મલ્લિકાર્જુન ખડગેજી સ્ટોકહોમ સિન્ડ્રોમથી પીડિત હોય તેવું લાગે છે. ‘સ્ટોકહોમ-સીન્ડ્રોમ’ના મનોવિજ્ઞાન અનુસાર.. માનસિક આઘાતના કારણે નબળી પડી ગયેલ વ્યક્તિને; પોતાના ઉપર માનસિક આઘાત કરનાર અત્યાચારીઓ પર જથ્થાબંધ પ્રેમ ઉપજવાનો શરૂ થઈ જાય છે. બાળપણમાં મલ્લિકાર્જુન ખડગે અને તેઓના પિતાજીએ પોતાના ઘરને નજરોનજર સળગતું જોયું છે. ઘરમાં પૂરાયેલો તેમનો ભર્યો-ભાદર્યો પરિવાર, મા-બહેનો સહિત તેમની નજરની સામે સળગતો રહ્યો. તેઓ કંઈ કરી શકે તેવી સ્થિતિમાં પણ ન હતા. અને આ બધું જાણવા કરતાં વધુ એ જાણવું મહત્ત્વનું છે કે, આવો જધન્ય હત્યાકાંડ આચરનાર રાક્ષસી લોકો કોણ હતા? એ હતા મુસ્લિમ ગુંડાઓ - રજાકારો (હૈદરાબાદ સ્ટેટના), જેમને સરદાર પટેલે એમની ભાષામાં જવાબ આપ્યો અને અંતે હૈદરાબાદ ભારતમાં વિલિન થયું.
કલ્યાણકારી ભગવાન શિવ ઉપરથી તેઓનું નામ તેમનાં માતા-પિતાએ પાડ્યું હશે, ત્યારે તેઓની હિન્દુત્વમાં કેટલી બધી અપાર શ્રદ્ધા હશે...??? પણ તેનાથી સાવ ઊલટું મલ્લિકાર્જુન ખડગેજીએ તો આસામ ચૂંટણી પ્રચાર વખતે ખાસ મુસ્લિમોને સંબોધતાં કહ્યું કે, RSS-BJP ઝેરીલો સાપ છે, તેને નમાજ પઢતા હોવ તો પણ નમાજ તોડીને (હિન્દીમાં नमाज तोड़ के) પણ મારો. વાયરલ થયેલો વીડિયો સ્વયંસ્પષ્ટ છે.
૧) જાહેરમાં આવું બોલનાર મલ્લિકાર્જુન ખડગેજી ખાનગીમાં શું શું ઉશ્કેરણી કરતા હશે, તેવો કોઈ અંદાજ લગાવી શકાય કે...??? તેમનામાંથી બોધપાઠ લઈને કોંગ્રેસીઓ અંદરખાને કેવાં ષડયંત્રો રચતા હશે..???
૨) શું આવી ઉશ્કેરણીથી મુસ્લિમોને હિંસા કરવા પ્રેરવા તે આખા ય ભારતને હિંસાની આગમાં ઝોંકી દેવાનું કૃત્ય છે કે નહિ...???
૩) શું આ દેશમાં મુસ્લિમો એટલે બસ મારકાપ કરવાવાળા, એવી છાપ યોજનાપૂર્વક ઉભી કરવાના ભાગરૂપે કોંગ્રેસ આવાં સ્ટેટમેન્ટ આપી રહી છે...???
૪) ભૂતકાળમાં પોતાના ઉપર, પોતાના પરિવાર ઉપર જે વિત્યું, એ RSS-BJPવાળા પર પણ વીતે, તેવો ઈર્ષ્યાભાવ મલ્લિકાર્જુન ખડગેજીને સતાવતો હશે...??? છેક ૮૩ વર્ષે પણ...???
૫) પોતે કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ છે, અને એક જમાનામાં હ્યુમ નામના એક અંગ્રેજે આ કોંગ્રેસ ઉભી કરેલી, શું તેની યાદમાં તેઓ એક અંગ્રેજના અંદાજમાં ભારતમાં માર-કાપ કરાવવા માટેની સત્તા ધરાવે છે, તેવું એ માની બેઠ્યા છે કે...???
૬) વાસ્તવમાં પવિત્ર કુરાનમાં તો ઠીક પણ હદિસમાં પણ આવું કશું જ, ક્યાંય લખેલું નથી, તેવું તજજ્ઞો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે. શું પોતાનો રાજકીય રોટલો શેકવા પવિત્ર કુરાનના નામે અને ઈસ્લામના નામે સાવ ખોટી વાત કરનાર મલ્લિકાર્જુન ખડગેજી સામે; મુસ્લિમો પોતાનું જે અપમાન કરવામાં આવ્યું છે, તે અંગે કોઈ ફતવો જાહેર કરવાના છે...???
૭) કોઈ પણ વ્યક્તિ કે સમૂહને મારી નાખવાનું આહવાન કરનારનું કૃત્ય શ્રદ્ધેય ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના સંવિધાનનું વિરોધી નથી...???, લોકતંત્રનું વિરોધી નથી...???, મહાત્મા ગાંધીની અહિંસાનું વિરોધી નથી...??? અને માનવતાવિરોધી નથી...??? જો હા, તો મલ્લિકાર્જુન ખડગેજીની સામે કરવામાં આવેલ FIRના કેસમાં કોઈ ન્યાયાલય પણ તેમને બચાવી શકે તેવી કોઈ સંભાવના બચે છે કે...???
૮) મહાત્મા ગાંધીજીએ કોંગ્રેસનું વિસર્જન કરી દેવા જણાવ્યું હતું, તેના અમલીકરણ તરીકે કોંગ્રેસના વિસર્જનની આ નવી પદ્ધતિ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી અપનાવી રહ્યા છે...???
૯) માત્ર ભાજપની એકલાની સદસ્ય સંખ્યા ૧૪ કરોડ (+) છે, આટલી મોટી સંખ્યામાં નરસંહાર કરવાનું ડેથવૉરંટ કાઢવાની ચેષ્ટા કરનાર મલ્લિકાર્જુન ખડગેજીને; પુનઃ ભારતને મુઘલો વખતેનું ભારત બનાવવું છે...??? જો કોંગ્રેસના અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગેજીએ કરેલી આ વાત આખીય કોંગ્રેસવતી કરવામાં આવેલી ન હોય તો શું કોંગ્રેસના પરિપક્વ લોકો, જેઓનો અંતરાત્મા હજી થોડો ઘણો જાગે છે, તેઓનું આ કર્તવ્ય નથી કે મલ્લિકાર્જુન ખડગેજીના આ હળાહળ કોમી વક્તવ્યથી પોતાને દૂર કરે...???
૧૦) શું કોંગ્રેસ નવા નક્સલવાદને ભારતમાં ઊભો કરાવીને સત્તાનો રોટલો શેકવા માગે છે...???
૧૧) આવા વક્તવ્યથી ડરનું વાતાવરણ ઊભું કરીને મલ્લિકાર્જુન ખડગેજી હિન્દુસ્થાનનો કાયદો હાથમાં લેવા માંગે છે...???