સરદાર પટેલના પ્રેરક જીવનના ૨૫ પ્રસંગો…

    ૩૦-ઓક્ટોબર-૨૦૧૮   




#1 રોજ સત્તર કલાકની મહેનત

વલ્લભભાઈ વિલાયતમાં જ્યાં રહેતા ત્યાંથી મિડલ ટેમ્પલ 11 માઇલ છેટું હતું. દરરોજ સવારે 11 માઇલ ચાલીને વલ્લભભાઈ લાયબ્રેરીએ જતા અને છેક ટેમ્પલની લાયબ્રેરી બંધ થાય, બધા ચાલ્યા જાય ત્યાં સુધી વલ્લભભાઈ એકલા વાંચતા હોય. પટાવાળો આવીને કહે : ‘સાહેબ ! બધા ગયા, ઊઠોત્યારે તેઓ ઊઠે ! બપોરે દૂધ અને બ્રેડ મંગાવીને ત્યાં ને ત્યાં બેઠા બેઠા ખાઈ લે અને અભ્યાસ કરે. દિવસોમાં એમણે રોજ સત્તર સત્તર કલાક વાંચ્યું અને પરીક્ષામાં પહેલા વર્ગમાં પાસ થઈ 50 પાઉન્ડની સ્કાલરશીપ મેળવી અને ચાર ટર્મની ફી માફી મેળવી.

#2 કાર્ય પ્રમાણે શ્રેષ્ઠ માણસની પસંદગી

સરદાર પટેલ દરેક કામ માટે જે શ્રેષ્ઠ પુરુષ હોય તેને તે માટે પસંદ કરતા. એચ. એમ. પટેલ લખે છે કે, ‘‘એક અગત્યના કમિશન માટે સરદારે સર સી. પી. રામસ્વામી અય્યરને પસંદ કર્યા, તેથી ઘણા નવાઈ પામ્યા. કોઈએ સરદારને કહ્યું, ‘તે તો ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર કરવા માગતા હતા !’ સરદારે સામો પ્રશ્ર્ન કર્યો, ‘‘ કાર્ય માટે સર સી. પી. ઉત્તમ વ્યક્તિ છે તે ખરું ને ?’’ બધાએ હા કહી, ત્યારે સરદાર બોલ્યા, ‘‘આવી ગૌરવશાળી વ્યક્તિ દેશને મળતી હોય તો તેની સેવા શા માટે લેવી ?’’ અને સરદારે સર. સી. પી.ને કમિશનના ચરમન નીમ્યા.

પ્રસંગ પરથી, લિંકને સેક્રેટરી તરીકે એમનાં સખત ટીકાકારને રાખ્યા હતા. ઘટના યાદ આવે છે.

#3 સરદાર પટેલની પ્રામાણિક છબી

1945ની આસપાસ સિનેઉદ્યોગના એકવારના સર્વેસર્વા, અને સિનેજગતના સરદાર તરીકે ઓળખાતા સોદાગર ચંદુલાલ શાહ ને સરદાર પટેલે કહેલું : ‘‘જુઓ ચંદુભાઈ તમે પણ સરદાર છો. ને લોકો મને પણ સરદાર કહે છે. તમારે ચૂંટણી માટે કાઁગ્રેસને લાખ રૂપિયા આપવાના છે.’’ સરદાર ચંદુલાલે તરત રકમની સગવડ કરી આપી. સ્વરાજ્યપ્રાપ્તિ પહેલાથી બિરલા, બજાજ જેવા ઉદ્યોગપતિઓ સરદારની ઇચ્છા મુજબ ફાળો આપતા, કારણ કે એમને સરદાર પટેલની પ્રામાણિકતા પર પૂરતો વિશ્ર્વાસ હતો.

#4 આ તાકાત સરદારમાં હતી !

પ્રસિદ્ધ પત્રકાર અને લેખક ખુશવંતસિંહે 'Truth love and Little Malice' પુસ્તકમાં સરદારના ક્રાંતિકારી જીવનની ઝલક દર્શાવતો એક સુંદર પ્રસંગ આલેખ્યો છે. એને ખુશવંતસિંહના શબ્દોમાં માણીએ.

મને સરદાર પટેલના ઘેર મળવા માટે સમય આપવામાં આવ્યો હતો. તેમના સચિવે મને બહારના રૂમમાં બેસાડીને કહ્યું, ‘પ્રધાનશ્રી બીઝી છે.’ થોડી પળમાં ઇન્દોરના મહારાજાની મોટી રોલ્સરોઈસ કાર આવી પહોંચી. એક નૌ સૈનિકે કારનો દરવાજો ખોલ્યો અને મહારાજા નીચે ઊતર્યા. પ્રધાનના સચિવે તેમનું સ્વાગત કર્યું અને તેમને ડ્રોઇંગ રૂમમાં લઈ ગયા. અંદર શું ચાલી રહ્યું છે તે હું જોઈ શકતો હતો. સરદાર ગંભીર વદને કક્ષમાં દાખલ થયા અને મહારાજાને બેસવાનું કહ્યું. તેમણે મહારાજા સાથે હાથ તો મિલાવ્યા. મહારાજા ઇંગ્લિશમાં ઝડપથી બોલી રહ્યા હતા. સરદારની નજર પોતાના ચંપલ ઉપર સ્થિર થયેલી હતી. મહારાજા ભોપાલના નવાબ સાથે મળીને ઇન્ડિયન ગવર્નમેન્ટના નિર્ણય સામે બીજા રાજાઓને એકઠા કરીને વિરોધ કરી રહ્યા હતા. મહારાજાઓને સાલિયાણાં બાંધી આપવાનું વિચારાઈ રહ્યું હતું. ગૃહપ્રધાન તરીકે સરદારના માથે મહારાજાઓની જોડાણખત ઉપર સહીઓ લેવાની જવાબદારી આવી પડી હતી. મહારાજા જે બોલી રહ્યા હતા તે થોડું થોડું મને સંભળાતું હતું. તેઓ પોતાના ઉપર થઈ રહેલા આક્ષેપો જુઠ્ઠા છે તેવું કંઈ કહી રહ્યા હતા. સરદારે તેમને પોતાનો ઊભરો ઠાલવી દેવા દીધો. નજર ઉપર કરી નહીં. પછી સરદાર ઊભા થયા અને હું સાંભળી શકું તેટલા મોટા અવાજે બોલ્યા : 'You are a damned liar.' તમે તદ્દન જૂઠા છો. આટલું કહીને સડસડાટ ચાલ્યા ગયા. ઝંખવાણા પડી ગયેલા મહારાજા પોતાના એડીસી સાથે સીધા રોલ્સરોઈસ તરફ દોડી ગયા. સરદાર પટેલના સેક્રેટરીએ મને કહ્યું કે તેઓ અત્યારે મારી સાથે વાતચીત કરવાના મૂડમાં નથી.’

