દેશ વિરોધી નેરેટિવ ઊભા કરતા ખાન માર્કેટને તમે જાણો છો? આવો જાણીએ!!

આ ગેંગને આંતરરાષ્ટ્રીય કમ્યુનિસ્ટ મીડિયા ખાતર- પાણી આપી પોષતું રહે છે. આ લોકોનું કામ છે કે વિશ્વભરમાં ભારતના વધતા પ્રભાવને રોકવા માટે નેરેટિવ ઘડતા રહેવું.

    ૨૫-મે-૨૦૨૪
કુલ દૃશ્યો |

khan market gang


ખાન માર્કેટ વિશે જાણો છો? મોદી, ભાજપ અને સંઘ વિરુદ્ધ નેરેટિવ ઊભા કરતા ખાન માર્કેટને જાણો છો? | Khan Market gang

 
 
થોડાં સમય પહેલાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખીને પબ્લિક પ્લેટફોર્મ પર ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો. પણ શું આપ જાણો છો કે એ પત્ર રાહુલના ભેજાની ઊપજ નહોતી. એની પાછળ એક મોટું ષડયંત્ર છે અને એ ખાન માર્કેટના નામે ઓળખાય છે. માત્ર આ પત્ર જ નહીં `ખાન માર્કેટ' મોદી, ભાજપ અને સંઘ વિરુદ્ધ ભયંકર હદે દુષ્પ્રચાર કરે છે. એના વિશે દૂરદર્શનનાં વરિષ્ઠ પત્રકાર અશોક શ્રીવાસ્તવે એક પુસ્તક પણ લખ્યું છે. આવો જાણીએ, આ ખાન માર્કેટ શું છે અને તે દેશવિરોધી કેવાં ષડયંત્રો રચે છે... Khan Market gang
 
 
 - વિદેશી ભંડોળ પર નિર્ભર રહેનારા કેટલાક કથિત બુદ્ધિજીવીઓ સિગારેટમાંથી ધુમાડો છોડતાં છોડતાં માત્ર મોદી, ભાજપ અને આરએસએસ વિરુદ્ધ નવા નેરેટિવ ઘડવાનું કામ કરે છે અને આ જ નેરેટિવને તેઓ વિપક્ષના નેતાઓની થાળીમાં પીરસે છે. 
 
- ખાન માર્કેટ ગેંગમાં એક શાખા પત્રકારોની છે, જે તેમની `હા'માં `હા' અને `ના'માં `ના'નો સૂર વહેતો કરે છે અને ચોવીસ કલાક સક્રિય રહે છે.
 
- આ કહેવાતા ખાન માર્કેટ ગેંગના તાર કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટીઓના હાઈકમાન્ડ સાથે જોડાયેલા છે. તેમાં પણ અર્બન નક્સલીઓ આ બધાંના લીડર છે, જે તેમને નવા આઈડિયાની આપ - લે કરતા રહે છે. આ ગેંગને આંતરરાષ્ટ્રીય કમ્યુનિસ્ટ મીડિયા ખાતર- પાણી આપી પોષતું રહે છે.
 
 
ખાન માર્કેટ ગેંગનો પ્રોબ્લેમ એ છે કે ...!! 
 
