એપસ્ટિન, ફ્રાન્સનું ચર્ચ, કેનેડાની ખ્રિસ્તી શાળા અને લંપટ શૈખો...
અત્યારે એપસ્ટિન ફાઇલ્સની ચારેકોર ચર્ચા છે. એક સ્વતંત્ર વ્યાવસાયિક (ટેક્ષ સલાહકાર) જેફ્રી એપસ્ટિન તેના ઉચ્ચપદે બિરાજમાન અથવા ધનાઢ્ય ગ્રાહકોના સંપર્કોના લીધે સારું કમાતો જ હતો પણ તેણે પોતાની વિકૃતિ અને સાથે ગ્રાહકોની વિકૃતિ પોષી તેમને બ્લેકમેઇલ કરી કટકી (કમિશન) લઈ દેશ-વિદેશના લોકોનાં કામો કરાવી આપવાની ચાનક ચડી.
આથી વર્જિન ટાપુઓ પૈકીના સેન્ટ જેમ્સ નામના ટાપુ પર આલિશાન રિસૉર્ટ જેવું બનાવ્યું અને ત્યાં ગ્રાહકો માટે પાર્ટી રાખતો. ઉર્દૂમાં શરાબ, શબાબ અને કબાબ કહે (આવી કહેવત ઉર્દૂમાં જ હોય કારણ કે બાદશાહો અને એમના શાગીર્દો વિકૃત સંસ્કૃતિમાં માને છે.) તેવી આ પાર્ટીઓમાં બધા પ્રકારની અય્યાશી થતી. પણ સીમા તો એ વાતે વટાવાઈ કે, અણસમજુ કુમળી વયની છોકરી-છોકરાઓને યેનકેન પ્રકારેણ ત્યાં લાવવામાં આવતી અને ગ્રાહકો, જેમાં ઘણાના તો ‘કબરમાં પગ લટકતા હોય’ તેવા બુઢ્ઢાઓ અને બુઢ્ઢીઓ હતાં તેઓ તેમનો ઉપભોગ કરતાં. આમ તો આ કાળાં કામો બહાર ન આવત, કારણ કે એપસ્ટિન પોતે પહોંચેલી માયા હતો અને તેના આમંત્રિત મહેમાનો રાષ્ટ્રાધ્યક્ષો, પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષો, વિશ્વના ટોચના પાંચ ધનાઢ્યોમાં નામ આવે તેવા ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો, ફિલ્મ કલાકારો હતા.
કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું?
૨૦૦૫માં એક મા-બાપે પોલીસને ફરિયાદ કરી કે, તેમની ૧૪ વર્ષની દીકરીનું યૌનશોષણ કરાયું છે. અમેરિકી કેન્દ્ર સરકારના અધિકારીઓને આવી ૩૬ છોકરીઓ મળી જેનું એપસ્ટિને યૌનશોષણ કર્યું હતું. એપસ્ટિને અપરાધ સ્વીકારી લીધો. ૨૦૦૮માં ફ્લૉરિડા રાજ્યના ન્યાયાલયે તેને માત્ર બે જ અપરાધમાં દોષી જાહેર કર્યો. એક તો બાળકીને વેશ્યાવૃત્તિ માટે લાવવી અને બે, તેના માટે લોકોને લલચાવવા. તેને માત્ર ૧૩ મહિનાની જ સજા થઈ.
પણ આટલી મોટી પ્રભાવશાળી હસ્તી હોવાથી જેલ સત્તા પણ તેની સમક્ષ ઝૂકી ગઈ. અથવા કહો કે, ઝૂકવું પડ્યું. તેને સપ્તાહમાં છ દિવસ માટે ‘કામ માટે છોડી મૂકવા’માં આવતો હતો! અને દિવસમાં ૧૨ કલાક તે જેલની બહાર રહી પોતાની ઑફિસમાંથી કામ કરી શકતો હતો! તે તેની પોતાની ઑફિસમાં જઈ શકે, વેપારધંધો કરી શકે, અને આ બધો સમય તેના પર કોઈ નજર રાખવામાં ન આવે!
તમે જ કહો, આને સજા કહેવાય ?!
અગિયાર વર્ષ સુધી આવા જલસા કર્યા પછી આ નરાધમ પોલીસની ઝપટે ચડ્યો. ૬ જુલાઈ ૨૦૧૯એ તેની ફરી ધરપકડ થઈ અને એક જ મહિનામાં એટલે કે ૧૦ ઑગસ્ટ ૨૦૧૯એ તો તેનું જેલમાં મૃત્યુ થઈ ગયું. તેણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું અધિકૃત રીતે કહેવાયું, પણ અનધિકૃત ચર્ચા તો એવી છે કે, જેલમાં જ તેનો ઘડોલાડવો કરી દેવાયો, જેથી તે મોઢું ખોલી રહસ્યો જાહેર ન કરે.
