જે લંગ્રાજ પોઇન્ટ પર આદિત્ય એલ ૧ સ્થિર થવાનું છે તેના વિશે જાણશો તો વિજ્ઞાનીઓની શોધ પર ગર્વ થશે...!!

અહીં વાતારવણ ન હોવાથી આ પોઇન્ટ પરથી સૂર્યને સ્પષ્ટ રીતે જોઇ શકાય છે અને અધ્યયન કરી શકાય છે. ભારતનું આદિત્ય એલ ૧ અહીં લગ્રાંજ પોઇન્ટ પર સ્થિર થવાનું છે અને સૂર્યમાં થઈ રહેલા પરિવર્તન પર શોધ કરેશે...

    ૦૨-સપ્ટેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |

Aditya l1 launch

આદિત્ય એલ ૧ ની સફળ ઉડાન ... Aditya l1 launch

॥ ૐ સૂર્યાય નમઃ ॥ ઇસરો ( ISRO ) ની સૂર્ય મિશનની સફળ શરૂઆત થઈ ગઈ છે. ૨ સપ્ટેમ્બરે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આદિત્ય એલ ૧  ( Aditya l1) એ સફળ ઉડાન ભરી છે. ચંદ્ર પર પહોંચ્યા પછી ભારત હવે સૂર્યની નજીક પહોંચશે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે આદિત્ય એલ ૧  ( Aditya l1) અંતરીક્ષમાં જ્યા સ્થિર રહીને સૂર્ય પર સંશોધન કરશે એ પોઇન્ટને લંગ્રાજ પોઇન્ટ ( lagrange points ) કહેવામાં આવે છે. પ્રશ્ન એ થાય કે આ લંગ્રાજ પોઇન્ટ એટલે શું? અહીં જ કેમ આદિત્ય એલ ૧ ને સ્થિર કરવામાં આવશે? તો આવો જાણીએ..!! 
 
એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે સૂર્યના કેન્દ્રમાંથી એક સીધી લિટી પૃથ્વીના કેન્દ્ર સુધી દોરવામાં આવે અને આ સીધી લિટીના મધ્યમાં એટલે કે કેન્દ્રમાં  કોઇ વસ્તુ (ઉપગ્રહ) મૂકી દેવામાં આવે તો શું થાય? સૂર્ય આ વસ્તુંને પોતાની તરફ ખેંચી લેશે. કેમ? કેમ કે સૂર્યનું ગુરૂત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરૂત્વાકર્ષણબળથી વધારે છે. એટલે આ સરળ લીટીની મધ્યમાં  અંતરીક્ષમાં કોઇ વસ્તું મૂકીએ તો તે સૂર્ય તરફ વધારે ખેંચાશે. હવે સમજો. આ જ વસ્તુંને આપણે ધીમે ધીમે પૃથ્વી તરફ લઈ આવીએ તો? વસ્તુ જેમ જેમ પૃથ્વીની નજીક અને સૂર્યથી દૂર જશે તેમ તેમ તે વસ્તુ પર પૃથ્વીનું બળ વધારે લાગશે. એટલે કે સૂર્યનું બળ ઘટતું જશે અને પૃથ્વીનું વધતું જશે...હવે આમ કરવાથી એક પોઇન્ટ એવો આવશે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણબળ જે તે વસ્તુ કે ઉપગ્રહ પર સરખું લાગશે. હવે કોઇ વસ્તું પર બન્ને તરફથી સરખું બળ લાગે તો વસ્તું ત્યાં સ્થિર રહેશે...! વસ્તું જ્યાં સ્થિર રહેશે તે પોઇન્ટને લગ્રાંજ પોઇન્ટ કહેવાય...
 
સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવા પાંચ લગ્રાંજ પોઇન્ટ (એલ૧, એલ૨,એલ૩, એલ૪, એલ૫) આવેલા છે. જેમાંથી ૩ સ્થિર છે. અહીં વાતારવણ ન હોવાથી આ પોઇન્ટ પરથી સૂર્યને સ્પષ્ટ રીતે જોઇ શકાય છે અને અધ્યયન કરી શકાય છે. ભારતનું આદિત્ય એલ ૧ અહીં લગ્રાંજ પોઇન્ટ પર સ્થિર થવાનું છે અને સૂર્યમાં થઈ રહેલા પરિવર્તન પર શોધ કરેશે...