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે. જો કે, તેમણે આ લલકાર ખાન માર્કેટ ગેંગના કહેવા પર આપ્યો છે. દેશનો દરેક બાળક જાણે છે કે, નરેન્દ્રમોદી સામે વિવાદમાં રાહુલ ગાંધી તલભાર પણ ટકી શકે નહીં, પરંતુ અહીં પ્રશ્ન એ થાય કે રાહુલ ગાંધી છે કોણ? ઇંડી એલાયન્સે (વિપક્ષી ગઠબંધને) તો તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પણ બનાવ્યા નથી. વળી, કોંગ્રેસ તરફથી પણ તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. તેઓ અત્યારે લોકસભામાં વિપક્ષ નેતા પણ નથી, કે વિપક્ષ દળ કોંગ્રેસના અધ્યક્ષ પણ નથી. રાહુલ ગાંધીમાં આ વિચારબીજ ખાન માર્કેટ ગેંગ દ્વારા રોપવામાં આવ્યું છે, જેનું સમાજમાં કોઈ અસ્તિત્વ જ નથી. તેઓ પોતે જાણતા નથી કે, મોદીની સામે રાહુલ ગાંધી બે મિનિટ માટે પણ ટકી શકે નહીં. રાહુલ ગાંધી પોતે પણ નહીં જાણતા હોય કે સંસદમાં સામ-સામી દલીલોમાં તેઓ કેટલી વાર હાસ્યને પાત્ર બન્યા હશે! આ ખાન માર્કેટ ગેંગે એક ષડયંત્ર હેઠળ રાહુલ ગાંધીને આ પડકાર અપાવ્યો છે. અહીં ષડયંત્ર એ છે કે, જો મોદી આ પડકાર ઝીલી લે તો રાહુલ ગાંધી પોતે જ પ્રધાનમંત્રી પદ માટેના ઉમેદવાર બની જશે. જેને ઇંડી ગઠબંધને ઉમેદવાર બનાવ્યા નથી, તેવી ખાન માર્કેટ ગેંગ રાહુલ ગાંધીને પીએમ પદ માટે ઉમેદવાર બનાવવા ઇચ્છે છે. આ ખાન માર્કેટ ગેંગનો પ્રોબ્લેમ એ છે કે તેઓ મોદી, ભાજપ અને આરએસએસને ઘોર નફરત કરે છે. આવા લોકોને આખો દેશ નરેન્દ્ર મોદી, ભાજપ અને આરએસએસ સાથે ઊભો છે, તે વાતથી ફરક પડતો નથી.
 
દેશ વિરોધી નવા નેરેટિવ ઘડવાનું કામ કરે છે  
 
ગત લોકસભાના ચૂંટણીપ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ખાન માર્કેટ ગેંગનો ઉલ્લેખ કર્યો હતો. દિલ્હીમાં અંગ્રેજોના સમયથી ઈલિટ ક્લાસ માટેનું એક અત્યંત મોંઘું બજાર છે. બ્રિટિશ રાજમાં અંગ્રેજો ખરીદી કરવા અહીં આવતા. આઝાદી બાદ પણ અંગ્રેજ સંસ્કૃતિવાળી માનસિકતા ધરાવતા લોકો, જેમને સામાન્ય માણસની જિંદગી, સંસ્કૃતિ, ગામ અને ગામની રહેણીકરણી સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી, તે લોકો માટે ખાન માર્કેટમાં કોઈ રેસ્ટોરન્ટમાં જઈ ભોજન કરવું કે એક કપ કોફી પીવી કે ખરીદી કરવી એ સ્ટેટ્સ સિમ્બોલ છે. સામાન્ય માણસ તો માત્ર ફરીને ઘરે આવી શકે છે. તો વિદેશી ભંડોળ પર નિર્ભર રહેનારા કેટલાક કથિત બુદ્ધિજીવીઓ સિગારેટમાંથી ધુમાડો છોડતાં છોડતાં માત્ર મોદી, ભાજપ અને આરએસએસ વિરુદ્ધ નવા નેરેટિવ ઘડવાનું કામ કરે છે અને આ જ નેરેટિવને તેઓ વિપક્ષના નેતાઓની થાળીમાં પીરસે છે. આ ખાન માર્કેટ ગેંગ આખું વર્ષ ચોવીસ કલાક સક્રિય રહે છે, પરંતુ દરેક ચૂંટણી વખતે સૌથી વધુ સક્રિય બને છે. નરેન્દ્ર મોદીની છબિને ખરડવા તેઓ ૨૦૦૨થી પ્રવૃત્ત છે. દૂરદર્શનના વરિષ્ઠ પત્રકાર અશોક શ્રીવાસ્તવે આ ખાન માર્કેટ ગેંગ વર્સીસ મોદી પર એક આખું પુસ્તક લખ્યું છે.
 
ખાન માર્કેટ ગેંગમાં એક શાખા પત્રકારોની છે...!? 
 
