નિવૃત શિક્ષક, આચાર્ય છે. તેમણે બી.એસસી, એમ.એડ અને પીએચ.ડી સુધીનો અભ્યાસ કર્યો છે. ‘સાધના’ સાપ્તાહિકના નિયમિત લેખક છે. તેમણે ‘સાધના’માં "જીવનગાથા" અને "ઘર્મકથા" ના શીર્ષક હેઠળ નિયમિત લેખો લખ્યા છે. સંકલન શ્રેણી પાક્ષિકના લેખક તથા સંવાદ સમાચારના તેઓ સંપાદક રહ્યા છે. વિચારભારતીની "સંસ્કાર દીપિકા શિક્ષણપત્રિકા"માં પ્રકાશિત થતી "શિક્ષણદર્શન" કોલમના લેખક છે. તેમણે 'તહેવારોનો ઉત્સવ' અને 'પંડિત દીનદયાલ ઉપાધ્યાય'(જીવનચરિત્ર) પુસ્તકો પણ લખ્યા છે.