તમિલનાડુની શાળાઓમાં વીંટી, તિલક પર પ્રતિબંધ – આ તે કેવો ભેદભાવ?!

અહીં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હાલ પણ અહીં હિઝાબ પહેરી શાળાએ આવી રહી છે તેની સામે સ્ટાલિન સરકારને કોઈ જ વાંધો નથી.

    ૧૧-જુલાઇ-૨૦૨૪
કુલ દૃશ્યો |
 
tilal tamilnadu
 
 
હળાહળ સનાતન વિરોધી તમિલનાડુની સ્ટાલિન સરકારે રાજ્યની શાળાઓમાં જાતિવાદ દૂર કરવાને બહાને ફરી એક વખત હિન્દુ ધર્મને નિશાન બનાવ્યો છે. ગત વર્ષે શાળામાં દલિત વિદ્યાર્થીઓ પરના કથિત હુમલાની ઘટનાને આગળ કરી રાજ્ય સરકારે શાળામાં વીંટી, તિલક જેવાં હિન્દુ પ્રતીકો પર પ્રતિબંધ લગાવી દેતી વિવાદ થયો છે.
 
ભાજપ આ પગલાને હિન્દુ વિરોધી ગણાવી રહી છે. ત્યારે કલ્લર જાતિના અનેક શિક્ષકો પણ સરકારના વિરોધમાં ઊતરી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક તરફ તમિલનાડુ સરકાર તિલકને ધાર્મિક - જાતિવાદી પ્રતીક ગણાવી તેને પ્રતિબંધિત કરી રહી છે ત્યારે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હાલ પણ અહીં હિઝાબ પહેરી શાળાએ આવી રહી છે તેની સામે સ્ટાલિન સરકારને કોઈ જ વાંધો નથી.