દેશભરમાંથી આવેલા ૮૫૨ શિક્ષાર્થીઓની ઉપસ્થિતિમાં નાગપુર ખાતે તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગ (વિશેષ)ની શરૂઆત

    ૧૮-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ વી. ભાગય્યાજીએ જણાવ્યું કે તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગ (વિશેષ) રાષ્ટ્રીય એકાત્મતાની પ્રત્યક્ષ અનુભૂતિનું કેન્દ્ર છે. “આપણે સૌ એક છીએ”નો અનુભવ અહીં થાય છે. અને આ અનુભવ આપણે સૌને કરવાનો છે. નાગપુરના રેશિમબાગ સ્થિત સ્મૃતિ મંદિર પરિસરના મહર્ષિ વ્યાસ સભાગૃહમાં સંઘ શિક્ષા વર્ગ (વિશેષ)ના ઉદ્‌ઘાટનમાં ભાગય્યાજીએ શિક્ષાર્થિઓને આ કહ્યું હતું.
 

 
 
સંઘ શિક્ષા વર્ગમાં દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા શિક્ષાર્થીઓનું સ્વાગત કરતા તેમણે જણાવ્યું કે આ વર્ગમાં જોડાવવા આપણે સૌ અનેક વર્ષથી રાહ જોઇ રહ્યા હતા. આ વિશેષ વર્ગમાં આવેલા આપણે સૌ અનુભવી કાર્યકર્તા છીએ. આપણા શાસ્ત્રોમાં વર્ણેલા ધૈર્ય, ક્ષમા, અસ્તેય, શૌચ, ઇન્દ્રિય, નિગ્રહ, બુદ્ધિ, વિદ્યા, સત્ય તથા ક્રોધ પર વિજય મેળવવા જેવા સદગુણોની ઉપાસના આપણે આ વર્ગમાં કરવાની છે ઉપરાંત આજીવન આ સદગુણો આપણા જીવન સાથે સંકળાયેલા રહે તે માટે પ્રયત્નશીલ રહેવાનું છે.
 
તેમણે જણાવ્યું કે પોતાના ધ્યય પ્રત્યે અટૂટ નિષ્ઠા, વિચારધારાની સ્પષ્ટતા, આત્મીયતા, કઠોર પરિશ્રમ તથા અનુશાસન…આ સંઘના સ્વયંસેવકોના વિશેષ ગુણ છે. પોતાના આચરણ દ્વારા આ ગુણોનું અમલીકરણ આ વર્ગમાં થવું જોઇએ. બધા જ શારીરિક કાર્યક્રમમાં આપણે ભાગ લેવો જોઇએ. વિશેષ રીતે યોગા અને આસનમાં આપણે નિપુણ બનવું જોઈએ. સંઘની વિવિધ ગતિવિધિઓ વિશે મનમાં સ્પષ્ટતા હોવી જોઇએ. આ વર્ગ આપણી સાધના છે. આ ૨૫ દિવસની સાધનામાં આપણે તન-મનથી અહીં હાજર અહીએ એવું આહવાન તેમણે કર્યું હતું.
 

 
 
આ વિશેષ વર્ગમાં સંપૂર્ણ દેશમાંથી ૪૦ થી ૬૫ વર્ષના શિક્ષાર્થીઓએ ભાગ લીધો છે. આ વર્ગમાં દેશભરના વિવિધ પ્રાંતમાંથી કુલ ૮૫૨ શિક્ષાર્થીઓએ ભાગ લીધો છે. વર્ગના સર્વાધિકારી ગોવિન્દજી શર્મા (અધ્યક્ષ – રાષ્ટ્રીય પુસ્તક ન્યાસ, ભારત), વર્ગના કાર્યવાહ સુભાષજી આહુજા (પ્રાંત કાર્યવાહ, હરિયાણ) છે. વર્ગના પાલક અધિકારી રાજેન્દ્રકુમારજી (અ.ભા. સહ પ્રમુખ, ધર્મ જાગરણ સમન્વય વિભાગ) છે. આ ઉદઘાટન કાર્યક્રમમાં સહ સરકાર્યવાહ મુકુંદજી, અ.ભા. શારીરિક પ્રમુખ સુનીલજી કુલલર્ણી, અ.ભા. બૌદ્ધિક પ્રમુખ સ્વાંત રંજનજી, અ.ભા.સહ બૌદ્ધિક પ્રમુખ સુનીલભાઈ મહેતા, અ.ભા. વ્યવસ્થા પ્રમુખ મંગેશજી ભેંડે હાજર રહ્યા હતા.