અમેરિકાનાં મોટાં માથાંનાં વિકૃત કામો
એ તો સર્વવિદિત છે કે દારૂના પીઠામાં દૂધ પીનારા વિશે લોકો એ જ માનવાના કે, એણે મદિરા પીધી હશે. આ જ રીતે એપસ્ટિન ફાઇલમાં અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ, તેમની પત્ની મેલાનિયા, પૂર્વપ્રમુખ બિલ ક્લિન્ટન, માઇક્રૉસૉફ્ટથી જાણીતા બિલ ગેટ્સ, ગૂગલના સ્થાપક સર્ગી બ્રિન, એમેઝૉનના સ્થાપક જેફ બેઝોસ, સાઉદી અરેબિયાના મોટા ઉદ્યોગપતિ સુલતાન અહમદ બિન સલાયેમ, નૉર્વેની રાજકુંવરી મેટ્ટે મેરિટ, ઇંગ્લેન્ડના રાજકુંવર ઍન્ડ્રુ, તેની પત્ની સારાહ ફર્ગ્યુસન, દીકરીઓ બીટ્રિસ અને યુજીની, રાજકુંવરી ડાયેના, સ્વીડનની રાજકુંવરી સોફિયા, ટેસ્લા કાર કંપનીના સ્વામી ઇલોન મસ્ક, ગાયક માઇકલ જેક્સન, ફેશન મૉડલ નાઓમી કેમ્પબેલ, ફિલ્મ નિર્દેશિકા મીરા નાયર (જે હવે તેમના કટ્ટર ઇસ્લામી તેમજ ન્યૂ યૉર્કના મેયર ઝોહરાન મમદાનીની માતા તરીકે વધુ ઓળખાય છે), વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ્સ, યોગ અને આયુર્વેદના પ્રસાર માટે જાણીતા દીપક ચોપડા વિશે પણ લોકો માને છે કે, તેઓ પણ વિકૃત હશે.
ગત ૩૦ જાન્યુઆરીએ આ ફાઇલોના ૩૦ લાખ પાનાં જાહેર કરાયાં છે, તેમાં ૨,૦૦૦ તો વિડિયો છે અને ૧.૮૦ લાખ ફોટા છે!
બાળકો-બાળકીઓનો શેતાનને ભોગ
ભારતનું મીડિયા તો લગભગ મૌન છે, પણ યૌનશોષણની કુમળી પીડિતાઓ, જે આજે મોટી થઈ હોઈ તેમની વાતો, તેમના ઇન્ટરવ્યૂ વાઇરલ થયા છે. સૉશિયલ મીડિયા પર તો એવા દાવા થઈ રહ્યા છે કે, આ લોકો એમ માને છે કે, વિશ્વમાં જનસંખ્યા વધી ગઈ છે અને જલસા કરવાનો અધિકાર આપણને જ છે. દુનિયાનાં સંસાધનો પર આપણો જ અધિકાર છે. તેથી લોકોને કીડીમંકોડાની જેમ મારી નાખવા જોઈએ. આથી આ ટાપુઓ પર ઘણાં બાળકોને મારી નાખવામાં આવતાં હતાં. એટલું જ નહીં, સૉશિયલ મીડિયા પર દાવા મુજબ, વિકૃતિની બધી સીમા વટાવી બાળકોને મારીને તેમનું માંસ આ લોકો ખાતાં હતાં!
એટલે જ, અમેરિકાએ ચીનની વુહાન પ્રયોગશાળામાં કૉરોના વાઇરસ બનાવવાનું આઉટસૉર્સિંગ કર્યું. બિલ ગેટ્સ સહિતના લોકોએ તેની રસી બનાવી. આજે આ રસીના કારણે લોકો ટપોટપ હાર્ટ ઍટેકથી મરી રહ્યાં છે. એપસ્ટિન ફાઇલ મુજબ, બિલ ગેટ્સને રશિયાની છોકરીઓ સાથે સેક્સથી ‘એસટીડી’ (ગુપ્ત રોગ) થઈ ગયો હતો (તે છોકરીઓમાંથી કેટલી તો એસટીડીથી મરી હશે!) અને તેણે એપસ્ટિન પાસે એન્ટી બાયૉટિક્સ ઔષધિ માગી હતી. આ ઔષધિ (દવા) તેણે તેની તે સમયની પત્ની મિલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ માટે માગી હતી. મિલિન્ડાને આ દવા તેની જાણ બહાર આપવાની હતી.
