પૂજ્ય સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવતના વિજયાદશમી ઉદ્દબોધનનો માત્ર ૧૫ લીટીનો સારાંશ
૧. દેશની માંગ: વ્યક્તિગત અને રાષ્ટ્રીય ચારિત્ર્યથી સંપન્ન જીવન.
૨. વિજયાદશમી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦ વર્ષ સાથે મહાપુરુષોનું સ્મરણ.
૩. મહાકુંભ: શ્રદ્ધા અને એકતાની પ્રચંડ લહેર જગાડી.
૪. સુરક્ષા પાઠ: આતંકવાદ સામે વધારે સજાગ અને સમર્થ બનવું.
૫. નક્સલવાદ: પ્રભાવિત વિસ્તારોમાં ન્યાય, વિકાસ, સદ્ભાવના, સંવેદના સ્થાપવા પ્રભાવિ યોજના જરૂરી
૬. અર્થતંત્ર: અમેરિકા સ્વહિત માટે તે કરી રહ્યું છે તે ધ્યાનમાં રાખી કેટલીક વાતો પર પુનર્વિચાર જરૂરી
૭. આર્થિક નીતિ: વૈશ્વિક પડકારો સામે સ્વદેશી અને સ્વાવલંબન જ એકમાત્ર ઉપાય.
૮. પર્યાવરણ: ઉપભોગવાદી વિકાસને કારણે હિમાલયની દુર્ઘટનાઓ ચિંતાનો વિષય.
૯. પાડોશી દેશો: ભારતની આત્મીયતાજન્ય જરૂરિયાત ત્યાં શાંતિ અને સ્થિરતા.
૧૦. વૈશ્વિક ઉકેલ: વિશ્વને ભારતની સમગ્ર અને એકાત્મ દૃષ્ટિમાંથી ઉકેલની અપેક્ષા.
૧૧. આશાનું કિરણ: નવી પેઢીમાં દેશભક્તિ અને સંસ્કૃતિ પ્રત્યે આસ્થા વધી.
૧૨. પરિવર્તનનો માર્ગ: વ્યક્તિ નિર્માણથી વ્યવસ્થા પરિવર્તન શક્ય બનશે.
૧૩. સંઘ શાખા: વ્યક્તિગત સદ્ગુણો અને સામૂહિકતાની સાધનાનું કેન્દ્ર.
૧૪. એકતાનો પાયો: ડૉ. આંબેડકરની 'અંતર્નિહિત સાંસ્કૃતિક એકતા' રાષ્ટ્રનો આધાર.
૧૫. શતાબ્દી સંકલ્પ: પાંચ પરિવર્તન કાર્યક્રમો (સમરસતા, સ્વદેશી, કુટુંબ પ્રબોધન વગેરે) દ્વારા સમાજ પરિવર્તન.