પાકિસ્તાનથી મહાકુંભ આવેલા શ્રદ્ધાળુએ કહ્યું સનાતન ધર્મમાં જન્મ લીધો છે તેનો આનંદ છે...

07 Feb 2025 12:34:22

Pakistan Hindus Maha Kumbh
 
 
મહાકુંભમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી આવેલા ૬૮ હિન્દુ શ્રદ્ધાળુઓએ ગંગાસ્નાન કર્યુ હતું. સિંધપ્રાંતમાંથી આવેલા રામ માખીજાનું કહેવું છે કે મહાકુંભનું નામ સાંભળ્યું ત્યારથી અહીં આવવાનું મન હતું. ગયા વર્ષે પણ ૨૫૦ જેટલા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ આવ્યા હતા અને ગંગામાં ડૂબકી લગાવી હતી. તેમણે કહ્યું કે અહીં આવી સતાનત ધર્મમાં જન્મ લીધો છે તેનું ગૌરવ અને અનુભૂતિ થઈ રહી છે. ઉલ્લેખનીય વાતએ છે કે આમાંથી ૬ લોકો અસ્થિ કળશ લઈને આવ્યા છે જે હરિદ્વારમાં વિસર્જિત કરાશે. મીડિયા અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગોટકી, સક્કર, ખૈરપુર, શિકારપુર, કર્જકોટ અને જટાબાલ જિલ્લામાંથી આ ૬૮ લોકો મહાકુંભ આવ્યા છે.
Powered By Sangraha 9.0