#5 કોમી સમસ્યા અને સરદારની સમજભરી નિર્ણયશક્તિ

સપ્ટેમ્બર, 1947માં દિલ્હીમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં તે વખતે દિલ્હીની સિવિલ પોલીસમાં 60 ટકા અને હથિયારધારી પોલીસમાં 80 ટકા મુસ્લિમો હતા. ગૃહપ્રધાન તરીકે હુલ્લડો કાબૂમાં લેવાની તેમની વિશેષ જવાબદારી હતી. તે સમયે 250 જેટલા સશસ્ત્ર કાન્સ્ટેબલો ભાગી મુસ્લિમ હુલ્લડખોરો સાથે ભળી ગયા. તેમણે તત્કાળ અર્ધલશ્કરી બળોમાંથી ગુરખા સૈનિકોને ફરજ પર બોલાવી રમખાણો અટકાવ્યાં. ત્યારે દિલ્હીના મોટાભાગના ન્યાયાધીશો પણ મુસ્લિમ હતા, એમાંથી કેટલાક શંકાસ્પદ ભૂમિકાવાળાઓની બદલી કરી તો કેટલાકને રજા ઉપર ઊતરી જવાની ફરજ પાડી. તોફાનો શાંત થયા બાદ વધારે પોલીસની તાકીદે ભરતી કરી, જેમાં 80 ટકા હિન્દુઓ હતા. આમ તેમણે પોલીસમાં હિન્દુ-મુસ્લિમ સંખ્યાનો તફાવત ઘટાડી સમતોલ કર્યો.

 
 

 

#6 સરદારે ગૌશાળા વસાવી

ગુજરાતમાં હરિપુરામાં કાઁગ્રેસનું અધિવેશન ભરાવાનું હતું. કંઈ કેટલાય હજાર પ્રતિનિધિઓ હાજર રહેવાના હતા. તેની વ્યવસ્થા માટે સરદાર અને ગાંધીજી ચર્ચા કરતા હતા. એક તબક્કે મહાત્મા ગાંધીજીએ કહ્યું, ‘‘અધિવેશનમાં આવેલા સભ્યોને દૂધ તો ગાયોનું આપવાનું.’’

સરદારને લાગ્યું આવડી મોટી સંખ્યાના પ્રતિનિધિઓને ગાયનું દૂધ કેવી રીતે અપાય ! એટલે તેમણે ગાંધીજીને કહ્યું, ‘‘ખેડા જિલ્લામાં ઘણી ભેંસો છે. તેમને સફેદો મારીને ગાયો બનાવી દઈશું.’’ મહાત્મા ગાંધી ચમક્યા. તેમણે તો ગાયોના દૂધનો આગ્રહ રાખ્યો.

સરદારને લાગ્યું કે ગૌશાળા ઊભી કરવી પડશે અને અશક્યને શક્ય કરવાના પ્રયત્નો શરૂ કર્યા. તેમણે કાંકરેજથી 200 ગાયો મગાવી. ગિરનારમાંથી પાંચસો ગાયો મગાવી, બીજી પણ સેંકડો ગાયો એકઠી કરીને ગૌશાળા ઊભી કરી. ગાંધીજીની ગૌશાળાના નિષ્ણાત પણીકરની આગેવાની નીચે સેંકડો ગોવાળોને પણ બોલાવ્યા. પ્રતિનિધિઓને ત્રણ દિવસ ગાયનું દૂધ પીવડાવ્યું.

તેમણે બારડોલીના ખેડૂતોને બોલાવ્યા અને ગાયો પાળવા વહેંચી. ખેડૂતના ઘેરઘેર ગાયો આવી ગઈ.

સરદારે પણ ગાયનું દૂધ પીવાનું વ્રત રાખ્યું અને આજીવન પાળ્યું.

#7 સરદાર ભારતના બિસ્માર્ક નહિ,

બિસ્માર્ક જર્મનીના સરદાર પટેલ હતા

જર્મન સમ્રાટ આટો વાન બિસ્માર્કે 36 જેટલાં જુદાં જુદાં રજવાડામાં વહેંચાયેલ જર્મનીને, રજવાડાંનું એકત્રીકરણ કરી એક અને અખંડ કર્યંુ.

ભારત આઝાદ થયું ત્યારે ભારત 562 રજવાડાંઓમાં વહેંચાયેલું હતું. ઉપરાંત અંગ્રેજ હકૂમત નીચેનો ભાગ તો જુદો. વળી અંગ્રેજોએ ભારતનાં દેશી રાજ્યોને ભારત કે પાકિસ્તાનમાં ભળવાનો પરવાનો આપ્યો હતો એટલે જૂનાગઢ અને હૈદરાબાદ પાકિસ્તાનમાં ભળવા કૂદતાં હતાં.

