
ઇતિહાસ હંમેશા પુનરાવર્તિત થાય છે, પણ તેનાં સ્વરૂપો બદલાતાં રહે છે. જે આતતાયીઓ ક્યારેક તલવાર લઈને છડેચોક આવતા હતા, તેઓ આજે ટાઈ-સૂટ પહેરીને, અંગ્રેજી બોલીને અને કોર્પોરેટ ઓફિસોની એસી કેબિનમાં બેસીને હિન્દુ બહેન દીકરીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. નાશિકની પ્રતિષ્ઠિત કંપનીમાં જે કિસ્સો સામે આવ્યો તે TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ)ની એક માત્ર ઘટના નથી, પરંતુ તે ભારતભરની મલ્ટીનેશનલ કંપનીઓમાં ફેલાયેલા એક ભયાનક ષડયંત્રની ઝલક છે. આ ‘કોર્પોરેટ જેહાદ’ છે. આ આધુનિક કટ્ટર કોર્પોરેટ જેહાદીઓ હિન્દુ દીકરીઓને ફસાવવા માટે હવે હવે ‘તલવાર’ નથી વાપરતા પણ કંપનીના ‘હોદ્દાઓ’ વાપરે છે. ઉચ્ચ પદો પર બેઠેલા કટ્ટરપંથીઓ પદ્ધતિસર હિન્દુ દીકરીઓને લક્ષ્ય બનાવે છે. તેમને માનસિક રીતે તોડવી, તેમને આર્થિક પ્રલોભન આપવાં અને અંતે ધર્માંતરણની જાળમાં ફસાવીને તેમનું શારીરિક શોષણ કરવું, એ એમનો જેહાદી ધંધો અને સુનિયોજિત કાવતરું છે. એક સમયે અભણ ગણાતી જેહાદી માનસિકતા હવે વધુ શિક્ષિત અને વધુ ઘાતક બનીને આપણી દીકરીઓના કરિયર અને ચારિત્ર્ય સાથે રમત રમી રહી છે. ખાસ કરીને કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતી હિન્દુ બહેનોએ સમજવું પડશે કે, ઓફિસમાં તમારી સાથે ‘ભાઈ’ બનીને વાત કરતો વ્યક્તિ કે તમને મદદ કરવાના બહાને નજીક આવતો સહકર્મી જો કટ્ટરવાદી વિચારધારાનો હશે, તો તે મોકો મળતાં જ તમને શિકાર બનાવતાં અચકાશે નહીં. TCSના આ કારનામાઓ જોતાં TCSનું ફૂલ ફોર્મ Tata Consulancy Service નહિ પરંતુ Torcher- Conversion - Sexual Harrasment કરી શકાય.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે ‘तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः’ - અર્થાત્ જ્યારે ધર્મ પર સંકટ હોય ત્યારે મોહ ત્યજીને જાગ્રત થવું જ પડે. તે જ રીતે હિન્દુ બહેન - દીકરીઓએ પણ જાગ્રત થવાનું છે. દીકરીઓએ પોતાની આસપાસના વાતાવરણને પારખતાં શીખવું પડશે. તમારી ‘લિબરલ’ બનવાની ઇચ્છા કે ‘બિનસાંપ્રદાયિક’ દેખાવાની હોડ તમને જેહાદીઓનો સોફ્ટ ટાર્ગેટ બનાવી દેશે એ ના ભુલશો. તમારા આંખ અને કાન ખુલ્લા રાખજો; જે વ્યક્તિ તમારા ધર્મ, દેવી-દેવતાઓ કે પરંપરાની મજાક ઉડાવે એને તરત જ ઓળખી લો અને તેનાથી અંતર જાળવવાનું શરૂ કરી દો.
