અમદાવાદની ટ્રાફિક પોલિસે ૧૦ લાખનો મેમો ફાડ્યો, નિયમ તોડનારે દંડ ભરી પણ દીધો

    ૩૦-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
ટ્રાફિકના નવા નિયમો આવ્યા પછી લાખ્ખોમાં દંડ થઈ રહ્યો છે. કોઇને હજાર તો કોઇને લાખ રૂપિયાનો મેમો ટ્રાફિક પોલિસે આપ્યો છે. આવા અનેક કિસ્સા મીડિયામાં આવ્યા છે. જો કે લોકો આ બદલ ખૂબ હેરાન થઈ રહ્યા છે અને દેશમાં માહોલ બરાબર આ સંદર્ભે લાગ્યો નહી એટલે ટ્રાફિક પોલિસે થોડી નરમી રાખી છે. આવામાં અમદાવાદનો એક કિસ્સો બહાર આવ્યો છે. અને આ કિસ્સો ખૂદ અમદાવાદ ટ્રાફિક પોલિસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે.
 
 
 
 
થયું છે એવું કે અમદાવાદના સિંધુભવન રોડ પર અમદાવાદ ટ્રાફિક પોલિસ સામાન્ય ચેકિંગ કરી રહી હતી. આ સમયે ત્યાંથી કે ખૂબ મોંઘી કહી શકાય તેવી કાર અહીંથી નીકળી. પોલિસે તેને રોકી. પહેલા તો આ કારમાં નંબર પ્લેટ લાગેલી ન હતી. આ ઉપરાંત ગાડીના માલિક પાસે ગાડી ચલાવવાનું લાયસન્સ પણ ન હતું આ મોંઘી ગાડીની માલિકીના કાગળીયા પણ ન હતા. આથી ટ્રાફિક પોલિસે તેના પર ૯ લાખ ૮૦ હજારનો દંડ ફટકારી દીધો. એવું કહેવાઈ રહ્યું છે કે અત્યારે સુધીનો આ સૌથી વધુ રકમનો મેમો છે. ઉલ્લેખની વાત એ છે કે આ દંડની રકમ ગાડીના માલિકે ભરી પણ દીધી છે.
 
ઉલ્લેખનીય છે લે ગુજરાત ટ્રાફિક પોલિસે આવી મોંઘી ગાડીઓના આવા અનેકવાર મેમો ફાડ્યા છે.