પણ સરદારની ચાણક્ય બુદ્ધિએ પાંચસો એકસઠ રજવાડાંઓને ભારતમાં ભેળવી દઈ વિશ્ર્વના નકશા પર ભારતને એક અને અખંડ બનાવ્યું.

એટલે કેટલાક પશ્ર્ચિમપરસ્ત ભારતીયોએ સરદાર માટે કહ્યું, ‘‘સરદાર તો ભારતના બિસ્માર્ક છે.’’ પણ શાણા (?) રાજપુરુષો ભૂલી ગયા કે સરદારે તો બિસ્માર્ક કરતાં પંદર ગણું મોટું કામ કર્યંુ છે એટલે કહેવું તો એમ જોઈએ કે, ‘‘બિસ્માર્ક જર્મનીના સરદાર પટેલ હતા.’’

સરદારની સિદ્ધિથી સ્તબ્ધ બની ગયેલા રશિયન નેતા નિકિતા ખ્રુશ્ર્ચેવે સરદાર સામે આશ્ર્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું. તમે રજવાડાંઓને ખતમ કર્યા વગર ભારતમાં કેવી રીતે ભેળવી દીધાં ?’’

સરદારે જવાબ આપ્યો, માત્ર હસ્યા.

#8 અને સરદારે ધૂમ્રપાન છોડ્યું

સરદાર ધૂમ્રપાનના ભારે શોખીન. તેઓ બીડી સિગરેટના બંધાણી. જેલમાં એક પોલીસ અધિકારીએ તેમની સામે સિગરેટ ધરી. સરદારે તે લેવા હાથ લંબાવ્યો અને પછી કાંઈક વિચાર આવતાં હાથ પાછો ખેંચી લીધો એટલે પોલીસ આફિસરે કહ્યું, ‘‘તમે તો સિગરેટના શોખીન છો ?’’

સરદારે જવાબ આપ્યો. ‘‘તમારી વાત સાચી પણ તમે મને જેલની બરાકમાં બીડી - સિગારેટ ક્યાં આપવાના છો ?’’

અને સરદારે કદીય ધૂમ્રપાન કરવાનો નક્કમ નિર્ણય કર્યો.

#9 સરદાર પર ગોળીબાર

સરદાર પટેલે દેશ આઝાદ થયા પછી રજવાડાંઓને ભારતમાં વિલીન થવા સ્વેચ્છાએ આગળ આવવા અપીલ કરી.

ભાવનગર દેશનું સૌથી પહેલું રાજ્ય હતું જે ભારત સંઘમાં વિલીન થયું.

1939માં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક પ્રજા પરિષદ બોલાવેલી તેમાં સરદાર પટેલે પણ ભાગ લીધો. સરદારના માનમાં સરઘસ નીકળ્યું. સરઘસ ખારગેટ પાસે પહોંચ્યું ત્યારે નગીના મસ્જિદમાંથી કેટલાકે સરદાર પર ગોળીઓ છોડી. શ્રી જાદવજીભાઈ મોદી અને શ્રી બચુભાઈ પટેલ વચ્ચે આવી ગયા. બચુભાઈને ગોળી વાગી અને શહીદ થયા. ભાવનગરના દીવાન શ્રી અનંતરાય પટણીએ તપાસના હુકમો આપ્યા અને ગુનેગારોને ભારે નશ્યત આપી.

શહીદ થયેલા બચુભાઈની પ્રતિમા આજે પણ ખારગેટના ચોકમાં ઊભી છે.

#10 પરોપકારી સરદાર

પચાસેક વર્ષ પહેલાંની ઘટના છે. ગોધરામાં ત્યારે પ્લેગ ફાટી નીકળેલો. સખત તાવ આવે. બગલમાં ગાંઠ નીકળે એટલે સમજો કે મોતનું તેડું આવ્યું ! ટપોટપ માણસો મરવા લાગ્યા.

ચેપી રોગથી બચવા લોકો ગોધરા છોડી દૂર દૂર રવાના થવા માંડ્યા.

મુસ્લિમ બિરાદર નાઝરના માથે આભ તૂટી પડેલું. એનો એકનો એક દીકરો તાવમાં સપડાયેલો. ઘણાખરા લોકો હિજરત કરી ગયેલા. બાકીના બિસ્તરા બાંધવામાં પડેલા. નાઝરે ચારે બાજુ નજર ફેલાવી. કોની મદદ મળશે ?

તરત એને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવ્યા. સરદાર એના મિત્ર હતા. હિંમતબાજ પણ ખરા. પરગજુ પણ એટલા .

નાઝર વલ્લભભાઈના ઘરે પહોંચ્યો. સરદાર પટેલને કહે : હમણાં મારા ઘરે ચાલો. વલ્લભભાઈ પોતે પરગજુ અને હિંમતવાળા. અસીલના કાગળ સમેટી નાઝરના ઘરે પહોંચ્યા. તાવથી ધખતા બાળકની બગલમાં ગાંઠ જોઈ નાઝરના ટાંટિયા ઢીલા થઈ ગયા.

વલ્લભભાઈએ હિંમત આપી.

જાતે દવા લગાડવા લાગી ગયા.

જોકે ઉપચારો કરવા છતાં બાળક તો બચી શક્યો. એને કબરનશીન કરવાની ઉત્તરક્રિયામાં પણ સરદારે પૂરો સાથ આપ્યો.

દરમિયાન સરદાર પોતે પણ તાવમાં પટકાયા. ઘરે પહોંચ્યા ત્યારે તાવથી શરીર ધખતું હતું. ગાંઠ પણ ફૂટી આવી હતી.

