પ્રેસિડેન્ટ ઑફ ભારત લખ્યું તો INDIA ને ગુસ્સો આવ્યો...વાંચો શું થયુ!?

05 Sep 2023 14:23:18

The President of Bharat
 
 
 
'The President of Bharat' એટલે કે ભારતના રાષ્ટ્રપતિ, આ સંબોધનના કારણે ભારતની રાજનીતિમાં હલચલ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે કહ્યું છે કે આ સંબોધન એટલે રાજ્યોના સંઘ પર હુમલો...
 
વાત એવી છે દિલ્હી ખાતે G20 શિખર સમ્મેલન યોજાયું છે જેનું રાત્રીભોજન રાષ્ટ્રપતિ ભવન ખાતે રાખવામાં આવ્યું અને આ માટે ભારતના રાષ્ટ્રપતિ તરફથી નિમંત્રણ પત્ર મોકલવામાં આવ્યો છે તેમાં પ્રેસિડેન્ટ ઑફ ઇન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઑફ ભારત લખવામાં આવ્યું છે. હવે ઇન્ડિયા શબ્દની જગ્યાએ ભારત શબ્દનો ઉલ્લેખ થયો એટલે થોડી હલચલ વધી ગઈ છે. આ હલચલ એટલા માટે કે હમણા જ વર્તમાન કેન્દ્ર સરકાર સામે વિપક્ષ એકજૂથ થયુ છે અને INDIA નામનું ગઠબંધન બનાવ્યું છે. હવે વાત ઇન્ડિયા શબ્દ હટાવવાની આવે તો આ ગઠબંધનને તો તેમા રાજનીતિ દેખાવાની જ છે. અને એવું જ થયું છે.
કોંગ્રેસે આનો વિરોધ કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વિટર પર વિરોધ કરતા લખ્યું કે ખબર સાચી છે. હવે બંધારણીય અનુચ્છેદ વાંચવામાં આવશે. ભારત અથાર્ત ઇન્ડિયા, રાજ્યોનું સંઘ હશે. પરતું હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો કરવામાં આવી રહ્યો છે.
 
કોંગ્રેસના પ્રમોદ તિવારીએ કહ્યું કે બંધારણમાં લખ્યું છે કે ઇન્ડિયા ધેટ્સ ઇસ ભારત...ઇન્ડિયા શબ્દને તમે નાબૂદ નહી કરી શકો. અમને ભારત અને ઇન્ડિયા પર ગર્વ છે.
 
પ્રશ્ન એ થાય છે કે ભારત જ એક એવો દેશ છે જેના અનેક નામ છે. ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાન, હિન્દ...વિદેશી લોકોને સમજાય એ માટે ઇન્ડિયા બોલવું કેટલું યોગ્ય છે.? દેશનું કોઇ એક નામ જ હોય તો કેવું? શું નજીકના ભવિષ્યમાં બંધારણમાં સંશોધન થકી ભારત નામ નક્કી થવાનું છે? શું આ યોગ્ય છે? વાંચક શું કહે છે?....જણાવો
 
Powered By Sangraha 9.0