ભારતની છ પ્રાચીન વિદ્યાપીઠો – વાંચો, દરેક ભારતીયને ગર્વ થાય તેવો છે આપણી શિક્ષણ વ્યવસ્થાનો ઇતિહાસ

વિશ્વની પહેલી વિદ્યાપીઠનો આરંભ ભારતમાં થયો હતો એ હકીકત કેટલા ભારતીયો જાણે છે? તે કાળમાં ભારતમાં કોઇ અ શિક્ષિત હતું જ નહી એ વાતને આજે કેટલા લોકો જાણે છે?

    ૨૮-સપ્ટેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |

prachin vidhyapith

પ્રાચીન ભારતીય વિદ્યાપીઠો – અમૂલ્ય જ્ઞાનના ભંડારો – વાંચો ગર્વ થાય એવો ભારતીય શિક્ષણનો ઇતિહાસ

 
વિશ્વની પહેલી વિદ્યાપીઠનો આરંભ ભારતમાં થયો હતો એ હકીકત કેટલા ભારતીયો જાણે છે? તે કાળમાં ભારતમાં કોઇ અ શિક્ષિત હતું જ નહી એ વાતને આજે કેટલા લોકો જાણે છે? ભારતની શિક્ષણપદ્ધતિ એટલી બધી સમૃદ્ધ હતી કે વિદેશથી શિક્ષણ મેળવવા વિદેશીઓ ભારતમાં આવતા. આજે જ્યારે ભારતનું યુવાધન વિદેશમાં શિક્ષણ લેવા જઈ રહ્યું છે ત્યારે આવો જાણીએ આપણે પ્રાચીન વિદ્યાપીઠો વિશે.
 
તક્ષશિલા વિદ્યાપીઠ - વિશ્વનું પ્રથમ વિશ્વવિદ્યાલય | Takshashila
 
તક્ષશિલાને વિશ્વનું પ્રથમ વિશ્વવિદ્યાલય ગણવામાં આવે છે. આજનાં પાકિસ્તાનમાં (રાવલપિંડીથી 18 માઈલ ઉત્તરમાં આવેલી આ વિદ્યાપીઠની સ્થાપના ઈ.સ.પૂર્વે 700 વર્ષ પહેલા થઇ હતી. આગળ જતાં ઈ.સ. 455માં પૂર્વ યુરોપના આક્રમણકારીઓએ અર્થાત્ હૂણ લોકોએ તે વિદ્યાપીઠ નષ્ટ કરી. આ વિશ્વવિખ્યાત વિદ્યાપીઠે આશરે બારસો વર્ષ જ્ઞાનદાનનું કામ સાતત્યપૂર્વક કર્યું. શ્રેષ્ઠ આચાર્યોની પરંપરા નિર્માણ કરી. અનેક ખ્યાતનામ વિદ્યાર્થીઓ આપ્યા.
 
તક્ષશિલા વિદ્યાપીઠ બંધ થયા પછી થોડા વર્ષમાં જ મગધ રાજ્યમાં(આજના બિહારમાં) નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઇ. આ બંને વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો એક જ સમયે ક્યારેય કાર્યરત ન હતી.
 

prachin vidhyapith 
 
એમ કહેવાય છે કે તક્ષશિલા નગરીની સ્થાપના ભરતે પોતાના પુત્ર ‘તક્ષ’નાં નામ ૫૨થી કરી. આગળ જતાં અહીં જ વિદ્યાપીઠની સ્થાપના થઈ. જાતકકથામાં તક્ષશિલા વિદ્યાપીઠ અંગે ઘણી માહિતી મળે છે. આ કથામાં 105 જગ્યાએ આ વિદ્યાપીઠનો સંદર્ભ આવે છે. તે સમયમાં અર્થાત્ એક હજાર વર્ષ તક્ષશિલા સંપૂર્ણ ભરતખંડની બૌદ્ધિક રાજધાની હતી. તેની આ ખ્યાતિ સાંભળીને જ ‘ચાણક્ય જેવી વ્યક્તિ મગધ(બિહાર)થી આટલે દૂર તક્ષશિલા વિદ્યાપીઠમાં આવી. બૌદ્ધ ગ્રંથ ‘સુસીમ જાતક’ અને ‘ ‘તેલપત્ત’ માં તક્ષશિલાથી કાશી વચ્ચેનું અંતર 2000 ગાઉ દર્શાવ્યું છે.
 
