પશ્ચિમ બંગાળ બની રહ્યું છે બાંગ્લાદેશ | મુગલો પણ નહોતા કરાવી શક્યા જે હિંદુપરંપરા બંધ, મમતા સરકારે લગાવ્યો તેના પર પ્રતિબંધ

રથયાત્રા દરમિયાનના મેળા હોય કે દુર્ગાપૂજા દરમિયાનની શોભાયાત્રા કે પછી શાળામાં સરસ્વતીપૂજનથી માંડી જય શ્રીરામ, જય હનુમાન પરના પ્રતિબંધો મમતા સરકારની ઇસ્લામિક મનસા પ્રતિબિંબિત કરે છે.

    ૦૭-જુલાઇ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

Mamta Banerjee bans Hindu festivals in West Bengal
 
 
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર સતત હિંદુ આસ્થાનું અપમાન કરી રહી છે. ક્યારેક રામનવમીમાં રથયાત્રા રોકીને તો ક્યારેક હલાલ પ્રસાદના નામે હિંદુ સમુદાયની લાગણી દુભાવીને. આ વખતે બંગાળમાં ૬૨૯ વર્ષ જૂની રથયાત્રા મેળાની પરંપરા પર મમતા સરકારે રોક લગાવી વિવાદ ઊભો કર્યો છે. બંગાળના મુસ્લિમ બાહુલ્ય ધરાવતા જલાલપુર વિસ્તારમાં ૬૨૯ વર્ષથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક હિંદુ લોકો જોડાય છે. પરંતુ આ વર્ષે TMC શાસિત રાજ્ય સરકારે મેળાના આયોજન પર પ્રતિબંધ લગાવતાં સ્થાનિક હિંદુઓમાં નિરાશા ફરી વળી છે.
 
વિષયને વિસ્તારથી સમજીએ તો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના જલાલપુર વિસ્તારમાં આવેલા શ્રી મહાપ્રભુ મંદિર પાસે દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રા આ આયોજનનો જ એક ભાગ હોય છે. ૬ દિવસ ચાલનારા આ મેળામાં આસપાસના અલગ-અલગ જાતિ, પંથ અને સંપ્રદાયના હજારો લોકો ઉલ્લાસભેર જોડાય છે. આ પરંપરા આશરે ૬૨૯ વર્ષોથી ચાલતી આવી છે. ત્યારે આ વખતે બંગાળની TMC સરકારે ફક્ત રથયાત્રાની પરવાનગી આપી મેળાના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે, જેનાથી સ્થાનિક હિંદુ સમુદાય આક્રોશિત છે.
 
આ બાબતે પોલીસ પ્રશાસન સુરક્ષાનું બહાનું બતાવી જણાવે છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં રથયાત્રા દરમિયાન અસામાજિક તત્ત્વો દ્વારા ચોરી, હત્યા જેવી સંગીન ઘટનાઓ બનવા પામી છે, જે કારણોસર સ્થાનિક પ્રશાસને મમતા બેનર્જીની TMC સરકારના આદેશ પર રથમેળા પર રોક લગાવી છે.
 
૬૨૯ વર્ષ જૂની પરંપરા પર સરકારે પ્રતિબંધ મૂકતાં રથયાત્રા મેળાના આયોજકો પણ હેરાન છે. આયોજકોનું કહેવું છે કે, આ મેળાનું આયોજન ફક્ત ધાર્મિક રીતે જ નહિ પણ સ્થાનિક અર્થવ્યવસ્થા માટે પણ ખૂબ મહત્ત્વનું અને જરૂરી છે. આ બાબતે રથયાત્રા સમિતિના અધ્યક્ષ ગૌતમ મંડલનું કહેવું છે કે, આ રથયાત્રા મેળાની પરંપરા બાબર અને મુગલોના આવ્યા પહેલાંથી ચાલે છે અને મુગલ અને બાબર રાજમાં પણ આ પરંપરા અટકાવાઈ નથી. પરંતુ વોટ બેંકની રાજનીતિના કારણે જ આ મેળા પર રોક લગાવવામાં આવી છે.
 
