શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા માસૂમ બાળકના કુદરતી વિકાસને દવાઓના જોરે રોકી શકાય? શું તમે કલ્પના કરી શકો કે જે ઉંમરે બાળકને સંસ્કારો અને રમતગમતની જરૂર હોય, તે ઉંમરે તેને કાયમ માટે ‘નપુંસક,’ ‘વાંઝિયા,’ ‘ગે’ કે ‘સમલૈંગિક’ બનાવવાનું એક આંતરરાષ્ટ્રીય સ્તરનું ષડયંત્ર ચાલી રહ્યું છે? કલ્પનામાં ભલે ના આવે પણ વાત સાચી છે. બ્રિટનથી ‘પ્યુબર્ટી બ્લોકર્સ’ નામનો એક ખેલ શરૂ થયો છે, જે હવે સ્ત્રી - પુરુષના લિંગ સામે પડકાર ફેંકી રહ્યો છે. આ ખેલમાં એલન મસ્ક જેવા દિગ્ગજે પણ પોતાનો પુત્ર ગુમાવ્યો છે. અને એ પછી જ દુનિયાને ખબર પડી કે ઉદારવાદના મુખૌટા પાછળ કેવા રાક્ષસો છુપાયેલા છે! આવો, આપણે આ ભયંકર ખેલ અને તેની પાછળ છુપાયેલા રાક્ષસોને ઓળખીએ..
માનવ ઇતિહાસમાં કદાચ આ સૌથી કપરો સમય છે, જ્યાં ‘જાગૃતિ’ અને ‘વિજ્ઞાન’ના ઓઠા હેઠળ માસૂમ બાળકોના શરીર સાથે એવા પ્રયોગો થઈ રહ્યા છે, જે સાંભળીને આપણાં રૂવાડાં ઊભાં થઈ જાય. યુનાઇટેડ કિંગડમ (UK)માં અત્યારે ‘પ્યુબર્ટી બ્લોકર્સ’ નામની દવાઓ અને તેના પર શરૂ થનારા નવાં પરીક્ષણોએ (Clinical Trials) એક એવો વૈચારિક વંટોળ ઊભો કર્યો છે, જેણે પશ્ચિમી જગતની ખોખલી ઉદારતાનો ચહેરો ખુલ્લો પાડી દીધો છે. આ કોઈ તબીબી સંશોધન નથી, પરંતુ એક અત્યંત ભયાનક અને સુનિયોજિત ષડયંત્ર છે, જેનો હેતુ આવનારી પેઢીના કુદરતી વિકાસને રૂંધી નાંખીને તેમને આજીવન દવા કંપનીઓના ગુલામ બનાવવાનો છે.
આ ષડયંત્ર વિશે જાણતા પહેલાં સૌ પ્રથમ એ સમજીએ કે આ રાક્ષસી પ્રક્રિયા આખરે છે શું? પ્યુબર્ટી બ્લોકર્સ એટલે એવી દવાઓ જે કિશોરાવસ્થામાં પ્રવેશતા બાળકના શરીરમાં કુદરતી હોર્મોન્સ - એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનને જબરદસ્તીથી દબાવી દે છે. કુદરતે નક્કી કરેલા ક્રમ મુજબ જ્યારે કિશોરવયે શરીરમાં ફેરફારો થવા જોઈએ, ત્યારે આ દવાઓ તે પ્રક્રિયાને બ્લોક કરી દે છે. છોકરીઓમાં સ્તનનો વિકાસ અને માસિક ધર્મ અટકી જાય છે, તો છોકરાઓમાં અવાજનું ઘેરાવું કે ચહેરા પરના વાળનો વિકાસ અટકી જાય છે. આ એ ઉંમર છે જ્યારે બાળકને હજુ પોતાની ઓળખ વિશે પણ પૂરી સમજ નથી હોતી. આ દવાઓથી મગજનો વિકાસ અટકે છે, હાડકાં બરડ થઈ જાય છે અને સૌથી ભયાનક વાત એ છે કે, આ પ્રક્રિયાથી બાળક કાયમ માટે વાંઝિયાપણાનો ભોગ બની શકે છે. પ્રશ્ન થાય કે, શું આ વિજ્ઞાન છે? ઉત્તર છે - ના, આ એક બૌદ્ધિક આતંકવાદ છે, જે ‘જેન્ડર ડિસ્ફોરિયા’ નામના માનસિક ભ્રમને શારીરિક વિનાશમાં ફેરવી રહ્યો છે. આ દવાઓ બાળકોને માનસિક રીતે એટલા અસ્થિર કરી દે છે કે તેઓ ક્યારેય સ્વસ્થ પુખ્ત બની શકતા નથી.