ઇ.સ.નાં પાંચસો વર્ષ પહેલાં, જ્યારે ‘ચિકિત્સાશાસ્ત્ર'નું નામ પણ આખી દુનિયામાં કોઈ જાણતું ન હતું ત્યારે તક્ષશિલા વિદ્યાપીઠને ચિકિત્સાશાસ્ત્રનું સૌથી મોટું કેન્દ્ર ગણવામાં આવતું હતું. અહીં ચિકિત્સાવિદ્યાના સાંઇઠ (૬૦)થી વધારે વિષયો શીખવવામાં આવતા હતા. એક સાથે 10500 વિદ્યાર્થીઓને શીખવવાની સુવિધા(વ્યવસ્થા)હતી.
 
તક્ષશિલા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની ઉજ્જ્વળ પરંપરા રહી છે.
 
- આ વિદ્યાપીઠની સ્થાપના થયા પછી અર્થાત્ ઈ.સ.પૂર્વે 700 વર્ષ, અહીંથી અધ્યયન પૂર્ણ કરીને બહાર ગએલા પહેલા પ્રસિદ્ધ વિદ્યાર્થી એટલે પાણિની. જેમણે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ તૈયાર કર્યું.
 
ઈ.સ. પૂર્વે છઠ્ઠી ચિકિત્સાશાસ્ત્ર શીખેલો જીવક અથાવ (જીબાકા) નામનો વિદ્યાર્થી આગળ જતા મગધ રાજવંશનો રાજવૈદ્ય બન્યો. તેણે આ ક્ષેત્રમાં અનેક ગ્રંથો લખ્યા છે.
 
- ઇ.સ. પૂર્વે ચોથી સદીમાં થઈ ગએલો અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી ‘ચાણક્ય’ જે આગળ જતા ‘કૌટિલ્ય' નામે પ્રસિદ્ધ થયો.
ચીની યાત્રી અને વિદ્યાર્થી ફાહ્યાન ઇ.સ. 405માં તક્ષશિલા વિદ્યાપીઠમાં પ્રવેશ્યો. આ સમયગાળો વિધાપીઠની પડતીનો હતો. પશ્ચિમ તરફનાં આક્રમણો પ્રતિદિન વધતાં જ ગયાં. અનેક આચાર્યો વિદ્યાપીઠ છોડી ગયા. ફાહિયાનને અહીં વધુ જ્ઞાન પ્રાપ્ત થઈ શક્યું નહીં એમ તેણે લખ્યું છે. આગળ જતાં સાતમી સદીમાં તક્ષશિલા સંબંધી વર્ણન સાંભળીને બીજો એક ચીની યાત્રી યુવાનચ્યાંગ ‘ ત્યાં ગયો તો ત્યાં તક્ષશીલામાં ચાલતા વિદ્યાભ્યાસની કોઇ નિશાની પણ જોવા મળી નહીં. સંપૂર્ણ વિદ્યાપીઠનો નાશ થઈ ગયો હતો.
 
નાલંદા વિદ્યાપીઠ – જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવતા | Nalanda
 
હૂણ આક્રમણકારોએ જે સમયે તક્ષશીલા વિદ્યાપીઠ ઉધ્વસ્ત કરી નાખી, તે પછીના થોડા જ સમયગાળામાં મગધ સામ્રાજ્યમાં નાલંદા વિદ્યાપીઠનો પાયો નંખાયો. મગધના મહારાજા શકાદિત્યે (અર્થાત ગુપ્તવંશીય સમ્રાટ કુમારગુપ્ત ઈ.સ. 415 થી 455) પોતાનાં અલ્પ સમયનાં શાસનકાળમાં નાલંદા વિદ્યાપીઠનો સર્વાંગીન્ન વિકાસ કર્યો. તેમણે શિક્ષણનાં નાનકડાં બીજરૂપે સ્થપાએલી નાલંદા શિક્ષણસંસ્થાને વિદ્યાપીઠરૂપી વૃક્ષમાં પરિવર્તિત કરી. આ વિદ્યાપીઠનું શરૂઆતનું નામ નલ વિહાર' હતું. ઈ.સ.1197માં ખ્તિયાર ખીલજીએ આ વિદ્યાપીઠને બાળી નાખી. ત્યાં સુધીનાં ૭૦ વર્ષ જેટલા લાંબા સમયગાળામાં નાલંદા વિદ્યાપીઠ વિશ્વમાં સર્વોત્કૃષ્ટ વિદ્યાપીઠ તરીકે પંકાએલી હતી.
 