સંસ્કારનું સુરક્ષાકવચ : ધર્મજ્ઞાન વગરની સ્વતંત્રતા એ જ વિનાશનું કારણ
આજે જે દીકરીઓ જેહાદીઓની જાળમાં ફસાય છે, તેની પાછળનું મુખ્ય કારણ ‘સ્વધર્મનું અજ્ઞાન’ છે. જે દીકરીએ ક્યારેય રામાયણની સીતા માતાની મર્યાદા નથી વાંચી, જેણે ક્યારેય ગીતાનો ર્ક્તવ્યબોધ નથી સમજ્યો કે, જેણે અહલ્યાબાઈથી લઈને રાણી લક્ષ્મીબાઈ સુધીના શૌર્યના પાઠ નથી ભણ્યા, તેને પતંગિયા જેવાં રંગીન સપનાં બતાવીને ફસાવવી જેહાદીઓ માટે સરળ બની જાય છે. માટે દીકરીઓએ આ બધું શીખવું, સમજવું અને જાણવું જ પડશે. સાથે સાથે પરિવારે પણ સજાગ રહેવાનું છે. પરિવારે પોતાની દીકરીઓને માત્ર ડિગ્રીઓ અપાવવા પાછળ ન દોડવું જોઈએ, પણ તેને હિન્દુ ધર્મનું શિક્ષણ પણ આપવું જોઈએ. આપણા દરેક ઘરમાં ગીતા, મહાભારત, રામાયણ, વેદો, પુરાણો અને ઉપનિષદ્ જેવા ગ્રંથોની ચર્ચા થવી જોઈએ. જ્યારે દીકરી પાસે પોતાની સંસ્કૃતિનું તાર્કિક અને આધ્યાત્મિક જ્ઞાન હશે, ત્યારે કોઈ તેને ભ્રમિત નહીં કરી શકે. ભ્રામક માહિતી ફેલાવીને હિન્દુ ધર્મને પછાત બતાવનારા જેહાદીઓને જવાબ આપવા માટે દીકરીઓએ સ્વયં શાસ્ત્ર અને શસ્ત્ર બંનેમાં નિપુણ બનવું પડશે. આપણી પરંપરાઓ-તિલક, પૂજા, સંધ્યા-વંદન, આ બધું માત્ર વિધિઓ નથી, પણ તે આપણને આપણાં મૂળિયાં સાથે જોડી રાખે છે. જે વૃક્ષનાં મૂળ ઊંડાં હોય છે, તેને કોઈ વાવાઝોડું ઉખાડી શકતું નથી.
ડરને ત્યાગો અને શક્તિનો પરચો બતાવો
દીકરીઓને માત્ર ધર્મનું જ્ઞાન લઈને બેસી નથી રહેવાનું પણ એના આધારે નીડરતાથી જેહાદીઓનો સામનો પણ કરવાનો છે. સમાજમાં છૂપા વેશે ફેલાયેલા જેહાદી ઝેરને ડામવા માટેનો સૌથી સચોટ માર્ગ ‘નીડરતા’ છે. તમારી આસપાસ જો કોઈ જેહાદી માનસિકતા ધરાવતો વ્યક્તિ તમારા પર શોષણ કે મઝહબીની બળજબરી કરતો હોય તો મૌન ના બેસી રહેશો. યાદ રાખજો કે એ લોકો તમારી ચુપકીદી પર જ જીવે છે. તમે બોલશો એટલે એ મરી ગયા સમજો. માટે એને ખુલ્લા પાડો. પછી ભલે એ વ્યક્તિ તમારો વગદાર બોસ હોય, ઑફિસનો મેનેજર હોય, કૉલેજનો કોઈ પ્રતિષ્ઠિત પ્રોફેસર હોય, તમારો કહેવાતો બોયફ્રેન્ડ હોય કે પછી ડગલે ને પગલે તમારી સાથે રહેતી અને તમને ભ્રમિત કરતી કોઈ વિધર્મી- જેહાદી બહેનપણી હોય - એ ગમે તે હોય, પણ વાત જ્યારે તમારા ચારિત્ર્ય અને ધર્મની સુરક્ષા પર આવે ત્યારે ગમે તેવા મોટા માથાને ખુલ્લા પાડવામાં જરાય અચકાશો નહીં. જેહાદીઓ હંમેશા ‘લોકલાજ’ અને ‘બદનામી’ના ડરને હથિયાર બનાવે છે, પણ હકીકત એ છે કે જ્યારે તમે આવા નરાધમોને સરેઆમ ખુલ્લા પાડશો ત્યારે તેની આખી જિંદગી પાયમાલ થઈ જશે અને તમારું કંઈ જ બગડશે નહીં.
