાતના કલ્યાણનો સંકલ્પ છે અને શક્તિ આપણને એ સંકલ્પો પાર પાડવા માટેની ક્ષમતા આપે છે. ચંદ્રનો આ શિવ શક્તિ પોઇન્ટ હિમાલયથી કન્યાકુમારી સાથેના જોડાણની ભાવના પણ આપે છે.”
 
“ચંદ્રનો શિવ શક્તિ પોઇન્ટ ભારતની આ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિચારસરણીનો સાક્ષી બનશે.” 
પ્રધાનમંત્રીએ વિજ્ઞાનનાં સંશોધનનું હાર્દ માનવજાતનું કલ્યાણ છે એ વાત પર ભાર મૂકીને જણાવ્યું હતું કે, આ પવિત્ર સંકલ્પનો માટે શક્તિનાં આશીર્વાદની જરૂર છે અને એ શક્તિ છે – આપણી નારીશક્તિ. તેમણે ચંદ્રાયાન-3 ચંદ્ર અભિયાનની સફળતામાં આપણી મહિલા વૈજ્ઞાનિકો, દેશની નારીશક્તિએ મોટી ભૂમિકા ભજવી છે એ વાત પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “ચંદ્રનો શિવ શક્તિ પોઇન્ટ ભારતની આ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિચારસરણીનો સાક્ષી બનશે.”
ભારતનો અંતરિક્ષ ઉદ્યોગ 
 
 ભારતનો અંતરિક્ષ ઉદ્યોગ આગામી થોડાં વર્ષોમાં 8 અબજ ડોલરથી વદીને 16 અબજ ડોલરને આંબી જશે. જ્યારે સરકાર અંતરિક્ષ ક્ષેત્રનું ઉદારીકરણ કરવા માટે સતત સુધારા કરી રહી છે, ત્યારે દેશની યુવા પેઢીએ છેલ્લાં ચાર વર્ષ દરમિયાન અવિરત પ્રયાસો કર્યા છે, જેનાં પરિણામે અંતરિક્ષ સાથે સંબંધિત સ્ટાર્ટઅપની સંખ્યા 4થી વધીને 150 થઈ છે. પ્રધાનમંત્રીએ સમગ્ર દેશનાં વિદ્યાર્થીઓને 1 સપ્ટેમ્બરથી માયગવ દ્વારા આયોજિત ચંદ્રાયાન અભિયાન પર એક વિશાળ ક્વિઝ સ્પર્ધામાં સહભાગી થવા પણ અપીલ કરી હતી.
યુવા પેઢી માટે કરવા જેવા અનેક કામો 
 
21મી સદીના આ ગાળામાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મોખરે રહેવાના મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત દુનિયામાં મોટી સંખ્યામાં યુવા પ્રતિભાઓ ધરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દરિયાની ઊંડાઈથી લઈને આકાશની ઊંચાઈ સુધી, અંતરિક્ષની ઊંડાઈ સુધી, યુવા પેઢી માટે કરવા જેવા અનેક કામો છે.” આ માટે તેમણે ‘ડીપ અર્થ’થી લઈને ‘ડીપસી’ સુધી બહોળી તકો વિશે વાત કરી હતી તથા અદ્યતન કમ્પ્યુટરથી લઈને જેનેટિક ઇજનેરીનાં ક્ષેત્ર પર પ્રકાશ ફેંક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “ભારતમાં તમારા માટે સતત નવી તકો ઊભી થઈ રહી છે.”
 
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, ભવિષ્યની પેઢીઓ માટે માર્ગદર્શન એક આવશ્યકતા છે અને આ પેઢીઓ પર વર્તમાન મહત્વપૂર્ણ અભિયાનોને ભવિષ્યમાં આગળ વધારવાની જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે, વૈજ્ઞાનિકો અને તેમના સંશોધનો ભવિષ્યની પેઢીઓનાં આદર્શો છે તથા વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનતે પુરવાર કર્યું છે કે, જો તમે કોઈ પણ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, તો એને સાકાર કરી શકાશે. પ્રધાનમંત્રીએ તેમના સંબોધનનાં સમાપનમાં કહ્યું હતું કે, દેશનાં લોકોને વૈજ્ઞાનિકોમાં વિશ્વાસ છે અને જ્યારે લોકોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, ત્યારે દેશ તરફ પ્રદર્શિત સમર્પણ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારત આંતરરાષ્ટ્રી સ્તરે લીડર બનશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “આપણો નવીનતાનો આ જ જુસ્સો 2047માં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરશે.”
 
Powered By Sangraha 9.0