prachin vidhyapith 
 
આ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે કપરી પરીક્ષા પાસ કરવી પડતી. અનેક દુર્લભ અને અપ્રાપ્ય ગ્રંથોનો વિપુલ ભંડાર આ વિદ્યાપીઠમાં હતો. ચીની યાત્રી ‘હ્યુએનત્સાંગે' અહીં દસ વર્ષ સુધી રહી અભ્યાસ કર્યો હતો. તેના ગુરુ શીલભદ્ર આસામના રહેવાસી હતા. હ્યુએન ત્સાંગે નાલંદા વિદ્યાપીઠનાં ભરપેટ વખાણ કર્યાં છે. ત્યાં અપાતાં શિક્ષણ અંગે ઘણો સારો અભિપ્રાય આપ્યો છે.
 
નાલંદા વિદ્યાપીઠ એ અનેક ઇમારતોનું એક મોટું સંકુલ હતું. એમાંનાં પ્રમુખ ભવનોનાં નામ રત્નસાગર, રત્નોદધી અને રત્નરંજક હતાં. સૌથી વધુ ઊંચું વહીવટી ભવન કે પ્રશાસકીય ભવન હતું. જે ‘માન મંદિ૨’ તરીકે ઓળખાતું હતું.
 
આઠમી સદીમાં બંગાળના પાલ વંશીય રાજા ધર્મપાલે આ વિદ્યાપીઠની સ્થાપના આજનાં બિહારમાં કરી હતી. આ વિદ્યાપીઠ અંતર્ગત છ વિદ્યાલયો હતાં. દરેક વિદ્યાલયમાં 108 શિક્ષક હતા. દસમા દાયકાના તિબેટના પ્રસિદ્ધ લેખક તારાનાથે આ વિદ્યાપીઠનું વિસ્તૃત વર્ણન કરેલું છે. આ વિદ્યાપીઠના દરેક દરવાજા માટે પ્રમુખ આચાર્યની નિમણૂક થઇ હતી. નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની આ આચાર્ય પરીક્ષા લેતા હતા. તેમની પરીક્ષામાં પાસ થએલા વિદ્યાર્થીઓને જ વિદ્યાપીઠમાં પ્રવેશ મળતો હતો. એ આચાર્યોનાં નામ આ પ્રમાણે છે. પૂર્વ દ્વાર - પં. રત્નાકર શાસ્ત્રી, પશ્ચિમ દ્વા૨ - વર્ષાશ્વરકીર્તિ, ઉત્તરી દ્વા૨ – નારોપંત અને દક્ષિણી દ્વાર - પ્રજ્ઞાકર મિત્રા. એ પૈકી રોપંત મહારાષ્ટ્રમાંથી આવેલા હતા. આચાર્ય દિપક એ વિક્રમશિલા વિદ્યાપીઠના સૌથી વધુ પ્રસિદ્ધિ પામેલા આચાર્ય થઈ ગયા.
 
બારમી સદીમાં અહીં ત્રણ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આ સમય વિદ્યાપીઠની પડતીનો કાળ હતો. ભારતમાં પૂર્વ અને દક્ષિણમાં મુસલમાન આક્રમણકારીઓ પહોંચી ચૂક્યા હતા. જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાનનાં સાધનો અને સ્થાનો નષ્ટ કરી રહ્યા હતા. તેથી જ ખોદકામમાં જે અવશેષો મળી આવ્યા છે તે પરથી એવું ધ્યાનમાં આવે છે કે આ વિદ્યાપીઠના મોટા સભામંડપમાં આઠ હજાર લોકો માટે એક સાથે બેસવાની વ્યવસ્થા હતી.
 
આ વિદ્યાપીઠમાં પરદેશી વિદ્યાર્થીઓમાં તિબેટના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે હતી. તેનું એક કારણ એ હતું કે બૌદ્ધ ધર્મના ‘વજ્રયાન' સંપ્રદાયના અભ્યાસનું આ મહત્વનું અને અધિકૃત કેન્દ્ર હતું.
 
