ઘૂસણખોરો પર ‘મમતા’ ઓળઘોળ | ઘૂસણખોરોને છાવરી રહી છે ‘મમતા’ બેનર્જી !

મમતા બેનર્જીએ પહેલાં પશ્ચિમ બંગાળમાં ઇમામ અને મુઆજિમોનું (બાંગીઓનું) વેતન વધાર્યું. તેના પછી નૂંહથી બંગાળ પરત ફરેલા ઉપદ્રવી મુસ્લિમોને 5,00,000 રૃ. લોન આપવાની જાહેરાત કરી

    ૧૨-સપ્ટેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |

mamata
 
 
શું મમતા બેનર્જી ઘુસણખોરો માટે દેશ અને બંધારણથી વિરુદ્ધના કાર્યો કરી રહી છે!?
 
મમતા બેનર્જીએ પહેલાં પશ્ચિમ બંગાળમાં ઇમામ અને મુઆજિમોનું (બાંગીઓનું) વેતન વધાર્યું. તેના પછી નૂંહથી બંગાળ પરત ફરેલા ઉપદ્રવી મુસ્લિમોને 5,00,000 રૃ. લોન આપવાની જાહેરાત કરી
 
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુલ્લેઆમ તુષ્ટિકરણની રાજનીતિ અપનાવી રહી છે. એક સમયે બાંગ્લાદેશી મુસ્લિમ ઘુસણખોરોના વિરુદ્ધમાં અવાજ ઉઠાવનારી મમતા હવે તે જ ઘુસણખોરો માટે દેશ અને બંધારણથી વિરુદ્ધના કાર્યો કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં સામાન્ય ચર્ચા છે કે ઘુસણખોરોને રાશન કાર્ડ, આધાર કાર્ડ સરકારના સહયોગથી બની રહ્યા છે. એટલું જ નહીં, મતદાર યાદીમાં પણ તેમના નામનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. મુસલમાનોને ખુશ કરવા માટે મમતાએ હમણાં જ ઇમામ અને મુઆજિમ (બાંગી)ના વેતનમાં વધારો કર્યો છે. હવે ઇમામોને 3,000 રૃ. અને મુઆજિમો (બાંગીઓ) ને 1500 રૃ. પ્રતિ માસ વેતન પેટે મળશે. આ વધારા પહેલાં ઇમામોને 2500 રૃ. અને મુઆજિમો (બાંગીઓ) ને 1,000 રૃ. પ્રતિ માસ મળતા. પશ્ચિમ બંગાળમાં ઘણાં લાંબા સમયથી ઇમામો અને મુઆજિમો (બાંગીઓ) ને વેતન ચૂકવવામાં આવે છે. જેના વિરુદ્ધ હિંદુત્વનિષ્ઠ સંગઠનોએ અનેક વર્ષો સુધી અવાજ ઉઠાવ્યો. જેના પછી મમતાએ દુનિયાને દેખાડવા મંદિરના પૂજારીઓને પણ વેતન આપવાનું શરૃ કર્યું. જોકે, તેમાં પણ તેમણે ‘રમત’ રમી. મમતાએ ઇમામોની તુલનામાં પૂજારીઓનું મહત્ત્વ ઓછું આંક્યું અને ઇમામોની સરખામણીમાં પુરોહિતોને ઓછું વેતન ચૂકવાઇ રહ્યું છે. વેતન છે માત્ર 1,500 રૃ. . દેખીતી રીતે મમતા અહીં પૂજારીઓનું અપમાન કરી રહી હોવાનું જોવા મળે છે. આથી અનેક પૂજારીઓએ આ વેતન સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
 
મુસલમાનોને લોન પેટે 5,00,000 રૃ. સુધીની ફાળવણી
 
મુસલમાનોને ખુશ કરવા માટે મમતા બેનર્જી વધુ એક ગંદી રાજનીતિ અપનાવી રહી છે. નૂંહમાં હિંદુઓ પર થયેલ હુમલા બાદ પશ્ચિમ બંગાળ આવેલા મુસલમાનોને મમતાએ 5 લાખ રૃ. લોન પેટે આપવાની જાહેરાત કરી છે. 31 જુલાઇના રોજ હરિયાણાના નૂંહમાં હિંદુઓ પર જેહાદીઓ દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા. નૂંહની આસપાસ બાંગ્લાદેશી ઘુસણખોરો અને રોહિંગ્યા મુસલમાન ગેરકાયદેસર રીતે રહેતા હતા. આ લોકો પોતાને પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું ગણાવી રહ્યા છે. નૂંહમાં હિંદુઓ પર હુમલા કરવામાં સ્થાનિક મુસલમાનોની સાથે રોહિંગ્યા તેમજ ઘુસણખોરો પણ સામેલ હતા. પોલીસે આ હુમલાખોરોને પકડવા અભિયાન ચલાવ્યું, તો આ ઘુસણખોરો ભાગીને પશ્ચિમ બંગાળ પહોંચી ગયા છે. એક અહેવાલ પ્રમાણે, નૂંહથી 150 પરિવાર માલદા, મુર્શિદાબાદ તથા ઉત્તર અને દક્ષિણ દિનાજપુર પરત ફર્યા છે. આ પછી મમતાએ પોતાના જ દળના રાજ્યસભા સાંસદ અને પશ્ચિમ બંગાળ પ્રવાસી શ્રમિક કલ્યાણ બોર્ડના અધ્યક્ષ સમીરુલ ઇસ્લામને નૂંહ મોકલ્યા. નૂંહથી પરત આવ્યા બાદ સમીરુલ ઇસ્લામે જણાવ્યું કે, જે લોકો હરિયાણાથી અહીં આવ્યા છે અને વેપાર- ધંધો કરવા ઇચ્છે છે, તે લોકોને અમે લોન પેટે 5,00,000 રૃ. આપીશું.
 
આ જ સમીરુલ અને તેમના નેતા મમતા બેનર્જીને હિંદુઓ માટે સહાનુભૂતિ થતી નથી. પશ્ચિમ બંગાળમાં જે લોકો પર હુમલાઓ થયા, જેમણે ઘર- વખરી છોડીને ત્યાંથી પલાયન થવું પડ્યું. તે હિંદુઓ માટે તેમણે ક્યારેય કોઇ જાહેરાત કરી નહીં. હવે તો આખી સરકાર ઘૂસણખોરો પર ‘મમતા’ લૂંટાવી રહી છે.
 
સિલિગુડીમાં સગીર વયની છોકરીની હત્યા
 
મમતાના રાજમાં વધુ એક હિંદુ સગીર છોકરીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. બારમા ધોરણમાં ભણતી છોકરીની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી. હત્યારાનું નામ હતું મોહમ્મદ અબ્બાસ. અબ્બાસે તે છોકરી સાથે બળાત્કાર કર્યો અને પછી તેની હત્યા કરી નાખી. છોકરીની ઓળખ છતી ના થાય તે માટે તેના મૃતદેહને કચડી નાખવામાં આવ્યો. લોકોના રોષને જોઇ પોલીસે હત્યારાની ધરપકડ કરી લીધી. પરંતુ સિલીગુડીમાં છાશવારે થતી આવી ઘટનાઓને કારણે લોકોમાં ભારે આક્રોશ છે. આથી આ લોકોએ 24 ઓગસ્ટના રોજ સિલિગુડી બંધનું એલાન આપ્યું.