રોગમુક્ત રહેવું છે? ભારતની સંશોધન સંસ્થાએ કહ્યું છે કે રોજ આટલું કરો રોગમુક્ત રહેશો!
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ( ICMR ) દ્વારા ૧૩ વર્ષમાં પહેલીવાર ભોજનમાં શું હોવું જોઇએ તેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.
દેશના લોકોની સ્થાસ્થ્યની ચિંતા હવે થવા લાગી છે. અડધાથી વધુ રોગોનું કારણ અસ્વસ્થ આહાર છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ( ICMR ) ના એક અભ્યાસ પ્રમાણે અલ્ટ્રા – પ્રોસેસ્ડ ફૂડ ખાવાના કારણે રોગ વધી રહ્યા છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે ખાંડ, તેલ, ચરબીયુક્ત ખોરાક, શારીરિક શ્રમનો અભાવ અને ખરાબ આહારશૈલીના કારણે ભારતીયો ઝડપથી વૃદ્ધ થઈ રહ્યા છે.
આહારમાં આ સુધાર લાવો
આ અભ્યાસ પછી ICMR એ જણાવ્યું છે કે સ્વસ્થ રહેવા એક પુખ્ત વયના વ્યક્તિએ રોજ ૧૨૦૦ ગ્રામ ખોરાક ખાવો જોઇએ. જેમાં ૧૦૦ ગ્રામ ફળો, ૪૦૦ ગ્રામ શાકભાજી, ૩૦૦ ગ્રામ દૂધ કે દહી, ૮૫ ગ્રામ કઠોળ, ૩૫ ગ્રામ બદામ અને ૨૫૦ ગ્રામ અનાજનું સેવન કરવું જરૂરી છે. આ સાથે શારીરિક શ્રમ પણ જરૂરી છે
ખાવાનું બંધ કરી દો
ચિપ્સ, આઈસક્રીમ, અલ્ટ્રા – પ્રોસેસ્ડ ફૂડ, મેગી, નૂડલ્સ આ બધુ આરોગ્ય માટે ખૂબ હાનિકારક છે. તેનાથી દૂર રહો. ચરબી, ખાંડ અને મીઠું જેમા વધારે હોય તેનાથી દૂર રહો. ખરીદી કરતી વખતે બ્રાંડ નહી પણ પેકેટ પર લખેલી માહિતી તપાસો. હેલ્દી તત્વો હોય તો જ તે આહારની ખરીદી કરો.