શું ઓનલાઈન ગેમ મારફતે પણ કોઈનું મતાંતરણ થઈ શકે? સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પણ છેલ્લા કેટલાક સમયથી આપણા દેશમાં ઓનલાઈન ગેમ મારફતે મતાંતરણની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. લોકોને વિશેષ કરીને બિનમુસ્લિમ કિશોર-કિશોરીઓને બહેલાવી મતાંતરિત કરવાનો આ જેહાદ બે તબક્કામાં ચાલે છે. પહેલાં તબક્કામાં જેહાદીઓ હિન્દુ નામોથી આઈડી બનાવી બિનહિન્દુ બાળકોને ફ્રન્ટલાઈન રમવા માટે ઉશ્કેરે છે અને ખૂબ જ પ્રશિક્ષિત જેહાદીઓ સામે હોવાથી તે ગેમ હારી જાય છે. ત્યારબાદ શરૂ થાય છે અસલી જેહાદી ખેલ. બાળકને કહેવામાં આવે છે કે કુરાનની આયાત વાંચ તો ગેમ જીતી જઈશ અને બાળક જ્યારે કુરાનની આયાત વાંચીને ગેમ રમે છે ત્યારે તેને ષડયંત્રપૂર્વક જીતાડી દેવામાં આવે છે. આ રીતે બાળકનો ઇસ્લામ તરફ ઝુકાવ વધે છે. ત્યારબાદ બાળક સાથે ચેટગ કરવામાં આવે છે અને તેને વિશ્વાસમાં લઈ ઇસ્લામ અંગે જાણકારી આપવામાં આવે છે. ધીરે-ધીરે બાળકને જાકિર નાઈક અને તારિક જમીલ જેવા કટ્ટરવાદીઓના વિડીયો બતાવવામાં આવે છે. બાળકોને ઇસ્લામ કબૂલી લેવા ઉશ્કેરવામાં આવે છે. જ્યારે બાળક મુસ્લિમ બનવા તૈયાર થઈ જાય છે તો તેની પાસેથી એક એફિડેવિટ બનાવી લેવડાવવામાં આવે છે. જેમાં તેની પાસેથી લખાવી લેવામાં આવે છે કે તે પોતાની મરજીથી ઇસ્લામ કબૂલી રહ્યો છે. આમ, ખૂબ જ વ્યવસ્થિત રીતે ગેમિંગ જેહાદનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
આજના ડિજિટલ યુગમાં જગતભરની જાણકારી હાથવગી બની છે ત્યારે તેનાં અનેક પ્રકારનાં નકારાત્મક પાસાંઓ અને સામાજિક-આર્થિક દૂષણોથી હવે વિશ્વ ચિંતિત બન્યું છે. `ડિજિટલ એરેસ્ટ'થી સાઈબર ક્રાઇમ દ્વારા ભોગ બનેલાને `લૂંટી' લેવામાં આવે છે, તો જેહાદી તત્ત્વો દ્વારા સનાતનીઓને ટાર્ગેટ બનાવીને `વટાળપ્રવૃત્તિ જેહાદ' તથા `યૌન ઉત્પીડન જેહાદ' ચલાવાઈ રહી છે અને આમ આ ગેમિંગ જેહાદીઓ સનાતન ધર્મને લૂંટી રહ્યા છે.
કેરળથી આરંભ થયેલી જેહાદીઓની લવ જેહાદ આજે દેશભરમાં પ્રસરી રહી છે. તેની સફળતાથી ગેલમાં આવી ગયેલા જેહાદીઓએ દેશભરમાં થૂંક જેહાદ તથા મૂત્ર જેહાદ ચલાવી; જેને કારણે ઉત્તરપ્રદેશમાં આવા અનિષ્ટ્રને રોકવા કાયદો બનાવવો પડ્યો. પં. નહેરુએ અમલી બનાવેલા અને સેક્યુલર ગેંગ દ્વારા માથે મૂકવામાં આવેલા વકફ કાયદાને કારણે દેશભરમાં લેન્ડ જેહાદ ચાલી રહી છે. આ બધી જ જેહાદો આપણા સનાતન સંસ્કારો તથા સંસ્કૃતિ ઉપર કુઠરાઘાત સમાન છે. હવે આ જેહાદોમાં સૌથી વધુ ઘાતક એવી ગેમિંગ જેહાદનો ભોગ પણ દેશભરનો હિન્દુ સમાન બની રહ્યો છે. તો ચાલો જાણીએ હિન્દુ યુવાધનના યૌનશોષણ અને ધર્માંતરણ માટે ચાલી રહેલા ગેમિંગ જેહાદના ષડયંત્ર વિશે.