આ ષડયંત્ર વર્ષો જૂનું છે, પરંતુ તાજેતરમાં બ્રિટનમાં જ્યારે આ દવાઓ પર પ્રતિબંધ મૂકવાની વાત આવી ત્યારે આખો મામલો વિશ્વભરમાં ગાજ્યો છે. હકીકતમાં, બ્રિટનની સરકારી સ્વાસ્થ્ય સેવા (NHS)એ વર્ષો સુધી આ દવાઓનો આડેધડ ઉપયોગ થવા દીધો હતો. પરંતુ, ‘કેસ રિવ્યૂ’ નામના અત્યંત ગંભીર સરકારી અહેવાલે જ્યારે લાલબત્તી ધરી, ત્યારે ખળભળાટ મચી ગયો. ડૉ. હિલેરી કેસે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું કે, બાળકોને અપાતી આ દવાઓ પાછળ કોઈ ઠોસ વૈજ્ઞાનિક આધાર નથી. આ અહેવાલ બાદ NHSએ તાત્કાલિક અસરથી બાળકો પર પ્યુબર્ટી બ્લોકર્સના સામાન્ય ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો. ફિનલેન્ડ અને સ્વીડન જેવા દેશોએ પણ આ ભયાનકતા જોઈને પાછી પાની કરી છે.
હવે સવાલ એ થાય કે, આ ખેલ ખેલી કોણ રહ્યું છે? તો ઉત્તર છે ફેક લેફ્ટ લિબરલો. LGBTQ+ લોબીનું આ આખું ષડયંત્ર છે. વોકિઝમને નામે દેશોને બરબાદ અને પોતે આબાદ થવા માંગતા માફિયાઓનું આ કાવતરું છે. વિચારવાની વાત એ છે કે આ દવાઓ પર પ્રતિબંધ મુકાતાં જ ‘વોક માફિયાઓ’એ નવી ચાલ ચાલી. પ્રતિબંધ છતાં આ લોકોએ ‘પાથવે’ નામની એક નવી ક્લિનિકલ ટ્રાયલના બહાને આ ઝેરી દવાઓ ફરી બાળકો પર થોપવાની તૈયારી શરૂ કરી દીધી. અને પ્રતિબંધ મૂકનારી સરકારી સંસ્થાઓ સામે આ લિબરલ લોબીએ એટલું દબાણ કર્યું કે ફરીથી ‘સંશોધન’ના નામે આ લોહિયાળ ખેલ શરૂ કરાયો. જે અંતર્ગત ૧૦થી ૧૬ વર્ષના ૨૨૦ જેટલા માસૂમ બાળકોને ફરીથી પ્રયોગશાળાના ઉંદર બનાવવામાં આવશે.
વોકિઝમ સાંસ્કૃતિક માર્કસવાદનું નવું અને ઘાતક સ્વરૂપ છે. આ વિચારધારાના પ્રણેતાઓ અને LGBTQ+ લોબીએ મળીને છેલ્લા ઘણા દાયકાઓથી એક એવું માળખું તૈયાર કર્યું છે જેનો મુખ્ય ટાર્ગેટ કુમળા મનનાં બાળકો છે. તેઓ બાળકોને એવું શીખવી રહ્યા છે કે તેમનાં લિંગ (Gender) એ કુદરતી સત્ય નથી, પરંતુ એક ‘પસંદગી’ છે. તમે ભલે પુરુષ હો પણ તમે ઈચ્છો તો સ્ત્રી થઈ શકો. તમે સમલૈંગિક સંબંધ પણ બાંધી શકો છો, તમે ગે તરીકે ઇચ્છા ધરાવતા હોય તો એ રીતે રહી શકો છો. અને એ માટે તમને ‘પ્યુબર્ટી બ્લોકર્સ’ જેવી દવાઓ ઉપયોગી થશે.
આ ષડયંત્ર પાછળ એક આખી ‘ઈકો-સિસ્ટમ’ કામ કરી રહી છે, જેમાં શાળાઓના અભ્યાસક્રમથી લઈને કાર્ટૂન ફિલ્મો અને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ બાળકોનું બ્રેઈનવોશિંગ કરવામાં આવી રહ્યું છે. આ લિબરલ માફિયાઓનું અસલી રૂપ ત્યારે દેખાય છે જ્યારે તેઓ વિજ્ઞાનના નામે બાળકોના કુદરતી વિકાસને રૂંધી નાખે છે. તેમનો હેતુ એક એવી પેઢી તૈયાર કરવાનો છે જે પોતાની ઓળખ વિશે જ ભ્રમિત હોય, જેથી મોંઘી દવાઓ અને સર્જરીના નામે ફાર્મા કંપનીઓનો અબજો રૂપિયાનો વેપાર પણ સતત ચાલતો રહે.
લિબરલ માફિયાઓનું ષડયંત્ર
અનેક યુવાનો, કિશોરો આ ખેલનો ભોગ બની ચુક્યા છે. એમાં સૌથી મોટું નામ છે એલન મસ્કના પુત્રનું. વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વ એલન મસ્કનો પુત્ર ખુદ આ ષડયંત્રમાં સપડાયો છે. એલન મસ્કનો મોટો દીકરો, જેનું નામ જન્મ સમયે ઝેવિયર મસ્ક હતું, તેણે ૨૦૨૨માં કાનૂની રીતે પોતાનું જાતિ (લિંગ) પરિવર્તન કરી નાંખ્યું અને નામ બદલી નાખ્યું છે. હવે તે વિવિયન જેન્ના વિલ્સન તરીકે ઓળખાય છે. તેણે પોતાને ટ્રાન્સજેન્ડર ફીમેલ જાહેર કરી છે અને પિતા સાથેના તમામ સંબંધો તોડી નાંખ્યા છે.