પત્ની અને બાળકોને પિયર મોકલી આપ્યાં. સરદાર પોતે નડિયાદ પહોંચ્યા અને ઉપચાર કર્યા. ભાગ્ય જોગે સાજા પણ થઈ ગયા.

નાઝર મિયાંને થયું ખરેખર સરદારનો જોટો જડવો મુશ્કેલ છે. જાનના જોખમે આવી સેવા કરનારો કોણ મળે ? સરદાર વલ્લભભાઈને અંતરથી ઝૂકી પડ્યો.

#11 પ્રભા તો મારી દીકરી જેવી છે

Mari-dikari_p.jpgએક વાર સરદાર વલ્લભભાઈ પટેલે વાત-વાતમાં જયપ્રકાશજી અને પ્રભાવતીબહેનના દામ્પત્યજીવન અંગે રમૂજ કરી. સરદારની રમૂજ કોઈ કાર્યકરે મીઠુંમરચું ઉમેરી જયપ્રકાશ સુધી પહોંચાડી, જેથી નારાજ જયપ્રકાશજીએ વલ્લભભાઈને પત્ર લખી પોતાની નારાજગી વ્યક્ત કરી. બનાવની ગંભીરતા સમજી ગયેલ સરદાર પટેલે જયપ્રકાશજીને સામે માફી માગતો પત્ર લખ્યો, ‘‘તમારો પત્ર મને મળ્યો, તમારાં લગ્ન વિશે મેં જે હળવી રમૂજ કરી હતી તે મેં તમારી હાજરીમાં પણ કશા ભય કે સંકોચ સિવાય કરી હોત ! પણ તમારા પત્રથી હું જાણી શક્યો છું કે, તમે ઘણા નારાજ છો, તેથી મેં નક્કી કર્યંુ છે કે, ભિન્ન વિચારસરણી ધરાવતા મિત્રો અંગે ગમે તેટલી નિર્દોષ રમૂજ પણ ક્યારેય કરવી. તમને દુ: થયું, તેથી હું તમારી માફી માગું છું અને પ્રભા તો મારી દીકરી જેવી છે. એના નિર્મળ ચારિત્ર્ય માટે મને અનહદ માન છે. તમારા પોતાના જીવન માટે પણ મને ખૂબ આદર છે. તમને વિના કારણે દુ: થાય એવું મારા હાથે કેવી રીતે થયું હું જાણતો નથી, કદાચ વાતનું વતેસર થયું હોવાનો સંભવ છે, છતાં હું ફરી વખત પ્રભાવતી અને તમારી માફી માંગું છું.’’

વલ્લભભાઈના પ્રકારના નિખાલસ પત્રની જયપ્રકાશજી ઉપર એવી તો અસર થઈ કે, તેમણે તત્કાળ પેલા કાર્યકર્તાને બોલાવી રીતસરનો ધધડાવી નાખ્યો...

# 12 ઉદ્ઘાટન કરવાની પ્રથા આજે કોણ જાળવે છે?

સરદારના નિકટના સંપર્કમાં રહેલા એક ગૃહસ્થે પરદેશી યંત્ર-સ્પેરપાટ્ર્સ હિંદમાં વેચવાની એજન્સી રાખી અને સંસ્થાનું ઉદ્ઘાટન કરવા સરદારને આમંત્રણ આપ્યું. સરદારે કહ્યું, ‘તમે વેપાર કરો તેમાં મારું નામ વટાવી ખાવાની આશા રાખશો.’ સરદારે આમંત્રણનો અસ્વીકાર કર્યો. સદ્ગૃહસ્થ પોતે જાહેર કાર્યકર હતા અને કાઁગ્રેસને આર્થિક મદદ પણ કરતા હતા, છતાં સરદાર, પોતે નિર્માણ કરેલા કર્તવ્યક્ષેત્રમાં અંગત લાગણી કે સંબંધનો કદી વચ્ચે આવવા દેતા.

સરદારે કરેલા ઇન્કાર પછી પેલા ગૃહસ્થની સંસ્થાનું ઉદ્ઘાટન સમયના મોટા પદે રહેલા જાણીતા નેતાએ કર્યું હતું.

# 13 1942ના શહીદોને સરદારની સલામ

1942નો સ્વાતંત્ર્ય સંગ્રામ દેશ માટે ઐતિહાસિક હતો. સરદાર સહિત મોટાભાગના નેતાઓ જેલની કોટડીમાં બંધ હતા. સરદારે ગુજરાતની પ્રજાને સંદેશો પાઠવ્યો.

જીવીશું તો મળીશું, નહિ તો રામ રામ

પરંતુ સ્વરાજના સંગ્રામમાં ગુજરાતનો રંગ જાય ના

બસ સરદારના સંદેશાએ ગુજરાતમાં ક્રાંતિ સર્જી દીધી. નવમી આગસ્ટે લડતનાં એલાન થયાં. અમદાવાદના ખાડિયા ચાર રસ્તે પોલીસના ગોળીબારથી એક નવયુવાન મરાયો. એનું નામ હતું ઉમાકાંત કડિયા. અમદાવાદ શહેરની પ્રથમ શહીદી હતી. બીજો શહીદ બન્યો વિનેાદ કિનારીવાલા. સામી છાતીએ ગોરા સાર્જન્ટની ગોળી ઝીલીને શહાદતને વરનાર બે નવયુવકોના સમાચાર, અહમદનગરના કિલ્લામાં જેલ ભોગવી રહેલા સરદારને મળ્યા ત્યારે તેઓએ તરત એમના વાલીઓને પત્ર લખીને સાંત્વન પાઠવ્યું.