       ખાન માર્કેટ ગેંગની ઘણી શાખાઓ છે. તેમાં સૌથી મોટી શાખા ફોરેન ફંડિગવાળી એનજીઓ છે. નરેન્દ્ર મોદીએ આ શાખાના ઢાંકણને હવાચુસ્ત રીતે બંધ રાખ્યું છે. સોનિયા ગાંધીની મિત્ર તિસ્તા સેતલવાડ આ જ ગેંગની એક લીડર હતી, જેણે નરેન્દ્ર મોદી વિરુદ્ધ જુઠાણાંની જાળ બિછાવેલી. સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડ દ્વારા ઊભા કરાયેલા નેરેટિવ પર જ મોદીને મોતના સોદાગર કહ્યા હતા. ખાન માર્કેટ ગેંગમાં એક શાખા પત્રકારોની છે, જે તેમની `હા'માં હા અને `ના'માં `ના'નો સૂર વહેતો કરે છે અને ચોવીસ કલાક સક્રિય રહે છે, તો વળી એક શાખા યુનિવર્સિટીમાં ભણતા ડાબેરીઓની છે, જે યુવાઓને ઘસાઈ ચૂકેલ કમ્યુનિસ્ટ થિયરીનું ચાટણ ચટાવે છે. રાહુલ ગાંધી પણ આજકાલ સંપત્તિના રી- ડિસ્ટ્રીબ્યુશનની થિયરી લઈને ફરે છે. એક શાખા ફિલ્મી જગતમાં પણ ફેલાયેલી છે, જેમની પત્નીઓને ભારતમાં રહેવામાં ડર લાગે છે. તો, એક શાખા જજ અને વકીલોમાં વિસ્તરેલી છે, જેમણે અનહદ નેશનલ એલાયન્સ ઓફ પબ્લિક મૂવમેન્ટ અને એડીઆર જેવી ડઝનબંધ દુકાનો ખોલી છે.
 
આ લોકોનું કામ છે કે વિશ્વભરમાં ભારતના વધતા પ્રભાવને રોકવા માટે નેરેટિવ ઘડતા રહેવું. 
 
          નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કોણ- કોણ સક્રિય હતું તેના વિશે વાત કરીએ તો આ પ્રદર્શનમાં વકીલોએ પણ દેખાવો કર્યા હતા. તો રિટાયર્ડ જજોએ પણ કાયદાને સેક્યુલારિઝમ પર તરાપ મારતો કહ્યો. પરંતુ જ્યારે આરજેડી સુપ્રીમો લાલુ યાદવ મુસલમાનોને અનામત આપવાની વાત કરે કે કર્ણાટક, તેલંગાણાની સરકારો ઓબીસીનો હક ઝૂંટવી મુસલમાનોને અનામત વેચવાની વાત કરે તો ત્યારે સેક્યુલારિઝમ જોખમમાં હોવાના બણગાં ફૂંકાતાં નથી. ત્યારે આ તમામ વર્ગોમાંથી એકપણ વ્યક્તિ પૂછતો નથી કે મુસલમાનોને આર્થિક માપદંડના આધારે ૧૦ ટકા અનામત હેઠળ શા માટે લાવી શકાય તો નથી? આ કહેવાતા ખાન માર્કેટ ગેંગના તાર કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટીઓના હાઈકમાન્ડ સાથે જોડાયેલા છે. તેમાં પણ અર્બન નક્સલીઓ આ બધાંના લીડર છે, જે તેમને નવા આઈડિયાની આપ - લે કરતા રહે છે. આ ગેંગને આંતરરાષ્ટ્રીય કમ્યુનિસ્ટ મીડિયા ખાતર- પાણી આપી પોષતું રહે છે. આ લોકોનું કામ છે કે વિશ્વભરમાં ભારતના વધતા પ્રભાવને રોકવા માટે નેરેટિવ ઘડતા રહેવું.
 