TMC સરકારના મેળા પર રોક લગાવવાના આદેશ બાદ મેળાના આયોજકો હવે આ મામલાને જિલ્લા મેજિસ્ટ્રેટ અને કોર્ટ સમક્ષ લઈ જવા મજબૂર બન્યા છે. આ મામલે TMCના રાજ્ય મહાસચિવ કૃષ્ણેન્દુ નારાયણ ચૌધરીએ પોલીસ પ્રશાસનના નિર્ણયને સાચો ઠેરવતાં આને કાયદો-વ્યવસ્થાનો મામલો ગણાવ્યો હતો. જ્યારે સ્થાનિક BJP નેતા અજય ગાંગુલીએ આરોપ લગાવ્યો હતો કે, મેળો રોકવાનો નિર્ણય ભલે પોલીસે લીધો હોય પણ તેની પાછળ સીધો TMC સરકારનો હાથ છે.
 
બંગાળમાં જગન્નાથ મંદિર માટે `હલાલ પ્રસાદ' બનાવશે મુસ્લિમ વેપારીઓ
 
ઉલ્લેખનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે પશ્ચિમ બંગાળની મમતા સરકારે હિંદુઓની આસ્થાને દુભાવી હોય. હાલમાં જ TMC સરકાર દ્વારા બંગાળના દિઘામાં પુરીના જગન્નાથ મંદિરની પ્રતિકૃતિ બનાવતાં તેનો વિવાદ પણ વકર્યો હતો. એપ્રિલ ૨૦૨૫માં મંદિરનું ઉદઘાટન થયું હતું, ત્યાર બાદથી જ મંદિરને લઈને અવનવા વિવાદો સામે આવી રહ્યા છે. હાલમાં મંદિરના પ્રસાદને લઈને વિવાદ વધ્યો છે.
 
ભારતીય જનતા પાર્ટીએ બંગાળની મમતા સરકાર પર આરોપ લગાવ્યો છે કે, મંદિર માટે પ્રસાદ બનાવવાનું કામ મમતા સરકારે મુસ્લિમ વેપારીઓને આપ્યું છે. આ મામલે BJP આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ ૧૭ જૂન, ૨૦૨૫ના રોજ X પર એક પોસ્ટ શેર કરી એક લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં એ દુકાનોનાં નામ છે જેના માલિક મુસ્લિમ છે. માલવિયાએ એ પણ આરોપ લગાવ્યો છે કે, પુરીના અસલી જગન્નાથ મંદિરમાં જ્યાં ગેર-હિંદુઓને પ્રવેશની પણ મંજૂરી નથી, ત્યાં મમતા સરકાર અહીંયાં પ્રસાદ બનાવવાનું કામ મુસ્લિમોને સોંપી મંદિરની પવિત્રતા અને હિંદુ આસ્થાનું અપમાન કરી રહી છે.
 
હિન્દુઓના દરેક તહેવારો સાથે ભેદભાવ
 
એવું નથી કે આ પ્રથમવાર છે કે, મમતા સરકારે હિન્દુઓના ધાર્મિક તહેવારોને નિશાન બનાવ્યા છે. મમતા રાજમાં હિન્દુ ભાવનાઓને તાર તાર કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. હિન્દુ ધર્મમાં દશેરાના દિવસે શસ્ત્રપૂજાની પરંપરા રહી છે.પરંતુ મુસ્લિમોને વહાલા થવા મમતા દીદીએ ૨૦૧૭માં દશેરાના દિવસે પશ્ચિમ બંગાળમાં કોઈપણ સ્થળે શસ્ત્રો સાથે શોભાયાત્રા કાઢવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ મુદ્દે કોર્ટે પણ મમતા સરકારનો બરાબરનો ઊધડો લીધો હતો અને તેમની મંશા પર પાણી ફેરવી દીધું હતું. અગાઉ મમતા બેનર્જી દ્વારા મોહરમ અને દુર્ગા-વિસર્જન એક દિવસે આવતાં જ દુર્ગાવિસર્જનનો સમય બદલવા માટે દબાણ કર્યું હતું અને તાજિયાના ઝૂલુસ દરમિયાન દુર્ગાવિસર્જન અને શોભાયાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મમતા સરકારના આ ફતવાની ટીકા કરતાં કલકત્તા ઉચ્ચ ન્યાયાલયે કહ્યું હતું કે, તમે બે સમુદાયો વચ્ચે સંઘર્ષ ભડકાવવાનું કામ કરી રહ્યાં છો. દુર્ગાપૂજા અને મહોરમને લઈ રાજ્યમાં ક્યારેય આવી સ્થિતિ બની નથી.
આજે પણ પશ્ચિમ બંગાળનાં અનેક ગામોમાં દુર્ગાપૂજા પર મમતા સરકારે અઘોષિત રોક લગાવી રાખી છે. બીરભૂમ જિલ્લાનું કાંગલા પહાડી ગામ આનું ઉદાહરણ છે. આ ગામમાં ૩૦૦ ઘર હિન્દુઓનાં છે અને માત્ર ૨૫ ઘર મુસ્લિમોનાં છે, પરંતુ આ ગામમાં વર્ષોથી દુર્ગાપૂજા થઈ શકતી, કારણ કે ગામના મુસ્લિમો દ્વારા જિલ્લા પ્રશાસનને લેખિતમાં અરજી આપી હતી કે, ગામમાં દુર્ગાપૂજાના આયોજનથી અમારી મજહબિક લાગણીઓને ઠેસ પહોંચે છે, કારણ કે, દુર્ગાપૂજામાં મૂર્તિપૂજા કરવામાં આવે છે. આ ફરિયાદ બાદ તરત જ મમતા સરકારે દુર્ગાપૂજા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
 