ત્રણ વર્ષનો કારાવાસ ભોગવી સરદાર 1945માં છૂટ્યા અને અમદાવાદ આવ્યા ત્યારે અમદાવાદના શહીદોને ભૂલ્યા નહોતા. ઉમાકાંત કડિયા અને વિનોદ કિનારીવાલાના પરિવારજનોને મળવા એમના નિવાસે અગાઉથી જાણ કર્યા વિના પહોંચી ગયા.

શહીદ ઉમાકાંત કડિયાના પિતા મોતીલાલ કડિયા સાથે સરદારશ્રીનો જૂનો પરિચય હતો. પ્રમાણે કિનારીવાલાના કુટુંબ સાથે સંબંધ હતો. પછી અમદાવાદના જેટલા શહીદવીરો હતા તેમનાં કુટુંબીજનોને મળી આશ્ર્વાસન આપ્યું હતું. ભલે નાનામાં નાનો હોય પણ આઝાદીના શહીદને યાદ કરવાનું તેઓ ભૂલ્યા નહોતા. સરદારના જીવનનું એક માનવતાભર્યું ક્રાંતિકારી લક્ષણ હતું. 1946માં વસંત-રજબની શહાદતને પણ અમદાવાદમાં વિશાળ સભામાં શ્રદ્ધાંજલિ આપી હતી. આવી હતી સરદારની ખાસિયત.

 

 

#14 તો અમદાવાદની શી દશા થાત?

જુલાઈ 27, ઝંઝાવાતી તોફાનનો દિવસ. સાત-સાત દહાડાની હેલીમાં અમદાવાદ ડૂબી રહ્યું હતું અને સતત થપાટો ખાતું રહ્યું હતું. સુધરાઈના પ્રમુખ હતા વલ્લભભાઈ. રાતના બાર વાગે એકલા-એકલા આવા તોફાનમાં નીકળી પડ્યા. રસ્તામાં પોતાના એક બહાદુર મિત્રને સાથે લીધો ને આખી રાત શહેરમાં ઘૂમી વળ્યા. પછી ત્યાંથી સીધા પહોંચ્યા એન્જિનિયરને ઘેર. એન્જિનિયર પણ આવા તોફાનમાં ખુદ પ્રમુખ સાહેબને પોતાને ઘેર આવેલા જોઈને ચોંકી ઊઠ્યો. એને સાથે લઈને પાછા બહાર નીકળી પડ્યા.

ચાર દિવસ અને ચાર રાત. તોફાન એવાં ને એવાં ઉગ્રતાપૂર્ણ ચાલતાં રહ્યાં ને શહેરને થપાટો વાગતી રહી અને પ્રમુખ સાહેબ (આપણા વલ્લભભાઈ) પણ શ્ર્વાસ લીધા વગર પાણીનો નિકાલ કરવાના જાત-જાતના નુસખા કરતા રહ્યા, જાનની બાજી લગાડીને લાગેલા રહ્યા. એમને આમ મહેનત કરતા રહેલા જોઈને મજૂરોએ પણ જાનની બાજી લગાવી, ને પાણીને શહેરની બહાર કાઢ્યું. વખતે જો પાણી શહેરની બહાર ના કાઢ્યું હોત તો અમદાવાદની શી દશા થઈ હોત એની કોને ખબર? આવી હતી એમની ફરજનિષ્ઠા!

#15 ક્લોરોફોર્મ નહીં વાપરવા દઉં

એકવાર કિશોરાવસ્થા દરમિયાન વલ્લભભાઈને બગલગાંઠ નીકળેલી. ગાંઠ પર કાપો મૂકાવવા માટે વાળંદને બોલાવ્યો. કિશોર વલ્લભભાઈની ગાંઠ પર ધગધગતો સળિયો મૂકતા વાળંદનો હાથ પણ ધ્રુજી રહ્યો હતો ત્યારે તેમણે જાતે સળિયો લઈ ગાંઠ પર ચાંપી દીધો.

આવી રીતે તેઓ વિલાયતમાં રહેતા હતા ત્યારે એક વખત એમને પગે વાળા નીકળ્યા. ઘણા સર્જનને એની ખબર પણ નહિ. બે - ત્રણ વખત આપરેશન કરાવવું પડ્યું. આપરેશન વખતેએનેસ્થેટિક્સ’ (પીડાશામક) વાપરવાની ડાક્ટરે સૂચના આપી, પણ ડાક્ટરોને વલ્લભભાઈએ આગ્રહ કર્યો કે ગમે તેટલું દુ: થાય તે સહન કરીશ, પણ ક્લોરોફોર્મ નહીં વાપરવા દઉં. ડાક્ટરો તાજ્જુબ થયા, પણ તેના આગ્રહને વશ થવાની ના પાડી. ‘આવો દરદી અમને પહેલી વાર મળ્યો છે,’ આવા નીડર હતા વલ્લભભાઈ.

#16 સહાધ્યાયીનું સન્માન

Sahadhiya-nu-Sanmand_p.jpgસને 1947માં ભારત દેશને આઝાદી મળ્યા બાદ લોકશાહી સરકારના પ્રધાનમંડળમાં સરદારશ્રીની નાયબ વડાપ્રધાનપદે નિયુક્તિ થઈ. સરદારશ્રી એક દિવસ વલ્લભવિદ્યાનગર ખાતેશ્રી વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલય - કાલેજની ઉદ્ઘાટન વિધિ કરવા માટે આવેલા. સરદારશ્રીનું પ્રવચન સાંભળવા માટે ભારે મેદની ઊમટેલી. સરદાર ઊભા કરેલા મંચ પર બિરાજેલા હતા. મંચની ચારે બાજુ મોટી મેદની જામી હતી. સરદારના નાનપણના સહાધ્યાયી મિત્ર શ્રી પૂંજાલાલ નાનાલાલ શાહ પણ એમનું પ્રવચન સાંભળવા મેદની વચ્ચે ઊભા હતા, અને આજીવિકા માટે શિક્ષક તરીકેની નોકરી કરતા હતા.