આ ઘટના પાછળ મસ્ક જે કારણો આપે છે તે સમજવા જેવાં છે. મસ્કે દાવો કર્યો છે કે, તેમના પુત્રને ‘પ્યુબર્ટી બ્લોકર્સ આપવામાં આવી હતી. મસ્કના મતે, તેમને છેતરીને આ દવાઓ માટેની મંજૂરી લેવામાં આવી હતી અને તે સમયે તેમને ડરાવવામાં આવ્યા હતા કે, જો આ દવાઓ નહીં અપાય તો તેમનો પુત્ર આત્મહત્યા કરી લેશે. મસ્ક માને છે કે તેમનો પુત્ર વોક માઇન્ડ વાયરસનો શિકાર બન્યો છે. આટલા મોટા, વિચારશીલ અને એજ્યુકેટેડ માણસના ઘરમાં ઘૂસીને આ લોકોએ બધું ધનોતનોત કરી નાંખ્યું છે ત્યારે તેની ભયાનકતા આપણે સમજવી જ રહી અને તેનાથી આપણાં બાળકોને બચાવવાં જ રહ્યાં.
ભારત પર તોળાતું જોખમ
આ લોબી પહેલાં બાળકોના મનમાં જેન્ડરને (લૈંગિક જાતિ)ને લઈને ભ્રમ પેદા કરે છે, પછી તેમને ડિપ્રેશન તરફ ધકેલે છે અને છેલ્લે મોંઘી દવાઓ તથા સર્જરીના નામે મેડિકલ માફિયાઓના શરણમાં લાવી દે છે. બ્રિટનમાં છેલ્લાં ૧૦ વર્ષમાં જેન્ડર સહાય માટે આવતાં બાળકોની સંખ્યા ૨૧૦થી વધીને ૫૦૦૦ને પાર કરી ગઈ છે. આ લિબરલ માફિયાઓ ઈચ્છે છે કે, સમાજ નપુંસક બને, પેઢીઓ વાંઝણી થાય અને સંસ્કૃતિનો નાશ થાય.
કોઈને કદાચ એવો વિચાર આવે કે આ તો બ્રિટનમાં થઈ રહ્યું છે આપણે શું? પણ એ વિચાર ખોટો છે. આ લોબી બધે જ પગપેસારો કરી રહી છે અને આપણી નવી પેઢીને ભરમાવી રહી છે. આજે બ્રિટનમાં ‘પ્યુબર્ટી બ્લોકર્સ’ના નામે ભોળા બાળકો પર જે પ્રયોગો થઈ રહ્યા છે, તે આવતીકાલે ભારતનાં મોટાં શહેરોમાં પણ પહોંચી શકે છે. ભારતે અત્યારથી જ આ બૌદ્ધિક આતંકવાદ સામે મજબૂત દીવાલ ચણવી પડશે. વોકિઝમ એ એવો વાયરસ છે જેને રોકવામાં નહીં આવે તો આખા દેશને બરબાદ કરી દેશે. હવે સમય પાકી ગયો છે કે આ વોક એજન્ડાધારીઓ સામે અવાજ ઉઠાવવામાં આવે અને આવાં તત્વોને સમાજ સામે ખુલ્લાં પાડવામાં આવે. આપણા બાળકોને આ ‘વોક એજન્ડા’થી બચાવવા માટે ભારતીય કુટુંબ પરંપરા અને સંસ્કારો જ એકમાત્ર અજેય શસ્ત્ર છે.
વોક વાયરસે મારો દીકરો છીનવી લીધો : એલન મસ્ક
જેમનો પુત્ર વોકિઝમનો શિકાર બન્યો છે તેવા વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિ એલન મસ્કે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘લિબરલ માફિયાઓએ મને છેતરીને મારા પુત્ર ઝેવિયર પર પ્યુબર્ટી બ્લોકર્સનો પ્રયોગ કર્યો. આ લોકોએ મારા દીકરાને વોકિઝમ નામના ઝેરથી માનસિક રીતે મારી નાખ્યો છે. મને એવું કહીને ડરાવવામાં આવ્યો હતો કે, જો તમારા દીકરાને બ્લોકર્સ નહીં અપાય તો તે આત્મહત્યા કરી લેશે, પરંતુ વાસ્તવમાં તે ફાર્મા કંપનીઓનું એક મોટું આતંકી ષડયંત્ર હતું. આ ફેક લિબરલ લોકો ખરેખર રાક્ષસ છે અને મેં હવે નક્કી કર્યું છે કે હું આ લિબરલ વાયરસને ખતમ કરવા માટે મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ. જે લિંગ પરિવર્તનને આ લોકો અધિકાર કહે છે, તે વાસ્તવમાં ભોળા બાળકોના ભવિષ્યનું ખૂન કરવા બરાબર છે.