ઓનલાઇન ગેમિંગ જેહાદ એ લવ જેહાદનું ઓનલાઇન સ્વરૂપ છે. તેથી તેમાં જેહાદીઓ હિન્દુ યુવતીઓને જ `ટાર્ગેટ' બનાવે છે. જેહાદીઓ હિન્દુ તરુણ- તરુણીઓને `ફ્રેન્ડશિપ'ની જાળમાં ફસાવે છે. ચાલો, આપણે ગેમિંગ જેહાદની કેટલીક ઘટનાઓ જોઈએ.
ઓડિશા રાજ્યના જગતસિંહપુર જિલ્લાના મો. સમીર મનસુરીએ એક હિન્દુ તરુણી સાથે ઓનલાઇન `મિત્રતા' કેળવી. આવી ફ્રેન્ડશિપને આધુનિકતામાં ખપાવનારી હિન્દુ યુવતીને મનસુરી સાથે હોટલમાં હરવા-ફરવામાં મજા આવતી. એક દિવસ મનસુરીએ તે યુવતીને હોટલમાં લઈ જઈને તેની ઉપર દુષ્કર્મ આચર્યું અને તેનો વીડિયો ઉતારીને તેને વાયરલ કરવાની ધમકી આપીને યુવતી પાસેથી હજારો રૂપિયા ખંખેરી લીધા, એટલું જ નહીં તે યુવતીને મુસ્લિમ પણ બનાવી. જીન્સ-ટી શર્ટ પહેરીને ફરતી એ `મોડર્ન' યુવતી આજે બુરખામાં ચાર દીવાલોમાં નર્કાગારમાં જીવી રહી છે !
છેલ્લાં બે વર્ષમાં દેશભરમાં `મનસુરી' જેવા જેહાદીઓ દ્વારા મોટી સંખ્યામાં હિન્દુ યુવતીઓને `બુરખાધારી' બનાવી દેવામાં આવી છે, જેમાં ૧૧ જેટલી ઘટનાઓમાં `બુરખાધારી મોડર્ન' પીડિતાઓ પોલીસ સુધી પહોંચી છે.
ગેમિંગ જેહાદ દ્વારા હિન્દુ યુવતીઓનું યૌનશોષણ કરીને તેના વીડિયો વાઈરલ કરીને તેમને બુરખાધારી બનાવવાની જેહાદમાં અસંખ્ય સગીર વયની તરુણીઓ પણ ભોગ બની છે.
કચ્છના જીયાદ શેખે `સમીર' નામ ધારણ કરીને કચ્છની એક હિન્દુ સગીર તરુણી સાથે ઓનલાઇન `ફ્રેન્ડશિપ' કરી. પરિવારની સગીર દીકરી `ઓનલાઇન'માંથી ક્યારે `આઉટલાઇન' થઈ તે તેના પરિવારના સભ્યોને ધ્યાનમાં આવ્યું ત્યારે જીયાદ શેખે તે તરુણી ઉપર આચરેલા દુષ્કૃત્યના ફોટો વાયરલ થઈ ગયા હતા. જ્યારે `મોડર્ન' તરુણીને `બુરખાધારી' બનવાનો સમય આવ્યો ત્યારે તેના પરિવારના સભ્યો `સેક્યુલર' વાઘા ઉતારીને પોલીસ સ્ટેશને પહોંચ્યાં. આમ વધુ એક હિન્દુ તરુણી `સુટકેસ' કે કોથળામાંથી મળી આવવામાંથી બચી ગઈ. જેદાહી જીયાદ શેખ જેલમાં છે તેથી તેનો ભોગ બનવાથી બીજી કેટલીક `મોડર્ન તરુણીઓ' બચી ગઈ.