સરદાર સાહેબની ચબરાક અને વેધક દ્ષ્ટિ તેમના સહાધ્યાયી મિત્ર શ્રી પૂંજાલાલ પર જઈ ઠરી. તેમણે તરત તેમને ઓળખી લીધા અને તરત મંચ ઉપર ઊભા થઈ ઊંચે સાદે પૂંજાલાલ તરફ નિર્દેશ કરી સાદ કરતાં કહ્યું, ‘અરે દોસ્ત પૂંજાલાલ, ત્યાં કેમ ઊભો છું? અહીં આવ;’ એમ કહેતાં પૂંજાલાલ મંચ પર આવતાં તેમને પ્રેમપૂર્વક ભેટી પડ્યા અને ખબર-અંતર પૂછતાં પૂછતાં થોડીક ક્ષણોની વાતચીતમાં તો અભ્યાસકાળ દરમિયાન કેટલાંક સંસ્મરણોને યાદ કરી લીધાં. શ્રોતાઓ આવા એક સામાન્ય શિક્ષક જેવા લાગતા માણસ સાથે સરદારને વાતચીત કરતા જોઈ સાનંદાશ્ર્ચર્ય પામી રહ્યા. પરંતુ જ્યારે તેમણે જાણ્યું કે તો વિદ્યાર્થીકાળની સહાધ્યાયી બેલડીનો ભેટો થયો છે ત્યારે તો તેઓ આનંદ સાથે ભારે ખુશી અનુભવી રહ્યા.

#17 ફર્નિચર જોઈએ

નાયબ વડાપ્રધાન તરીકે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સરદાર પટેલ ઓરંગઝેબ રોડ પર નં. 1 બંગલામાં રહેવાને ગયા. મોભા પ્રમાણે સરકારી ખર્ચે ફર્નિચર વસાવવા વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ સાદગીના આગ્રહી સરદાર ફર્નિચરમાં વધુ પડતો ખર્ચ કરે છે એવો આક્ષેપ થાય તે માટે સરદારે વધારાનું ફર્નિચર સરકારમાં પાછું મોકલી દીધું અને થોડું ફર્નિચર રાખી બંગલામાં રહેવા લાગ્યા. એક મિત્રને ખબર પડતાં તેણે પોતાના ખર્ચે ફર્નિચર મોકલવાનું કહ્યું. પણ સરદારે ઇન્કાર કર્યો. છેવટે બહુ આગ્રહ કરી પોતાનું જૂનું કાઢી નાખવા જેવું ફર્નિચર સરદારના બંગલામાં મુકાવ્યું. પોતાની જરૂરિયાતો પર છૂટથી પૈસા ખરચતા આજના પ્રધાનો સરદારનું વર્તન ધ્યાનમાં રાખશે ખરા?

#૧૮ વૈકલ્પિક વ્યવસ્થા વિના ઝૂંપડા તોડશો

સ્વરાજ મળ્યું અરસામાં એક રાજ્યના પાટનગરની બહાર આવેલાં ગરીબોનાં ઝૂંપડાં તોડાવી ત્યાં એક પ્રધાન સરકારી મકાન બાંધવા માંગતા હતા. ગરીબોને આમ કનડગત થાય તે સામે એક કાઁગ્રેસી સમાજસેવકે વિરોધ કર્યો.

નાયબ વડાપ્રધાન સરદાર પટેલ પાટનગરની મુલાકાતે ગયા ત્યારે તેમણે સમાજસેવકને મળવા આવવાનું જણાવ્યું. સમાજસેવક મળવા ગયો ત્યારે સરદારે પૂછ્યું, ‘‘કેમ, તેં શું તોફાન માંડ્યાં છે ?’’ સેવકે કહ્યું, ‘‘કશાં નહિ.’’ સરદારે પૂછ્યું, ‘‘કેમ ? પાટનગરનાં ઝૂંપડાં તોડવામાં આવે તેમાં તું આડો આવે છે ?’’ સમાજસેવકે કહ્યું, ‘‘હા, નહિ બને !’’ સરદારે કહ્યું, ‘‘તું છેલ્લી ઘડીએ આમ વાત કરે તેના કરતાં તારે મને અગાઉ લખવું હતું ને ?’’ સમાજસેવકે કહ્યું, ‘‘મેં આપ્ને વિશે બે પત્રો લખ્યા હતા.’’ સરદારે કહ્યું, ‘‘મને તારો એકે પત્ર મળ્યો નથી.’’ સમાજસેવકે કહ્યું, ‘‘આપ્ના સેક્રેટરીને પૂછો.’’ સરદારે સેક્રેટરી તરફ નજર કરી. સેક્રેટરીએ કહ્યું, ‘‘હાજી, એમના બે પત્રો આવેલા છે, પરંતુ મેં આપ્ની સમક્ષ મૂક્યા નથી.’’ સરદારે કહ્યું, ‘‘હવે શું થાય ?’’ સમાજસેવકે કહ્યું, ‘‘ઝૂંપડાં તૂટશે તો મારો ત્યાં દેહ પડશે.’’ સરદાર સાંભળી કશું બોલ્યા નહિ. તરત તેમણે ઘંટડી મારી રાજ્યના પાટનગરના પ્રધાનને ત્યાં બોલાવ્યા અને કહ્યું, ‘‘નવી વ્યવસ્થા થાય ત્યાં સુધી પાટનગરનાં ઝૂંપડાં તોડવાનાં નથી.’’