સૉશિયલ મીડિયા પર એક દાવા મુજબ, આ મોટી હસ્તીઓ ધારે તો પોતાને ત્યાં પણ આ વિકૃતિ પોષી શકતી હતી તો આ ટાપુ પર જ કેમ જતા હતા? કહે છે કે ટાપુ પર મોલોચ નામના શેતાનનું ઉપાસનાસ્થાન હતું. એટલે આ વિકૃત લોકો દ્વારા બાળકોનો ઉપભોગ કરી તેમનો ભોગ અપાતો, જેથી આ લોકો પાસે સત્તા, ધન અને કીર્તિ અકબંધ રહે, વધ્યા કરે! આ એ જ લોકો છે જેમના પ્રશાસન દ્વારા કે જેમની છૂપી મદદથી ચાલતી એનજીઓ, સર્વે સંસ્થાઓ ઇત્યાદિ ભારતને મદારી-સાપોનો, ગોમૂત્ર પીવાવાળાઓના દેશ તરીકે અને હિન્દુઓને અંધશ્રદ્ધાળુ તરીકે ચીતરતા રહે છે.
સ્ત્રીદાક્ષિણ્ય અને સખાવતના આડંબરમાં ખેલ!
ભારતના બુદ્ધુજીવી અને કલાકારો આ પશ્ચિમી દેશોના આવા લોકોની કૃપા પ્રાપ્ત કરવા પશ્ચિમના લોકોને બહુ સારા, નૈતિક, સખાવતવાળા ચીતરે જ્યારે હિન્દુઓને અંધશ્રદ્ધાળુ ચીતરે. હિન્દુઓનો પૈસો મંદિરમાં જાય તેમ કહી એવું કહે કે પશ્ચિમમાં ફલાણાને જુઓ, કેવું દાન આપે છે! હૉસ્પિટલો અને શાળા-મહા વિદ્યાલયો બનાવે છે. તેઓ સ્ત્રી દાક્ષિણ્યમાં કેટલું માને! શબાના આઝમી સહિત અનેક લેફ્ટ-લિબરલો નવરાત્રિ પર માતાજીની પૂજાની સાથે બળાત્કારની સમસ્યા જોડી ભારતને બળાત્કારીઓનો દેશ ગણાવે. બીબીસી જેવા બ્રિટન સરકારનું પ્રૉપેગેન્ડા મીડિયા ડૉક્યૂમેન્ટરી બનાવે.
ધૂળ સ્ત્રીદાક્ષિણ્ય! મૂળે તો એપસ્ટિન જેવા બહુ ઓછા સમાચારો આપણા સુધી સેક્યુલર મીડિયા પહોંચાડે છે અને આવી હૉસ્પિટલોનો ઉપયોગ નવી ઔષધિઓ અને રસીઓના પરીક્ષણ માટે નહીં થતો હોય તેની શું ખાતરી? બિલ ગેટ્સના ફાઉન્ડેશનને એઇડ્સ, ટીબી અને મેલેરિયા સામે લડવા માટે મળેલા દાનની છેતરપિંડી અને ઉચાપતના આરોપો લાગેલા છે. બિલ ગેટ્સે તેના ફાઉન્ડેશન દ્વારા આફ્રિકી દેશોમાં શું ધંધા કર્યા છે તે માટે https://www.pambazuka.org/another-missionary-africa-bill-gates-myth પર વાંચવા જેવું છે.
પશ્ચિમમાં યૌનશોષણનાં અગણિત ઉદાહરણો
એપસ્ટિન જેવા અનેક કાંડ પશ્ચિમમાં છે. અમેરિકાની શોધ પછી યુરોપના ગોરા ખ્રિસ્તીઓ દ્વારા ત્યાં મૂળ નિવાસી ભારતીયો (રેડ ઇણ્ડિયન) પર અત્યાચાર, ઇરાક યુદ્ધ વખતે અમેરિકી સૈનિકો દ્વારા ઈરાકી મુસ્લિમ યુવતીઓ-સ્ત્રીઓ પર બળાત્કાર, ઈ.સ. ૧૯૮૨માં કર્ન કાઉન્ટી ચાઇલ્ડ એબ્યૂઝ (બાળશોષણ)ના અનેક કેસ, ૧૯૮૩માં ડૅ કૅરમાં એટલે ચાર-પાંચ વર્ષનાં સેંકડો બાળકોનું મેકમાર્ટિન પરિવારના સભ્યો, અભિનેતા અને શિક્ષકો દ્વારા યૌનશોષણ, ઈ. સ. ૧૯૮૭માં ખ્રિસ્તીઓના બાપ્ટિસ્ટ મિનિસ્ટર ગેરી હેમબ્રાઇટ દ્વારા છોકરા-છોકરીઓનું જાતીય શોષણ, ઈ. સ. ૧૯૮૯માં ‘લિટલ રાસ્કલ્સ ડૅ કૅર’માં બાળકોનું યૌનશોષણ, ઈ. સ. ૧૯૯૦ના દાયકામાં પાંચસો અલ્પ વયસ્ક એથ્લેટનું જિમ માલિકો દ્વારા યૌનશોષણ, ૨૦૧૮માં માતાપિતા દ્વારા ૧૩ ભાઈ-બહેનને બંદી બનાવી શોષણનો ‘ટર્પિન કેસ’... આ તો કેવળ અમેરિકાની સૂચિ છે. તે પણ અધૂરી છે. બાકી તો ઘણી મોટી થાય તેમ છે.