બિહારના જમુઈના આસિફ અન્સારી નામના જેહાદી તો માત્ર ૧૪ વર્ષની `મોડર્ન' હિન્દુ તરુણીને ગેમિંગ જેહાદનો ભોગ બનાવી. તેની ઉપર દુષ્કર્મ આચરીને તેના વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તે સગીર મોડર્ન હિન્દુ તરુણીને `બુરખાધારી' બનાવવા માટે તેની પર અમાનવીય (પરંતુ સેક્યુલર) અત્યાચારો કર્યા. સ્થાનિક લોકોની સક્રિયતાને કારણે તે સગીરા સુટકેસ કે પોલીથિન બેગમાં સમાઈ જવાથી બચી ગઈ.
ઉત્તરપ્રદેશના મુરાદાબાદના ફઝલ નામના જેહાદીઓ મુંબઈની મહિલા માધુરી મિત્રાને ઓનલાઇન ફ્રેન્ડ બનાવીને તેને જેહાદી જાળમાં ફસાવી! `મોડર્ન' માધુરી `મુસ્લિમ મોહપાશ' બંધાઈને મુંબઈથી મુરાદાબાદ પહોંચી! ફઝલે માધુરી ઉપર દુષ્કર્મ આચરીને તેને `બુરખાધારી' બીબી બનાવી અને તેની ઉપર અમાનવીય અત્યાચારો કર્યા ત્યારે માધુરીના સ્વજનોના માથામાં સવાર થયેલું `સેક્યુલર' ભૂત ઊતરી ગયું. તેથી જેહાદી ફઝલ સામે પોલીસ કેસ કરવાની `શક્તિ' તેમને પ્રાપ્ત થઈ.
કટ્ટરપંથી જેહાદીઓ હિન્દુ તરુણીઓને જ બુરખાધારી બનાવવા માટે ગેમિંગ જેહાદ ચલાવે છે એવું નથી. સેક્યુલર હિન્દુ યુવકોને પણ તેમની ગેમિંગ જેહાદમાં ફસાવવા માટે જેહાદીઓ ઉત્સુક હોય છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના જેહાદીઓએ ૧૭ વર્ષીય હિન્દુ તરુણને ઓનલાઇન ગેમિંગ જેહાદનો શિકાર બનાવ્યો હતો. જોકે તે સેક્યુલર તરુણની માતામાં સનાતની રક્ત વહેતું હતું તેથી તે માતાએ જેહાદીઓની વિરુદ્ધમાં પોલીસ કેસ કર્યો છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના એક કટ્ટરપંથી જેહાદી નવાબે તો એક સાથે બે હિન્દુ બહેનોને ગેમિંગ જેહાદનો ભોગ બનાવી હતી. જોકે દુષ્કૃત્યનો ભોગ બનેલી બંને હિન્દુ તરુણીઓને તે જેહાદી `બુરખાધારી' બનાવે તે પહેલાં જ સમાજની જાગૃતિને કારણે `લુખ્ખા' નવાબને કારાવાસ થયો.
ઉત્તરપ્રદેશના તીર્થસ્થાન પ્રયાગરાજના ૧૬ વર્ષના એક કટ્ટર જેહાદીએ પણ એક હિન્દુ તરુણને ઓનલાઇન ગેમિંગ જેહાદનો ભોગ બનાવ્યો હતો. પરંતુ તે તરુણ ગૌમાંસ ભક્ષક બને તે પૂર્વે જ તેની માતાએ પોલીસની સહાયતાથી તેના પુત્રને `દેશદ્રોહી' બનતો અટકાવ્યો.
