યે ભેદભાવ ક્યું? રાજ્યપાલે ભાજપને ૪૮ અને શિવસેનાને ૨૪ કલાક કેમ આપ્યા? સુપ્રીમ કોર્ટ પહોંચી શિવસેના!

    ૧૨-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામ આવ્યાના ૧૮ દિવસ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં અહીં કોઇની સરકાર બની નથી. ટૂંક સમયમાં બનશે એવું કંઇ દેખાઈ રહ્યું પણ નથી. કેમ કે શિવસેનાને માત્ર મુખ્યમંત્રી પદ જોઇએ છે. પણ અહી ભાજપ, કોંગ્રેસ, એનસીપી કે શિવસેના કોઇની જોડે બહુમતી નથી. ભાજપ અને શિવસેના સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બનાવી શકે છે પણ ચૂંટણી પહેલા ભાજપ અને શિવસેના વચ્ચે થયેલું ગઠબંધન પરિણામ આવ્યા પછી ટૂટી ગયું છે. હવે સાંજ સુધીમાં ખબર પડી જશે કે મહારાષ્ટ્રમાં કોઇની સરકાર બનશે કે રાષ્ટ્રપતિ શાસન લાગશે. હાલની સ્થિતિ પરથી તો રાષ્ટ્રપતિ શાસન લાગે તેવું દેખાઈ રહ્યું છે.
 
અહીં ઉલ્લેખનીય વાત એ છે કે સરકાર રચાય એ માટે રાજ્યપાલ દ્વારા પહેલા વધારે બેઠક જીતવાથી ભાજપને પછી શિવસેનાને અને હવે એનસીપીને સરકાર બનાવવાનું આમત્રણ આપ્યું છે. ભાજપે બહુમતી ન હોવાથી સરકાર બનાવવાનો દાવો કર્યો નહી એટલે રાજ્યપાલે શિવસેનાને સરકાર બનાવવાનું આમત્રંણ આપ્યું. આ માટે શિવસેનાને રાજ્ય પાલે ૨૪ કલાક આપ્યા. પણ આ ૨૪ કલાક શિવસેનાને ઓછા પડ્યા એટલે તેણે રાજ્યપાલ પાસેથી બીજા ૨૪ કલાક માગ્યા પણ રાજ્યપાલે ના આપ્યા. એટલે શિવસેનાને વધું ખોટું લાગ્યું. ખોટું એટલા માટે કે રાજ્યપાલે પહેલા ભાજપને સરકાર બનાવવા ૪૮ કલાકનો સમય આપ્યો હતો અને શિવસેનાને માત્ર ૨૪ કલાકનો જ સમય આપ્યો. બીજા ૨૪ કલાકનો સમય માગવા છતા રાજ્યપાને ન આપ્યો એટલે શિવસેના હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું છે.
 
સુપ્રીમ કોર્ટે શિવસેનાની અરજી સ્વીકારી લીદી છે. જોઇએ શું ફેંસલો આવે છે..