સમાજસેવકનું કહ્યું કર્યંુ છતાં સરકારનો હાથ ઉપર હોય એવું વર્તન રાખી બુદ્ધિપૂર્વકનો ઉકેલ કાઢવામાં સરદારની અદ્ભુત દ્ક્ષતા હતી.

#19 ... તો જામનગર પાકિસ્તાનમાં હોત

કેટલીક ખોટી માહિતીના આધારે જામસાહેબ પાકિસ્તાનમાં જોડાવા ઉત્સુક હતા. હેતુ માટે તેઓએ જિન્હાને મળવાનું નક્કી કર્યંુ હતું અને ખાનગી વિમાનમાં દિલ્હીથી કરાંચી જવાનો કાર્યક્રમ પણ ગોઠવી દીધો હતો, પરંતુ તેઓ કરાંચી જવા ઊપડે તે પહેલાં સરદારશ્રીને અંગે માહિતી મળી ગઈ. સરદારે તાબડતોબ જામસાહેબના નાના ભાઈ મેજર જનરલ હિંમતસિંહને બોલાવ્યા. હિંમતસિંહ સરદારને મળ્યાની પાંચ મિનિટમાં દિલ્હી અરપાર્ટ જવા રવાના થયાં. તેઓ પાછા આવ્યાં ત્યારે તેમની પાસે જામ સાહેબ પણ હતાં. સરદાર તેઓને એક કમરામાં લઈ ગયાં અને અડધો કલાક તેમની સાથે ગુફ્તેગુ કરી, સરદાર અને જામની અડધો કલાકની ચર્ચાએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતનો નકશો પલટાવી દીધો. જો જામસાહેબ પાકિસ્તાનમાં જોડાયા હોત તો તેમની દોરવણીથી અન્ય અનેક રજવાડાઓ પાકિસ્તાનમાં જોડાયા હોત, પરંતુ સરદાર પટેલની ત્વરિત નિર્ણયશક્તિએ જામનગરને પાકિસ્તાનમાં જતું અટકાવ્યું.

#20 એ સારાં કપડાં ક્યાંથી લાવે ?

એક દિવસ મહાવીર ત્યાગીએ મણિબહેનની સાડીમાં મોટાં થીગડાં જોઈ મજાક કરી, ‘‘તમે એવા બાપ્ની દીકરી છો, જેઓએ એવા અખંડ ભારતની સ્થાપ્ના કરી છે, જે અશોક, મોગલો કે અંગ્રેજોનું પણ હતું. આવા બાપ્ની દીકરી થઈ તમે થીગડાં મારેલાં કપડાં પહેરતાં શરમાતાં નથી ?’’ સાંભળી સરદાર તાડૂક્યા, ‘ ગરીબ બાપ્ની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે ? અને એનો બાપ કાંઈ થોડું કમાય છે ?’ આવું કહીને સરદારે એમના 20 વર્ષ જૂના ચશ્માનું ખોખું બતાવ્યું. એક દાંડીવાળાં ચશ્માં બતાવ્યાં. ઘડિયાળ બતાવી, જે ત્રણ દાયકા જૂની હતી અને પેન બતાવી તે દસ વર્ષ જૂની હતી. સરદારના જીવન-વ્યવહારના અકિંચન સ્વરૂપ્નાં દર્શન કરી મહાવીર ત્યાગી તો આભા બની ગયા.

#21 કામ કઢાવવાની ક્રાંતિકારી કરામત

બારડોલી સત્યાગ્રહ પ્રસંગે સુરત સ્ટેશન પર સલૂનમાં ગવર્નર સાથે સુલેહ કરી પછી સરદાર પટેલ સહીઓ કરવાની વિધિ પૂરી થાય તેની રાહ જોતા પ્લેટફાર્મ પર આંટા મારતા ફરતા હતા.

આવામાં ખેડૂતોની જમીન પાણીના મૂલે વેચાતી રાખનાર એક અક્કડ માણસે કહ્યું કે, ‘‘વલ્લભભાઈ પટેલે મને બહુ ગાળો આપી છે. તે મારી માફી માગે તો હું જમીન પાછી આપવાના પત્ર પર સહી કરીશ.’’

હવે સરદારને માફી માગવાનું કોણ કહી શકે ? હવે અક્કડ માણસને કોણ સમજાવે ? કોઈને કંઈ સૂજતું હતું. આખરે ઘણી વાર થતાં સરદારે પૂછ્યું. ઘણીવાર થઈ.... ‘‘ગાડું ક્યાં ખોટકાયું છે ?’’ ત્યારે કોઈએ હિંમત રાખી સરદારને પેલા અક્કડ જમીનદારની શરત કહી.

ત્યારે સરદારે કહ્યું, ‘‘તો તમે ક્યારના કહેતા કેમ નથી ?’’ જમીનદાર બેઠેલા હતાં ત્યાં જઈને સરદારે તેને કહ્યું કેમ ? મેં તમને બહુ ગાળો દીધી છે ? પેલાએ કહ્યું, ‘‘હા’’, સરદારે કહ્યું, ‘‘ચાલો સહી કરી દો. કાલથી હું તમારા વખાણ કરીશ.’’ પેલા અક્કડ જમીનદારે તરત કાગળ પર સહી કરી દીધી. માફીની વાત ત્યાં રહી. માફીના બદલે વખાણ શબ્દ વાપરી સરદારે કુનેહથી કામ કઢાવી લીધું. આવી હતી સરદારની કામ કરાવવાની ક્રાંતિકારી કરામત.