રાજસ્થાનના સિકર જિલ્લાના તૈયબખાન નામના કટ્ટરપંથીએ હર્ષિતા નામની મોડર્ન યુવતીને ઓનલાઇન ગેમિંગ જેહાદમાં ફસાવી. પરિણીત યુવતી હર્ષિતા બુરખાધારી બને તે પૂર્વે જ તેના પતિએ તૈયબખાન સામે પોલીસ કેસ કર્યો. તેથી `મોડર્ન' હર્ષિતા બુરખાધારી બનીને કોથળામાં સમાઈ જવાથી બચી ગઈ.
ઉત્તરપ્રદેશના સાહિબાબાદના વલી, મુસ્તફા, કબીર, શાહજહાં જેવા બહુનામધારી કટ્ટરપંથીએ તો ઓનલાઇન ગેમીંગ જેહાદમાં એક આખા હિન્દુ પરિવારને ભોગ બનાવ્યો હતો. બહુરૂપિયા જેહાદીએ એ હિન્દુ પરિવારના લાખો રૂપિયા પડાવી લીધા ત્યારે તે સેક્યુલર હિન્દુ પરિવારને `સનાતન જ્ઞાન' લાદ્યું. આજે એક હિન્દુ પરિવાર ગૌહત્યા કરવામાંથી બચી ગયો, પરંતુ બહુનામધારી જેહાદી લુંટારાને પોલીસ હજી શોધી શકી નથી.
ઉત્તરપ્રદેશના મેરઠના કાદીર નામના કટ્ટરપંથી જેહાદીએ એક મોડર્ન હિન્દુ વિદ્યાર્થિનીને ઓનલાઇન ગેમિંગ જેહાદનો ભોગ બનાવી. જેહાદી પદ્ધતિ પ્રમાણે તે મોડર્ન હિન્દુ વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરીને તેના વીડિયો વાયરલ કરવાની ધમકી આપાવમાં આવી. તેથી તે મોડર્ન તરુણીને મૃત્યુ કે બુરખા વચ્ચે પસંદગી કરવામાં આવી ત્યારે તેના પરિવારજનોએ `આધુનિકતા'ના આંચળા ત્યજીને જેહાદી કાદીર સામે પોલીસ કેસ કર્યો. આજે કાદીર કારાવાસમાં બંધ છે, તો તે `મોડર્ન' યુવતી બુરખાથી મુક્ત છે.
ઉત્તરપ્રદેશના બાંદાના એક કટ્ટરપંથી જેહાદીએ એક હિન્દુ સગીરાને ઓનલાઇન ગેમિંગ જેહાદનો ભોગ બનાવી હતી. હિન્દુ સગીરાનું અપહરણ કરીને કૌશાંબીમાં તેની ઉપર તે જેહાદીએ દુષ્કર્મ આચર્યું. તે પછી ત્યાંના મદરેસામાં તેને બુરખાધારી બનાવવાની પણ તૈયારી થઈ ગઈ હતી, પરંતુ સ્થાનિક દેશભક્તોની સક્રિયતાને કારણે તે જેહાદી જેલ ભેગો થયો અને જેહાદી દુષ્કર્મનો ભોગ બનેલી તરુણી સુટકેસમાં સમાઈ જવામાંથી બચી ગઈ.
સ્પષ્ટ્ર છે કે કટ્ટરપંથી જેહાદીઓ લવ જેહાદ, થૂંક જેહાદ અને લેન્ડ જેહાદની સફળતા પછી ઓનલાઇન ગેમિંગ જેહાદ દ્વારા આપણી મા-બહેનોને બુરખાધારી બનાવવાનું ષડયંત્ર દેશભરમાં ચલાવી રહ્યા છે. પરિવાર પ્રબોધન અને સનાતન સંસ્કારો દ્વારા જ આવા કટ્ટરપંથી જેહાદીઓથી આપણી દીકરીઓને કોથળામાં કે સુટકેસમાં સમાઈ જવામાંથી બચાવી શકીશું.