થર્ડ એમ્પાયરે આઉટનું બટન દબાયુ પણ સાઈડ સ્ક્રિન પર નોટ આઉટ લખેલું આવ્યું પછી શું થયું જુવો વીડિઓ

    ૦૮-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
ગુજરાતના કિનારે માહા વાવાઝોડું તો પહોંચી શક્યુ નહી પણ રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટી-૨૦ મેચમાં એક વાવાઝોડું પહોંચી ગયું હતુ અને એ વાવાઝોડું ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના બેટમાંથી નીકળ્યું હતું. ભારતીય કપ્તાન રોહિત શર્માએ પોતાની 100મી ટી20માં 43 બોલમાં 85 રનની શાનદાર ઇનિંગ્સ રમીને બાંગ્લાદેશને હરાવ્યું હતું. 154 રનનો પીછો કરતાં ભારતે માત્ર 15.4 ઓવરમાં આ રન ફટકારી દીધા હતા.
 
આ બધાની વચ્ચે મેચ દરમિયાન એક રોચક પ્રસંગ બન્યો. આ પ્રસંગ એવો હતો કે બેટ્સમેન આગળ વધીને સિક્સર ફટકારવા જાય છે, સિક્સર તો વાગતી નથી પણ વિકેટ કિપર સ્ટમ્પિંગ કરીદે છે. બેટ્સમેન અડધી પીચ પર જ ઊભો રહી જાય છે અને એમ્પાયર થર્ડ એમ્પાયર તરફ ઇશારો કરે છે. બધાને ખબર હતી કે પરિણામ શું આવવાનું છે. પણ અચાનક મેદાન પર મોટી સ્ક્રિન પર નોટ આઉટ લખેલું દેખાય છે. બેટ્સમેન ફરી બાઉન્ડ્રી પરથી હાથના મોજા પહેરી ક્રિશ પર જવા પગલું ભરે છે. ત્યાં જ પેલી મોટી સ્ક્રીન પર નિર્યણ નોટ આઉટની જગ્યાએ આઉટ આવી જાય છે. આમા થયું શું?
 
થયું એવું કે થર્ડ એમ્પાયરે તો આઉટ જ આપ્યો હતો પણ સ્ક્રીનની ગરબરડના કારણે આઉટને બદલે નોટ આઉટ લખેલું આવી ગયું…ભારતીય કેપ્ટના રોહિત શર્માના મુખેથી તો એક અપશબ્દ પણ નીકળી ગયો હતો જે વીડિયોમાં તમે જોઇ શકો છો…
મેચ દરમિયાન આ બન્યું ૧૩મી ઓવરમાં. બોલર હતો યુઝવેન્દ્ર ચહલ અને બેટ્સમેન હતો બાંગ્લાદેશનો સૌમ્યા સરકાર. એ સમયે મેદાન પર શું થયું હતું તમે જ જુવો…