નાલંદા વિદ્યાપીઠ ઉધ્વસ્ત થયા પછી આશરે છ (૬) વર્ષ પછી અર્થાત્ ઈ.સ.1203માં નાલંદા વિદ્યાપીઠને બાળી નાખનારા બખ્તિયાર ખીલજીએ જ આ વિદ્યાપીઠને પણ બાળી નાખી.
 
ઉડ્ડયંતપૂર વિદ્યાપીઠ - વિદ્યાર્થીઓ અને આચાર્યો જ બખ્તિયાર ખીલજી સામે ઝઝૂમ્યા
 
પાલ વંશની સ્થાપના કરનારા રાજા ગોપાળે આ વિદ્યાપીઠની સ્થાપના બૌદ્ધ વિહારરૂપે કરી હતી. તેનાં વિશાળ ભવ્ય મકાન-ભવન જોઈને ખ્તિયાર ખીલજીને એવું જ લાગ્યું કે આ એક કિલ્લો છે. તેથી તેણે તેના પર આક્રમણ કર્યું. સમયસર સૈનિકોની મદદ મળી નહીં. ફક્ત વિદ્યાર્થીઓ અને આચાર્યો જ બખ્તિયાર ખીલજી સામે ઝઝૂમ્યા, પરંતુ બધા જ મૃત્યુ પામ્યાં.
સુલોટગી વિદ્યાપીઠ - આ વિદ્યાપીઠ પોતાની આગવી વિશેષતા ધરાવતી હતી.
 

prachin vidhyapith 
 
કર્ણાટકના વિજાપુર જિલ્લાની આ મહત્વની વિદ્યાપીઠ, 11મી સદીના અંતે તેની સ્થાપના થઈ. જ્યારે રાષ્ટ્રકૂટનું શાસન હતું ત્યારે કૃષ્ણ(તૃતીય) નામના રાજાના મંત્રી નારાયણે આ વિદ્યાપીઠ બંધાવી. પરંતુ વિદ્યાપીઠ તરીકે કોઇ શૈક્ષણિક કામગીરી શરૂ કરે તે પહેલાં જ તેની ઉ૫૨ મુસલમાન આક્રમણકારોએ કબજો કરી લીધો. સંપૂર્ણ વિદ્યાપીઠને નષ્ટ કરી. અહીંનું પવિદ્યાગે નામનું સંસ્કૃત મહાવિદ્યાલય ટૂંકા ગાળામાં જ સંસ્કૃત શિક્ષણને કારણે પ્રસિદ્ધિ પામ્યું હતું. આખા દેશમાંથી પસંદગી પામેલા ૨૦૦ વિદ્યાર્થીઓને ભોજન નિવારા સાથે શિક્ષણ આપનારી આ વિદ્યાપીઠ પોતાની આગવી વિશેષતા ધરાવતી હતી.
 
 
સોમપૂર મહાવિહાર
 
બાંગ્લાદેશના નવગામ જિલ્લાનાં બાદલગાઝી તાલુકામાં પહાડપુર ગામમાં મહાવિહાર માટે સ્થાપિત થએલું આ શિક્ષણકેન્દ્ર આગળ જતાં વિદ્યાપીઠમાં પરિવર્તિત થયું અને વિકસિત થયું. પાલવંશમાં થએલા રાજા ધર્મપાલદેવે કમી સદીના અંતમાં આ વિહારધામનું નિર્માણ કર્યું. વિશ્વનો સૌથી મોટો બૌદ્ધ વિહાર કહી શકાય એવી તેની રચના હતી. ચીન, તિબેટ, મલેશિયા, જાવા, સુમાત્રાના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા હતા. દસમી સદીમાં થઈ ગએલા પ્રસિદ્ધ વિદ્વાન અતિશ દિપશંકર શ્રીજ્ઞાન એ આ જ વિદ્યાપીઠના આચાર્ય હતા.
 

prachin vidhyapith 
 
રત્નાગિરી વિદ્યાપીઠ, ઓરિસ્સા - ‘કાળચક્ર તંત્રનો વિકાસ ક૨નારી વિદ્યાપીઠ'
 
છઠ્ઠી સદીમાં બૌદ્ધ વિહાર રૂપે સ્થપાએલું આ સ્થાન આગળ જતાં શિક્ષણનું મોટું કેન્દ્ર બન્યું. તિબેટના અનેક વિદ્યાર્થીઓ અહીં રહીને અધ્યયન કરી ગયા. તિબેટના ઇતિહાસમાં આ વિદ્યાપીઠનો ઉલ્લેખ ‘કાળચક્ર તંત્રનો વિકાસ ક૨નારી વિદ્યાપીઠ' તરીકે કરવામાં આવ્યો છે, કારણ કે અહીં ખગોળશાસ્ત્રનો અભ્યાસ વિશેષરૂપે કરવામાં આવતો હતો.
 
