લંડનની કોર્ટે પાકિસ્તાનને કહી દીધું છે કે હૈદરાબાદના નિજામની ૩૦૬ કરોડની સંપત્તિ ભારતની છે

    ૦૪-ઓક્ટોબર-૨૦૧૯   

 
# લંડનની કોર્ટમાં છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલા કેસમાં ભારત અને હૈદરાબાદના નિજામના વંશજોને મળી જીત
 
# આ જીત પછી ભારતને લંડનની નેટવેસ્ટ બેંકમાં જમા થયેલા ૩૦૬ કરોડ રૂપિયા મળી શકે છે
 
# જણાવી દાઈએ કે નિજામના આ પૈસા તેના ૧૨૦ જેટલા વંશજોને મળી શકે છે.
 
# આ રકમમાં થોડો હિસ્સો કદાચ ભારત સરકારનો પણ હોઇ શકે પણ તેની સત્તાવાર જાહેરાત થઈ નથી.
 
હૈદરાબાદના નિજામની કરોડોનોની સંપત્તિને લઈને ભારત અને પાકિસ્તાનની વચ્ચે વર્ષોથી ચાલી રહેલા વિવાદનો ગયા બુધવારે અંત આવ્યો છે. બ્રિટનની સુપ્રિમ કોર્ટમાં પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે આ વિવાદમાં જે રકમ ફસાઈ છે તેના પર પાકિસ્તાનનો નહી પણ ભારત અને નિજામના પરિવારનો હક છે.
 
જણાવી દઈએ કે નિજામના વંશજ પ્રિન્સ મુકર્રમ જાહ અને તેમના નાના ભાઈ મુફ્ફખમ જાહા આ લડાઈમાં ભારત સરકારની સાથે છે. બ્રિટનની કોર્ટે પાકિસ્તાનના દાવાને ખારિજ કર્યો છે અને આ પ્રક્રિયાને સમયની બર્બાદી બતાવી છે. લંડનમાં રોયલ કોર્ટ ઓફ જસ્ટિસના જજ માર્ક્સ સ્મિથએ પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે હૈદરાબાદના સાતમાં નિજામ ઉસ્માન અલી ખાન આ ધનરાશિના માલિક છે. નિજામ પછી તેનો પરિવાર અને ભારત સરકાર અ સંપત્તિનો હકદાર છે.
 

શું છે આખી વાત…

 
વાત એમ છે કે દેશના જ્યારે ભાગલા પડ્યા ત્યારે એટલે કે વિભાજનના સમયે નિજામ મીર ઉસ્માન અલી ખાને લંડનની નેટવેસ્ટ બેંકમાં લગભગ એક મિનિયન પાઉંડ (તે સમયના લગભગ ૮.૮૭ કરોડ રૂપિયા) જમા કરાવ્યા હતા. હવે આટલા વર્ષો પછી તે રકમ વધીને લગભગ ૩૫ મિલિયન પાઉંડ (હાલના લગભગ ૩૦૬ કરોડ રૂપિયા) જેટલી થઈ ગઈ છે. આ રકમને લઈને ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લા ૭૦ વર્ષથી લંડનની કોર્ટમાં કેસ ચાલતો હતો. તમે કહેશો કે પાકિસ્તાન આમા વચ્ચે કેમ આવ્યું? કેમ કે નિજામની ઇચ્છા પાકિસ્તાન સાથે જોડાવાની હતી અને આ વિભાજનના સમયે રૂપિયા મોકલવામાં આવ્યા હતા એટલે પાકિસ્તાન તેના પર પોતાનો હક જમાવવાની કોશિશ કરતું હતું પણ હવે કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે. બ્રિટનની નેટવેસ્ટ બેંકમાં પડેલા આ રૂપિયા હવે નિજામના ૧૨૦ વંશજોમાં વહેચાશે….
 
એવી પણ એક વાત છે કે નિજામ પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા. હૈદરાબદ હિન્દુ બહુસંખ્યક રાજ્ય હતું. જેનું નેતૃત્વ નિજામના હાથમાં હતું. તત્કાલીન ગૃહમંત્રી સરદાર પટેલની સખત નીતિઓને કારણે આ નિજામ ના મનમાં કોઇ બીજો પ્લાન પણ ચાલી રહ્યો હતો. આ તણાવ વચ્ચે નિજામે પૈસા લંડનના પાકિસ્તાન ઉચ્ચાયુક્તના ખાતામાં જમા કરાવી દીધા. જો કે લંડનની કોર્ટે આપેલા આ ચૂકાદા પછી બધું દૂધનું દૂધને પાણીનું પાણી કરી દીધું છે અને પાકિસ્તાનને એક બીજો ઝટકો આપ્યો છે…