વિશ્વ હિન્દુ પરિષદના ૬૦ વર્ષ | લવ જેહાદ અને ધર્માંતરણ વિરુદ્ધ દેશવ્યાપી અભિયાન ચલાવશે

30 Aug 2024 12:39:15

VHP
 
‘લવ જેહાદ’એક સત્ય છે, પરંતુ તે એક મોટો પડકાર પણ છે. વિશ્વ હિન્દુ પરિષદે આની સામે મોટું અભિયાન શરૂ કર્યું છે. આ હેઠળ, ધર્માંતરણ અને વિદેશી ઘૂસણખોરીને રોકવા માટે 90,000 સ્થળોને આવરી લઈને દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
 
પાંચજન્ય સામયિકના અહેવાલ પ્રમાણે આ અભિયાન વિહિપની 60મી વર્ષગાંઠના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું છે. સંસ્થાની સ્થાપના 29 ઓગસ્ટ 1964ના રોજ જન્માષ્ટમીના દિવસે કરવામાં આવી હતી. આ સંદર્ભે વિહિપના સ્વયંસેવકોએ 'જન જાગરણ' અભિયાન દ્વારા લોકોને સંગઠિત કરવા માટે મંદિરો અને મઠોની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે. આ સાથે, વિહિપ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં પ્રાપ્ત થયેલા ધાર્મિક-સાંસ્કૃતિક ફેરફારો વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્થન મેળવવા માટે સાધુ - સંતો સુધી પણ પહોંચી રહ્યું છે.
 
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે આ અભિયાનનો ઉદ્દેશ્ય શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવાનો અને તેમને વર્તમાન સમયમાં હિંદુ સમાજ જે મુખ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તેનાથી સંબંધિત મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
 
વિશ્વ હિન્દુ પરિષદના ૬૦ વર્ષ
 
વર્ષ ૧૯૫૭. નિયોગી કમીશનનો એક ચોંકાવનારો રીપોર્ટ આવે છે. ઇસાઈ મિશનરીઓ કઈ રીતે હિન્દુઓને લોભ – લાલચ આપી તેમનું ધર્માતરણ કરે છે તેનો પર્દાફાશ થાય છે. આ રીપોર્ટ આવ્યા પછી પણ તત્કાલિન કેન્દ્ર સરકાર ધર્માતરણ રોકવા કોઇ પ્રયાસ કરતી નથી, તેને રોકવા કોઇ કાયદો પણ બનાવતી નથી. બીજી બાજુ વિદેશમાં રહેતો હિન્દુ સમાજ પણ પોતાની વિવિધ સમસ્યાઓને લઈને ભારત તરફ મીટ માંડીને ઊભો હતો. આવા સમયે હિન્દુ સમાજને સંગઠિત કરી ધર્મની રક્ષા કરવા, હિન્દુ ધાર્મિક, સામાજિક તથા સાંસ્કૃતિક જીવન મૂલ્યોની રક્ષા કરવા આજથી ૬૦ વર્ષ પહેલા જન્માષ્ઠમીના દિવસે ૨૯ ઓગસ્ટ ૧૯૬૪ના રોજ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થાય છે.
 
મુંબઈમાં પવઈ ખાતે આવેલ પૂજ્ય સ્વામી ચિનમયાનંદજીના સાંદીપનિ સાધનાલય ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અને હિન્દુસ્થાન સમાચારના સંસ્થાપક શ્રી દાદાસાહેબ આપ્ટેજીની અધ્યક્ષતામાં સંત સભા યોજાઈ જેમાં પૂજ્ય સ્વામી ચિનમયાનંદ, રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ, સિખ સંપ્રદાયના માનનીય માસ્ટર તારાસિંહ, જૈન સંપ્રદાયના પૂજ્ય સુશીલ મુનિ, ગીતા પ્રેસ ગોરખપુરના હનુમાન પ્રદાસ પોદ્દાર, કે.એમ. મુંશી તથા પૂજ્ય ગુરૂજી સહિત ૪૦ કરતા વધારે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં હિન્દુ સમાજને સંગઠિત અને જાગૃત કરવા, તેમના સ્વત્વોં, માનબિન્દુઓં તથા જીવન મૂલ્યોની રક્ષા તથા સંવર્ધન કરવા તેમજ વિદેશમાં રહેતા હિન્દુઓ સાથે સંપર્ક સ્થાપિત કરવા, તેમને સુદ્રઢ બનાવવા તથા તેમની મદદ કરવા વિશ્વ હિન્દુ પરિષદના ત્રણ ઉદેશ નક્કી કરવામાં આવ્યા.
 
આ સભામાં જ હિન્દુની પરિભાષા નક્કી કરવામાં આવી. “જે વ્યક્તિ ભારતમાં વિકસિત થયેલા જીવન મૂલ્યોમાં આસ્થા રાખે છે અથવા જે વ્યક્તિ સ્વયંને હિન્દુઅ કહે છે તે હિન્દુ છે” આ પછી ૨૨ થી ૨૪ જાન્યુઆરી ૧૯૬૬માં કુંભના અવસરે ૧૨ દેશોના ૨૫ હજાર પ્રતિનિધિઓની સહભાગિતા સાથે પ્રથમ વિશ્વ હિન્દુ સમ્મેલન પ્રયાગમાં સમ્પન થયું. આ સમ્મેલનમાં ૩૦૦ પ્રમુખ સંતોની સાથે પહેલીવાર પ્રમુખ શંકરાચાર્ય પણ એકસાથે આવ્યા અને ધર્માતરણ અટકાવવા અને પરાવર્તન (ઘર વાપસી)નો સંકલ્પ લેવામાં આવ્યો. આ સંકલ્પ સાથે વિશ્વ હિન્દુ પરિષદ આજે પણ અડગતાથી કાર્ય કરી રહ્યું છે
 
Powered By Sangraha 9.0