આ ઉપરાંત...
 
અખંડ ભારતના અક્ષરશઃ ખૂણેખાંચરે આવાં અસંખ્ય શિક્ષણકેન્દ્રો કાર્યરત હતાં. નાનાં નાનાં વિદ્યાકેન્દ્રો એટલા બધાં હતા કે જેની કોઇ ગણતરી જ થઇ શકે તેમ નથી.
 
જબલપુરમાં ભેડાઘાટમાં ચોસઠ યોગિનીનું મંદિર આવેલું છે. તેને ‘ ગોલકી મઠ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ‘ગોલકી મઠ’ નો ઉલ્લેખ ‘મલકાપૂર પિલર’ તરીકે પ્રસિદ્ધ થએલાં ખોદકામમાં થએલો છે.
 
‘મટમાયુરવંશ’ એ કલચુરી વંશમાંનો જ એક છે. આ વંશના યુવરાજદેવે (પ્રથમે) આ મઠની સ્થાપના કરી છે. મૂળમાં આ તાંત્રિક અને અન્ય વિષયો શીખવતું વિદ્યાલય હતું. આ ગોલકી મઠ અર્થાત્ આ વિદ્યાપીઠનાં નિયંત્રણ હેઠળ બીજાં અનેક વિદ્યાલયો આંધ્રપ્રદેશમાં ચાલી રહ્યાં હતાં.
 
બંગાળમાં ‘જગદલ’, આંધ્રપ્રદેશમાં ‘નાગાર્જુનકોંડા’કાશ્મીરમાં ‘શારદાપીઠ’, તામિલનાડુમાં ‘કાંચીપુરમ’ ઓરીસ્સાનું ‘પુષ્પગિરી' ઉત્તરપ્રદેશનું વારાણસી’ ... એવાં અનેક નામો ગણાવી શકાય.
 
આ બધાં જ્ઞાનમંદિરો હતાં, જ્ઞાનપીઠો હતી. અત્યંત પછાત વિસ્તારમાં પણ બધાને શિક્ષણ મળે એવી વ્યવસ્થા હતી. સંસ્કૃત એ ફક્ત રાજભાષા જ ન હતી, લોકબોલી પણ હતી. (બોલી ભાષા) પુરુષપૂરથી પેશાવરનું પ્રાચીન નામ) માંડીને કંબોડિયા, લાઓસ, જાવા, સુમાત્રા સુધી સંસ્કૃત ભાષા જ બોલાતી હતી. ઇ.સ.પૂર્વે સો -બસો વર્ષથી લઈને ઇ.સ.ની ૧૧મી સદી સુધી આ સંપૂર્ણ ભૂભાગ પર સંસ્કૃતભાષા રાજ્માષા અને બોલીભાષા તરીકે પ્રચલિત હતી. ભારતીય વિદ્યાપીઠોની કીર્તિ વિશ્વભરમાં પ્રસરેલી હતી. શિક્ષણક્ષેત્રમાં ભારતનું સમગ્ર વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન હતું, અને તેથી જ વ્યાપારમાં પણ મોખરાનું સ્થાન હતું.
 
આજે આ બધી વાતો પરીકથા જેવી લાગે છે. એક હજાર વર્ષનાં મુસ્લિમ અને બ્રિટિશ શાસનને લીધે વિશ્વને જ્ઞાન આપતાં આપણે આપણું સમૃદ્ધ જ્ઞાન તો ભૂલી જ ગયા છીએ પરંતુ શિક્ષણની બાબતમાં પણ પાછળ રહી ગયા છીએ.
 
શિક્ષણના આપણા સમૃદ્ધ વારસાની યાદ અપાવવા માટે પાશ્ચિમાત્ય ચિંતકો અને સંશોધકોની મદદની જરૂર લાગે છે એ જ આપણી સૌથી મોટી શોકાંતિકા છે...
 
(લેખક પ્રશાંત પોળ લિખિત “ભારતીય જ્ઞાનનો ખજાનો" પુસ્તકમાંથી સાભાર)