#22‘રામન સેનેટરજેવી પ્રતિભા

લોર્ડ માઉન્ટબેટનનાં પ્રેસ એટેચી એલેન કમ્પબેલ - જ્હાનસન લખે છે કે, ‘‘સરદાર પટેલ અસલ રામન સેનેટર જેવા દેખાય છે. ગૃહસ્થમાં રામન સદ્ગુણો અને શક્તિ રહેલા છે. તેમનામાં રાજકારભારના કૌશલ્ય ઉપરાંત મહાન નિર્ણયો ક્ષમતા કરવાની અને તેને પાર પાડવાનું સામર્થ્ય છે અને મહાન પુરુષોમાં જોવામાં આવે તેવું ગાંભીર્ય છે. જગતની વ્યૂહરચનામાં હિન્દનું કયું સ્થાન છે તે પટેલ પોતાની ચકોર દ્ષ્ટિથી સારી પેઠે સમજે છે. Patel has a shrewd grasp of India's strategic poistion in the world at large લુઈ ફિશર અને બીજા યુરોપિયનોએ પણ સરદારને ગુણોમાં અને દેખાવે રામન સેનેટર જેવા વર્ણવ્યા છે.

#23 સરદારને અન્યાય

સરદાર કાઁગ્રેસનું ઓરમાયું સંતાન હતા. નહેરુ જીવ્યા ત્યાં સુધી સરદારની ટપાલ ટિકિટ બહાર પડાઈ ! નહેરુના અવસાન બાદ જ્યારે લાલબહાદૂર શાસ્ત્રી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે સરદારની ટપાલ ટિકિટ બહાર પડાઈ (1965માં).

ભારતરત્ન આપવામાં પણ સરદારની ઉપેક્ષા કરવામાં આવી. દેશને એક કરવામાં જેમણે અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી તેવા સરદારને નહેરુ, ઇન્દિરા, રાજીવ ગાંધીના વડાપ્રધાનના સમય દરમિયાન તેમને ભારતરત્ન અવાર્ડ અપાયો. આશ્ર્ચર્યની વાત છે કે તામિલનાડુના પ્રાદેશિક નેતા એમ. જી. રામચંદ્રન જેવાને ભારતરત્ન અપાયો પણ સરદારને તો નહીં . છેક 1993માં સરદારને ભારતરત્ન બનાવાયા અને પણ રાજીવ ગાંધીને ભારતરત્ન અવાર્ડ આપવાનો હતો તેથી પ્રજામાં કાઁગ્રેસનું ખરાબ દેખાય એટલા માટે સરદારનું નામ પણ રાજીવ ગાંધી સાથે યાદીમાં જોડવામાં આવ્યું.

દિલ્હીમાં નહેરુ, ગાંધીબાપુ, ઇન્દિરા ગાંધી, ચૌધરી ચરણસિંહ, જગજીવનરામના ઘાટ (સમાધિ) છે, પણ સરદારનો ઘાટ નથી. સરદાર માટે રાજઘાટ પર બે ગજ જમીન પણ ફાળવાઈ નથી. સરદારને દિલ્હીમાં નહીં, પણ મુંબઈની ચોપાટીની રેત પર અગ્નિદાહ આપવામાં આવ્યો. નહેરુએ સરદારના મૃત્યુ પ્રસંગે અનેક પ્રધાનોને જવાની સૂચના આપેલી. આમ છતાં ગુજરાતના . મા. મુન્શી નહેરુની ઇચ્છા વિરુદ્ધ સરદારની સ્મશાનયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.

#૨૪ અમેરિકન પુસ્તકનો અભિપ્રાય

કેલિફોર્નિયા યુનિવર્સિટીનાલીડરશીપ અન્ડ પાલિટિકલ ઇન્સ્ટિટ્યૂશન ઇન ઇન્ડિયાપુસ્તકમાં લખવામાં આવ્યું છે.... હિન્દી રાષ્ટ્રીયત્વના ગાંધી પયગંબર હતા અને નહેરુ ફિલસૂફ હતા, પણ સરદાર પટેલ વ્યવસ્થાપક, સર્જક અને આયોજક હતા. સરદાર પટેલના કૌશલ્ય દ્વારા ગાંધી અને નહેરુના વિચારો અને આદર્શો સમયે અસરકારક નીવડી શક્યા.

#૨૫ નહેરુ સરદાર પટેલ જેવાં મુત્સદ્દી નથી

1935માં બિરલાને તે વખતના વાઈસરાય લાર્ડ હેલીફેક્સ (ઈરવીન) સાથે મુલાકાત થઈ હતી, તેનો અહેવાલ મધુ લિમયેના એક પુસ્તકમાં મળે છે.

હેલીફેક્સ : ગાંધીજીના સૌથી નજીકના માણસોમાં કોણ છે ?

બિરલા : મિ. પટેલ અને પંડિત નહેરુ.

હેલીફેક્સ : અધ્યક્ષના ભાઈ ? (તે સમયે વિઠ્ઠલભાઈ પટેલ મધ્યસ્થ ધારાસભાના અધ્યક્ષ હતાં)

બિરલા : હા.

હેલીફેક્સ : કેવી વ્યક્તિ છે ?

બિરલા : ઘણા શક્તિશાળી ચતુર અને આગ્રહી છે.

હેલીફેક્સ : નહેરુ કેવા છે ? તમે એમને ઓળખો છો ?

બિરલા : ઘણી સારી રીતે, પરંતુ તે પટેલ જેવા મુત્સદ્દી અને હોંશિયાર નથી. કેટલીક વાર તો સાવ બાલીશ લાગે છે.

દેશના એક પ્રથમ પંક્તિના ઉદ્યોગપતિ બિરલાનું નહેરુ - સરદાર વિશેનું તારણ મધુ લિમયે જેવા એક ખ્યાતનામ સમાજવાદીના પુસ્તકમાં ઉલ્લેખાય ત્યારે મોડે - મોડે પણ સરદારને સમજવામાં ભૂલ કરનાર સમાજવાદીઓને એમના નિખાલસ એકરાર માટે ધન્યવાદ આપવા ઘટે.