હાલનું વિપક્ષનું આ નેરેટિવ કોઈ નવું નથી 
 
આ સંદર્ભે એ વાત પણ ભૂલવા જેવી નથી કે, નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કેવી રીતે અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર સુધીના દેશો અને સંસ્થાનાં નિવેદનો સામે આવ્યાં હતાં. આ ગેંગે ૨૦૧૯ની ચૂંટણીમાં અને તેના પછી લોકશાહી અને બંધારણ જોખમમાં છે તેવો સતત ભ્રમ ઉભો કરવા જાત-જાતના નેરેટિવ ઊભા કરવાનું શરૂ કર્યુ. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલનાં ભાષણો પર એક નજર કરીએ તો ૨૦૧૯ની ચૂંટણીમાં કેજરીવાલે જે ભાષણો આપ્યા હતા, આજે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ તેની નકલ કરી રહ્યા છે. ૨૦૨૦ના નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ શાહીન બાગનું પ્રદર્શન યાદ કરો, ધરણાંના સ્થળે ડૉક્ટર આંબેડકરજીના નામ ખોટી રીતે વટાવતી એક અલગ દુકાન ખોલવામાં આવી હતી. જેમાં બંધારણ જોખમમાં હોવાનો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. હાલનું વિપક્ષનું આ નેરેટિવ કોઈ નવું નથી.
 
હવે મૂળ મુદ્દે પાછા આવીએ તો, ખાન માર્કેટ ગેંગના કેટલાક સભ્યોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે આ બંનેને પબ્લિક પ્લેટફોર્મ પર સાર્વજનિક ચર્ચા - દલીલો કરવા માટે કહ્યું છે. આપણે અહીં એ જાણવું જોઈએ કે, આ પત્ર લખનારા આખરે કોણ છે! સૌથી પહેલા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન બી લોકુર. આ મહાશય નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પણ સક્રિય હતા. આ મહાનુભાવે ડાબેરીઓની સંસ્થા અનહદમાં જઈને મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ અનેક વખત ભાષણ આપ્યાં છે.
 
તેમના મતે હિંદુત્વની વાત કરનારા સાંપ્રદાયિક છે 
 
         આવા જ બીજા મહાશય છે, જસ્ટિસ એ.પી. શાહ, તેમને પણ હિંદુત્વનો વધતો પ્રભાવ ખૂંચ્યા કરે છે. આ મહાશય હિંદુત્વના વધતા પ્રભાવને મુસ્લિમવિરોધ તરીકે જુએ છે. તેમના મતે હિંદુત્વની વાત કરનારા સાંપ્રદાયિક છે. વર્ષ ૨૦૨૦માં જ્યારે કોરોનાના કારણે સંસદનું સત્ર એક અઠવાડિયા પહેલાં જ પૂર્ણ થઈ ગયું ત્યારે આ જ વિષયને સાંકળી લઈને તેમણે મોદી પર જ એક લેખ લખી નાખ્યો. ત્રીજા છે એન.રામ - ધ હિંદુ સમાચારપત્રના કર્તાધર્તા તેમજ પૂર્વ સંપાદક. તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીના કાર્ડ હોલ્ડર રહી ચૂક્યા છે. દેશના સો પત્રકારોએ ભેગા મળીને ચીનનો જેટલો પ્રવાસ નહીં કર્યો હોય તેટલો તેઓ એકલા કરી ચૂક્યા છે. તેઓ પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણાનું આંદોલન ચલાવનારી ટીમનો મહત્ત્વપૂર્ણ ભાગ હતા. તેમણે તેમના જીવનપર્યંત ભાજપ, આરએસએસ પર એક પણ નિષ્પક્ષ લેખ લખ્યો નથી, તેમ છતાં પોતાને નિષ્પત્ર પત્રકારની શ્રેણીમાં ખપાવે છે.
 
          અહીં એ આતુરતા ઊભી થશે કે, આ ત્રિપુટી કેવી રીતે મળી હશે. તમને લેશ અંદાજો આવી ગયો હશે કે, આ ત્રણેયના તાર ક્યાં જોડાય છે! ભાજપે તો સ્પષ્ટ શબ્દોમાં જ સંભળાવી દીધું કે આ રાહુલ ગાંધી કોણ છે, જેની સાથે એનડીએના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર મોદી વિવાદ કરે. ચૂંટણીમાં વિવિધ દળો વચ્ચે સામ-સામા વાદ-વિવાદ થતા હોય છે, તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા વચ્ચે આવો જ એક રાઉન્ડ કરાવી લો!
 
- આદિત્ય રાજ