તમારી એક હિંમત માત્ર તમને જ નહીં, પણ તમારી પાછળ આવતી હજારો નિર્દોષ હિન્દુ દીકરીઓને આવા રાક્ષસોની જાળમાં ફસાતી બચાવી લેશે. મૌન રહીને જે અત્યાચાર સહન કરે છે તે ગુનેગાર કરતાં પણ વધુ મોટો પાપી ગણાય છે. જ્યારે અત્યાચારી સામે હોય ત્યારે અબળા નહીં પણ મહિષાસુર મર્દિની દુર્ગા બનો. યાદ રાખો, સનાતન ધર્મમાં અન્યાય સામે લડવું એ જ પુણ્ય છે. તમારી આસપાસનાં સંગઠનો, પોલીસ અને તમારા પરિવારને વિશ્વાસમાં લો. જે દિવસે હિન્દુ દીકરી ડરના કવચને ફાડીને રણચંડી બનશે, તે દિવસે આ જેહાદી રાક્ષસો ભાગવા માટેની જગા પણ નહીં શોધી શકે. તમારી હિંમત એ જ તેમનો પરાજય છે અને તમારા જ્ઞાતિ-સમાજની સુરક્ષાનો એકમાત્ર માર્ગ છે. માટે ડરો નહીં, લડો અને જેહાદના આ ભયાનક નેટવર્કને જડમૂળથી ઉખાડી નાંખો.
દરેક હિન્દુ પરિવારે પણ પોતાની દીકરી સાથે એવો સંવાદ સ્થાપવો જોઈએ કે તે કોઈપણ આફત આવે ત્યારે સૌથી પહેલાં એ પોતાના પિતા કે ભાઈને વાત કરી શકે. સમાજ તરીકે આપણે પણ આવી બહેન-દીકરીઓની પડખે ઊભા રહેવું જોઈએ. જેહાદના આ દરેક સ્વરૂપ સામે આપણે સામૂહિક બહિષ્કાર અને કાયદાકીય લડતની એવી દીવાલ ઊભી કરવી પડશે કે જેહાદીઓ હિન્દુ સમાજ તરફ નજર ઉઠાવતાં પહેલાં સો વાર વિચારે.
શસ્ત્ર ઉઠાવી આતતાયીઓનો વિનાશ કરો....
આપણે ત્યાં કિશોર દીકરીઓને Good Touch અને Bad Touch વિશે ઘણી સમજણ આપવામાં આવે છે તેવી રીતે આપણી યુવાન દીકરીઓને હવે Good Eye અને Bad Eyeની સમજણ પણ આપવી પડશે કે તેઓએ જાતે કેળવવી પડશે. અહીં આઈ એટલે માત્ર આંખો નહીં પરંતુ દૃષ્ટિ - નજર.
દીકરીઓએ તેમના અસ્તિત્વની લડાઈ તેમણે સ્વયં લડવી પડશે. જે દીકરીઓ ઓફિસમાં કામ કરે છે, તેમણે પોતાની સુરક્ષા માટે માત્ર કાયદા પર ભરોસો રાખવાની સાથે પોતાની શારીરિક અને માનસિક ક્ષમતા પણ એટલી મજબૂત કરવી પડશે કે કોઈ લુખ્ખા તત્ત્વો તેમની મર્યાદા ભંગ કરવાનું વિચારી પણ ન શકે.