૨૦૧૭માં રાજ્યનાં સિલિગુડીમાં મહાનંદા નદીમાં છઠ્ઠ પૂજા મનાવવા પર રોક લગાવી દેવામાં આવી હતી અને નદીમાં છઠ્ઠ પૂજા માટે અસ્થાયી ઘાટ બનાવવાની માંગણી પણ નકારી દેવામાં આવી હતી અને સ્પષ્ટ ધમકી આપવામાં આવી હતી કે, કોઈપણ છઠ્ઠ મનાવતું જોવા મળશે તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહિ, અહીંની સરકારી શાળાઓમાં મુસ્લિમોના વિરોધ બાદ સરસ્વતી પૂજા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
 
આમ, રથયાત્રા દરમિયાનના મેળા હોય કે દુર્ગાપૂજા દરમિયાનની શોભાયાત્રા કે પછી શાળામાં સરસ્વતીપૂજનથી માંડી જય શ્રીરામ, જય હનુમાન પરના પ્રતિબંધો મમતા સરકારની ઇસ્લામિક મનસા પ્રતિબિંબિત કરે છે. જો અહીંનો હિન્દુ સમુદાય સંગઠિત થઈ આ જેહાદી રાજકીય ષડયંત્રને જડબાતોડ જવાબ નહિ આપે તો પશ્ચિમ બંગાળ બીજું ગ્રેટર બાંગ્લાદેશ બનતાં વાર નહિ લાગે.
 
જગન્નાથ મંદિરના પ્રસાદ આપૂર્તિનું કામ મુસ્લિમ દુકાનદારોને
 
પશ્ચિમ બંગાળ દીધામાં નવનિર્મિત જગન્નાથ મંદિરના પ્રસાદની આપૂર્તિનું કામ પણ મમતા સરકાર દ્વારા મુસ્લિમ દુકાનદારોને સોંપવામાં આવ્યું છે. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ એક્સ પર એ મુસ્લિમ દુકાનદારોની યાદી પણ જાહેર કરી હતી. તેઓએ કહ્યું હતું કે, મુસલમાનોના સ્વામિત્વવાળી આ દુકાનોને જગન્નાથ મંદિરના પ્રસાદના રૂપમાં વિતરિત કરાતી ગાઝા અને પેરા નામની મીઠાઈઓ તૈયાર કરવા અને વિતરણનું કામ સોંપાયું છે. ઓડિસાના પુરીના મૂળ જગન્નાથ મંદિરમાં બિનહિન્દુઓ પ્રવેશ પણ કરી શકતા નથી, જ્યારે મમતા સરકાર મુસલમાનો દ્વારા તૈયાર કરાયેલા પ્રસાદને વિતરીત કરી મંદિરની પવિત્રતાનું ઘોર ઉલ્લંઘન કરી રહી છે. આખરે શું કામ એવા લોકોને ભગવાન જગન્નાથનો પવિત્ર પ્રસાદ બનાવવાનું કામ સોંપવામાં આવે છે કે, જે લોકોને ભગવાન જગન્નાથમાં શ્રદ્ધા જ નથી?
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...