# લેખક બનવાની, સાધનામાં લેખ પ્રકાશિત કરાવવાની તક
# સાધના પ્રકાશન ટ્રસ્ટ (સાપ્તાહિક) તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે શબ્દ-સાધના નિબંધસ્પર્ધા
૧૮થી૨૮ વર્ષ સુધીના સૌ (ભાઈ-બહેનો) માટે
સાધના પ્રકાશન ટ્રસ્ટ (સાપ્તાહિક) તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે ૧૮થી ૨૮ વર્ષ સુધીના સૌ (ભાઈ-બહેનો) માટે એક નિબંધસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવાનો નીચે મુજબના વિષયોમાંથી કોઈ એક વિષયની પસંદગી કરીને આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. નીચેના વિષયોમાંથી કોઈ એક વિષય પસંદ કરી, તેના નીતિ-નિયમો સમજી વાંચીને તરત જ આપનો નિબંધ સાધના સાપ્તાહિક પર મોકલી આપો. આ માટે અહીં આપેલ QR Code સ્કેન કરો અથવા આ લિંક પર ક્લિક કરો...
આ રહી લિંક.....
વિષય । અહીં આપેલા ૧૫ વિષયમાંથી તમને ગમતા કોઇ પણ એક વિષય પર નિબંધ લખી અમને મોકલી આપો
(૧) મારા સ્વપ્નનું ભારત
(૨) 'સ્વ' જાગરણ
ત્રિ-પરિણામીય સ્વઃ સ્વદેશી - સ્વધર્મ -સ્વરાજ્ય ('સ્વ'નું જાગરણ જોઈ શકાય તેવા પ્રસંગો – કાર્યો.)
(૩) હિન્દુત્વ
(સુપ્રીમ કોર્ટ અનુસાર હિન્દુ એ જીવનશૈલી છે. "सर्वे भवन्तु सुखिनः, वसुधैव कुटुंबकम" આવાં સૂત્રો ચરિતાર્થ થાય તેવું સ્વરૂપ)
(૪) આપણો ગૌરવશાળી વારસો
(આપણને વિશ્વ સમક્ષ ગૌરવ અપાવનાર ધરોહર-વિરાસતની વાત)
(૫) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં ૧૦૦ વર્ષ
(એક સંસ્થા તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રભક્તિને આગળ ધપાવતા અભિયાન તરીકે)
(૬) સંવિધાન અને નાગરિક કર્તવ્યો
(સંવિધાનમાં સમાવિષ્ટ નાગરિક કર્તવ્યોની છણાવટ, વર્તમાનમાં તેની પ્રસ્તુતતા, મહત્તા અને સક્ષમતા)
( ૭) રાષ્ટ્ર પ્રથમ (નેશન ફર્સ્ટ) - Nation Upon all
(રાષ્ટ્રની વાત આવે ત્યારે તમામ જાતિ - પંથ- સંપ્રદાય - પક્ષ સૌથી પર થવું હોવું. ભારતભૂમિ આપણી પુણ્યભૂમિ-કર્મભૂમિ-માતૃભૂમિ)
(૮) મુસ્લિમ સમસ્યા
(દેશ-વિદેશમાં આતંકવાદ, કન્વર્ઝન, લવજેહાદ, લેન્ડજેહાદ, ઘૂસણખોરી, કટ્ટરતા જેવી બાબતો અંગે.)
(૯) વૉકેઈઝમ
(કુટુંબવિરોધી અને માનવતાવિરોધી વિમર્શની વાત)
( ૧૦) ડિપસ્ટેટ, જેનું ભોગ ભારત પર બની રહ્યું છે.
(ભારત વિરુદ્ધનું વિદેશની ધરતી પર ઘડાયેલું ષડયંત્ર, જેમાં ભારતનાં સ્વાર્થી તત્ત્વોની સંડોવણી)
(૧૧) સેક્યુલર એટલે ધર્મનિરપેક્ષ નહીં
(સેક્યુલરનો સાચો અર્થ અને રાજકીય સ્વાર્થ માટે અનર્થ.)
(૧૨) રાષ્ટ્રાભિમાનમાં સાહિત્યનું યોગદાન
(૧૩) માતૃશક્તિનાં આદર્શ લોકમાતા અહલ્યાબાઈ હોળકર
(૧૪) પર્યાવરણસુરક્ષા
(૧૫) ભારતીય કુટુંબ-પરંપરા
આપનો નિબંધ અમને મોકલવા, સબમિટ કરવા આ QR Code સ્કેન કરો અથવા તેના પર ટચ કરો...
નિબંધસ્પર્ધાના નિયમો
(૧) નિબંધ ૧૫૦૦ થી ૨૦૦૦ શબ્દોની મર્યાદામાં હોવો જોઈએ.
(૨) નિબંધ મૌલિક હોવો જોઈએ. જો આખો નિબંધ કે તેનો હિસ્સો ક્યાંયથી કૉપી-પેસ્ટ કરી ઉઠાવેલ હશે તો તેના વિશે થનાર કાયદેસર કાર્યવાહીની સંપૂર્ણ જવાબદારી સ્પર્ધકની રહેશે.
(૩) 'સાધના'માં છપાયેલ QR Code સ્કેન કરીને જરૂરી ફૉર્મ ભરીને તેની સાથે મોકલેલ નિબંધ જ માન્ય રહેશે.
(૪) સ્પર્ધા અંગેનો અંતિમ નિર્ણય નિર્ણાયકોનો રહેશે.
(૫) દિ. ૧ માર્ચ, ૨૦૨૫ (ફાગણ સુદ-બીજ) સુધી મોકલેલ નિબંધ માન્ય રહેશે.
(૬) સ્પર્ધા અંગેની તમામ વિગતો અહીં સામેલ છે, જે સ્વયંસ્પષ્ટ અને સ્વયંસમજૂત છે, તેથી કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવી નહીં.
(૭) પરિણામોની જાણ 'સાધના'માં કરાશે તથા વિજેતાઓને ફોન દ્વારા પણ જાણ કરાશે.
(૮) ૧૮ થી ૨૮ વર્ષની વય ધરાવતા સૌ આમાં ભાગ લઈ શકશે. વયમર્યાદા: દિ. ૧-૩-૧૯૯૭થી તા. ૧-૩-૨૦૦૭ સુધીમાં જન્મેલાં સૌ માટે.
(૯) આપ જે નિબંધ લખો તે ફાઈલમાં મથાળે આપનું નામ, સરનામું, મોબાઈલ નંબર અચૂક લખવાં, આ અનિવાર્ય હોઈ જો નહીં લખ્યું હશે તો સ્પર્ધક તરીકે ઉમેદવારી અમાન્ય ઠરશે.
(૧૦) નિબંધ-જોડાણ (Attachment) નામના ખાનામાં પોતાનો નિબંધ વર્ડ અથવા પી.ડી.એફ. ફાઈલમાં જ અપલોડ કરવાનો રહેશે.
પુરસ્કાર । પ્રથમ ત્રણ વિજેતાઓના નિબંધ 'સાધના'માં પ્રકાશિત કરવામાં આવશે.
(૧) પ્રથમ વિજેતાને રૂ. ૫,૦૦૦ તથા ૫ પુસ્તક
(૨) દ્વિતીય વિજેતાને રૂ. ૪,૦૦૦ તથા ૫ પુસ્તક
(૩) તૃતીય વિજેતાને રૂ. ૩,૦૦૦ તથા ૫ પુસ્તક
ઉપરોક્ત ઉપરાંત ૧૦ આશ્વાસન ઈનામ તરીકે રૂ. ૧૦૦૦ તથા ૧ પુસ્તક