કેનેડામાં ૨૦૨૧માં એક ખ્રિસ્તી નિવાસી શાળામાં થયેલા ખોદકામમાં મૂળ નિવાસી જનજાતિ સમુદાયનાં ૨૧૫ બાળકોના મૃતાવશેષો મળી આવ્યા હતા. ફ્રાન્સની વાત કરીએ તો, ત્યાં ૨૦૨૧માં કેથોલિક ચર્ચમાં ૩.૩૦ લાખ બાળકોના યૌનશોષણનો રિપૉર્ટ હતો. ગત ઑગસ્ટમાં એક સર્જન દ્વારા ૩૦૦ પુરુષ અને સ્ત્રી દર્દીઓ પર બળાત્કાર અથવા જાતીય આક્રમણનો કિસ્સો બહાર આવ્યો હતો. ગત ૧૦ ફેબ્રુઆરીના સમાચાર મુજબ, ફ્રાન્સના ૭૯ વર્ષના શિક્ષક જેકસ લેવેઉગલ જે હૉલિ ડે કેમ્પ પણ ચલાવતો તેના પર ઈ. સ. ૧૯૬૭થી ૨૦૨૨ દરમિયાન ૧૩થી ૧૭ વર્ષની અલ્પ વયસ્ક ૮૯ છોકરીઓ પર બળાત્કાર અથવા જાતીય આક્રમણના આરોપો લાગ્યા છે.
આ જ લોકોએ ભારતને આર્થિક ફટકો પાડવા, બાળ શ્રમ પર પ્રતિબંધનો વિરોધ કરી સાદડી ગૃહઉદ્યોગને મોટો ફટકો પાડનાર કૈલાસ સત્યાર્થીને ૨૦૧૪નું નૉબેલ પારિતોષિક આપ્યું હતું.
મધ્ય-પશ્ચિમમાં શૈખોના મુતાહ નિકાહ શું છે?
પશ્ચિમ જ નહીં, મધ્ય-પશ્ચિમના દેશોના ઘણા શૈખો પણ આવા જ વિકૃત હોય છે અને ભારતથી બાળકીઓને જાતીય વિકૃતિ સંતોષવા અવૈધ રીતે ખરીદી લઈ જાય છે. શ્રમ માટે પણ બાળકોને અવૈધ રીતે મોકલાય છે. કોરોના પહેલાંના સરકારી અહેવાલો અને ડેટા (સ્રોત: https://360info.org/child-trafficking-thrives-in-india-despite-strong-laws/) મુજબ લાખો બાળકોને ભારતથી શ્રમ માટે અવૈધ રીતે બહાર મોકલાયાં છે. ‘ઇણ્ડિયા ટૂડે’નો ૭ ડિસેમ્બર, ૨૦૨૪નો અહેવાલ કહે છે કે, મધ્ય-પશ્ચિમના આરબ શૈખો તેલંગાણા જેવા રાજ્યમાં આવી, ગરીબ પરિવારને પૈસા આપી તેમની બહેન-દીકરીઓની સાથે ‘મુતાહ’ નિકાહ કરી તેમને પોતાની સાથે લઈ જાય છે.
ઉર્દૂવુડ માટે હિન્દુ જ ખલનાયક
પણ ‘મર્દાની’ જેવી ત્રણ ભાગમાં બનેલી ફિલ્મોમાં છોકરીઓની ચોરી (ટ્રાફિકિંગ)માં વેશ્યાવૃત્તિમાં સંડોવાયેલાઓને ચુસ્ત હિન્દુ બતાવાય છે, અને મુસ્લિમને પોલીસ ઇન્સ્પેક્ટર અને સારા ગુંડા તરીકે.
સાંભળો આ લેખને...