હાઇ કોર્ટે આદેશ કર્યો છે - કાશ્મીરી પંડિતોના મંદિર અને તીર્થસ્થળોની સંપત્તિ રાજ્ય સરકાર સંરક્ષિત કરે

હીંના નુનેર ગામમાં આવેલ બે હિન્દુ ધાર્મિક સ્થળ "અસ્થાપન દેવરાજ ભારવ" અને "વિધુશે" મંદિરને સંરક્ષિત, સુરક્ષિત અને તેની સારસંભાળ રાખવાનો તેમજ જમ્મુ-કાશ્મીર પ્રવાસી અચલ સંપત્તિ અધિનિયમ ૧૯૯૭ હેઠળ જરૂરી પગલાં ભરવા નિર્દેશ આપ્યો છે.

    ૧૩-જુલાઇ-૨૦૨૪
કુલ દૃશ્યો |

jammu kashmir high court orders

કાશ્મીરી પંડિતોના મંદિર અને તીર્થસ્થળોની સંપત્તિ સંદર્ભે હાઇકોર્ટે ખૂબ મોટો આદેશ આપ્યો છે…!!

જમ્મુ- કાશ્મીર અને લદ્દાખ હાઈ કોર્ટે કાશ્મીરી પંડિતોના મંદિર અને તીર્થસ્થળોની સંપત્તિના સંરક્ષણ બાબતે એક મોટો ચૂકાદો આપ્યો છે. કાશ્મીરી હિન્દુઓની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતની રક્ષા માટે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે એક ઐતિહાસિક આદેશ આપ્યો છે. આ આદેશનો હેતુ અહીંના પવિત્ર સ્થળોને સંરક્ષિત કરવાનો છે.કોર્ટે આદેશ આપ્યો છે કે કાશ્મીરી હિન્દુ મંદિરો, તીર્થસ્થાનોને જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા સંરક્ષિત કરવામાં આવે.
 
ઉલ્લેખનીય છે કે આ એ મંદિરો અને તીર્થસ્થાનો છે જેના પર ભૂ-માફિયાઓ દ્વારા અતિક્રમણ (દબાણ - કબ્જો) કરવામાં આવ્યું છે. જેની દેખરેખ - સારસંભાળ રાખવામાં નથી આવી રહી તેના પર પણ અતિક્રમણ કરવામાં આવ્યું છે. હવે બધા સ્થાનો રાજ્ય સરકાર પોતાના હસ્તક લઈ અને તેને સંરક્ષિત કરશે.
 
આ બાબતે રાજ્યનું પ્રતિનિધિત્વ જમ્મુ-કાશ્મીરના સીનિયર એટવોકેટ વકીલ મોહસિન કાદરીએ કર્યુ હતું અને વરિષ્ઠ વકીલ સીએમ કૌલે વર્ચુઅલ રીતે યાચિકાકર્તાઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું
 
છેલ્લા ત્રણ દાયકામાં આ સંદર્ભની જે સંપત્તિ વેચવામાં આવી, જેને ભાડે આપવામાં આવી, જેના પર અતિક્રમણ કરવામાં આવ્યું, અનધિકૃત રીતે જેના પર કબ્જો મેળવવામાં આવ્યો, કટ્ટરવાદીઓની ધમકીઓથી અહીં મંદિરો તથા તીથસ્થાનોની કરોડોની સંપત્તિ પડાવી લેવામાં આવી છે. હાઈકોર્ટની બેંચે આવા મંદિરો તથા તીર્થસ્થળોના સંરક્ષણ સંબંધિત બધીજ બાબતોને એક સાથે જોડી દીધી છે.
 
હાઈકોર્ટની બેંચે રાજ્યના પરિષદ એએજી દ્વારા પ્રસ્તુત સબમિશનના આધારે મંદિર અને તેની અચલ સંપત્તિને સંરક્ષણ સંબંધિત રાજ્ય- જિલ્લાના ડીએમને સોંપવા માટે સહમતી વ્યક્ત કરી છે. હવે જિલ્લાના ડીએમ ઉપદ્રવિઓ અને અવેધ કબજો કરનાર કટ્ટરપંથીઓ પાસેથી આ સંપત્તિ પાછી મેળવશે.
 
કોર્ટે કહ્યું છે કે રાજ્યને એ પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે મંદિરોને અતિક્રમણ મુક્ત બનાવે અને ત્રીજા પક્ષને અવેધ રીતે વેચવામાં આવેલી સંપતિ પરત મેળવે અને તેને દેવતાના નામે કરવામાં આવે.
 
કોર્ટે કહ્યું છે કે આ સંદર્ભે થયેલી દરકે પ્રકારની લેવદ-દેવડ અવેધ છે, કેમ કે મંદિરની સંપત્તિ કોઇ ત્રીજા પક્ષને ન આપી શકાય ન લઈ શકાય. પણ છેલ્લા ત્રણ દાયકામાં આ જ થયું છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટની આ બેંચે પણ આ સંદર્ભની બધીજ બાબતોની સુનવણી શરૂ કરી દીધી છે જેની સંખ્યા ૧૦૦ જેટલી છે.
 
આ પહેલા ન્યાયમૂર્તિ સંજીવ કુમારે આ ઐતિહાસિક ચૂકાદો આપ્યો અને કાશ્મીરી પંડિતોની અરજીનો સ્વીકાર કર્યો છે. આ સાથે જ ઉત્તરી કાશ્મીરના ગાંદરબલ વિસ્તારના જિલ્લા મજિસ્ટ્રેટને અહીંના નુનેર ગામમાં આવેલ બે હિન્દુ ધાર્મિક સ્થળ "અસ્થાપન દેવરાજ ભારવ" અને "વિધુશે" મંદિરને સંરક્ષિત, સુરક્ષિત અને તેની સારસંભાળ રાખવાનો તેમજ જમ્મુ-કાશ્મીર પ્રવાસી અચલ સંપત્તિ અધિનિયમ ૧૯૯૭ હેઠળ જરૂરી પગલાં ભરવા નિર્દેશ આપ્યો છે.