રાષ્ટ્ર સેવિકા સમિતિ - સિંહણ જેવી નીડરતા અને સંસ્કાર-સિંચનનું કેન્દ્ર
વર્તમાન સમયમાં જ્યારે સનાતન સંસ્કૃતિ અને હિન્દુ દીકરીઓ પર ચોતરફથી સંકટના વાદળો ઘેરાયેલાં છે, ત્યારે ‘રાષ્ટ્ર સેવિકા સમિતિ’નું સ્મરણ સ્વાભાવિક થાય છે. આ માત્ર એક સંગઠન નથી, પણ હિન્દુ નારીશક્તિ માટેનું સુરક્ષાકવચ છે. સમિતિની શાખામાં દીકરીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પણ જીવન જીવવાની જડીબુટી આપવામાં આવે છે. અહીં ‘राष्ट्र देवो भवः’ના મંત્ર સાથે દીકરીઓને ભારતના ગૌરવશાળી ઇતિહાસથી અવગત કરાય છે. રામાયણની સીતાની પવિત્રતા, મહાભારતની દ્રૌપદીનો અન્યાય સામેનો પ્રતિકાર અને રાણી લક્ષ્મીબાઈ કે જીજામાતા જેવા વીરાંગનાઓની શૌર્યગાથાઓ દ્વારા તેમનામાં ‘સ્વધર્મ’ અને ‘સ્વદેશ’ પ્રત્યેની અતૂટ નિષ્ઠા જગાડવામાં આવે છે. જ્યારે દીકરીને ખબર હોય છે તે માતા દુર્ગાનો અંશ છે, ત્યારે દુનિયાની કોઈ તાકાત તેને ભ્રમિત કરી શકતી નથી.
શાખામાં દીકરીઓને શારીરિક રીતે સક્ષમ બનાવવા માટે ‘નિયુદ્ધ’ (માર્શલ આર્ટ્સ) અને ‘લાઠી’ના દાવપેચ પણ શીખવવામાં આવે છે. આ તાલીમનો હેતુ કોઈને ડરાવવાનો નથી, પણ આતતાયીઓ સામે આત્મરક્ષણ કરવાનો છે. જ્યારે એક સેવિકા લાઠી ફેરવતાં શીખે છે, ત્યારે તેનામાં એક ગજબનો આત્મવિશ્વાસ પેદા થાય છે. આ આત્મવિશ્વાસ જ તેને જેહાદીઓના છળકપટ અને મીઠી વાતો પાછળ છુપાયેલા ઝેરને એક નજરે ઓળખવાની દૃષ્ટિ આપે છે. જે દીકરી શાખાના સંસ્કારોમાં ઉછરે છે, તે ક્યારેય લવ જેહાદ કે કોર્પોરેટ જેહાદનો શિકાર બનતી નથી, કારણ કે તેનું વૈચારિક ઘડતર અત્યંત લોખંડી હોય છે. આજે દરેક હિન્દુ પરિવારે પોતાની દીકરીને શાખામાં મોકલવી જ જોઈએ, કારણ કે ત્યાં તેને ‘માતૃત્વ, કર્તૃત્વ અને નેતૃત્વ’. આ ત્રણેયના પાઠ ભણાવવામાં આવે છે. જેહાદી માનસિકતાના રાક્ષસો ત્યારે જ ફાવી જાય છે જ્યારે આપણી દીકરીઓ અસહાય અને અજ્ઞાની હોય છે. રાષ્ટ્ર સેવિકા સમિતિમાં દીકરીઓમાં સંસ્કારનું સિંચન થાય છે. અને સિંહણ જેવી નીડરતા આવે છે. આથી તે પોતાના ચારિત્ર્ય અને ધર્મની રક્ષા માટે રણચંડી બનતાં પણ અચકાતી નથી.
“નારી એ રાષ્ટ્રની રક્ષક છે. દીકરીઓ, પોતાના ચારિયને એવું લોખંડી બનાવો કે, આતતાયીઓ તમારી સામે જોતાં પણ થથરે.”
- માતા જીજાબાઈ